May 5, 2025

16મી મેના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “ભ્રમ”નું ટાઈટલ સોન્ગ “તારી હકીકત” લોન્ચ કરાયું

  • ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી યુનિક સોન્ગ

ગુજરાત : આપણે સૌ જાણીએ છીએ તેમ “હું ઈકબાલ”ના મેકર્સ એક નવી સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ સાથે આવી રહ્યાં છે, જેનું નામ છે “ભ્રમ”. 16મી મે, 2025ના રોજ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું નિર્દેશન અને લેખનકાર્ય પલ્લવ પરીખ દ્વારા કરવામાં આવ્યું છે અને ફિલ્મમાં મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની જેવા અનુભવી કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મના ટ્રેલરને તો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો જ છે અને હવે મેકર્સ દ્વારા ફિલ્મનું ટાઇટલ સોન્ગ “તારી હકીકત” લોન્ચ કરાયું છે. મુનાફ લુહાર, ઠાકુર અને તીર્થ ઠક્કર દ્વારા આ સોન્ગના શબ્દો લખવામાં આવ્યા છે અને સ્વાતિ મીનાક્ષી તથા તીર્થ ઠક્કરના અવાજમાં સ્વરબદ્ધ છે. લિંક – https://www.youtube.com/watch?v=MqR3bLxBjdU

આ સોન્ગ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સુધી યુનિક સોન્ગ કહી શકાય કારણકે આ સોન્ગની કોરિયોગ્રાફી પણ ઘણી અલગ છે કે સાહિલ દરજી દ્વારા કરવામાં આવી છે. ફિલ્મના મુખ્ય કલાકારોનો લોહીવાળો ફેસ ફિલ્મ અંગે વધુ સસ્પેન્સ ક્રિએટ કરે છે. આ સોન્ગના શબ્દો “હારે છે સત્ય, કે જીતે છે ભ્રમ” ખૂબ રહસ્ય ક્રિએટ કરે છે. આ ફિલ્મમાં દરેક પળે સસ્પેન્સ છે કે જે દર્શકોને છેક સુધી જકડી રાખશે અને ફિલ્મ જોતા વિચારેલો દરેક ભ્રમ ખોટો પડશે.

. ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો માયા ( સોનાલી લેલે દેસાઈ), 42 વર્ષની એક મહિલા, ડિમેન્શિયા નામની બીમારીથી પીડાય છે, જેના કારણે તેને ભૂતકાળની ઘટનાઓ યાદ રહેતી નથી. પણ જયારે તે પોતાની જ દીકરી શ્રદ્ધા (નિશ્મા સોની)  ની હત્યાની સાક્ષી બને છે, ત્યારે તેનું જીવન ઉથલપાથલ થઈ જાય છે. સમય માયા સામે કડકાઈથી ઊભો છે. માયાને તેની તૂટી ગયેલી યાદગિરીઓ ફરી સંકલિત કરી સત્ય શોધવુંજ પડશે… એ પહેલાં કે હત્યારો ગુમ થઈ જાય. ફિલ્મમાં મિત્ર ગઢવી માયાના કેરટેકર મેહુલની ભૂમિકામાં છે અને અભિનય બેંકર પોલીસમેનની ભૂમિકામાં જોવા મળશે કે જેઓ આ મર્ડર મિસ્ટ્રી ઈન્વેસ્ટિગેશન કરી રહ્યાં છે.

ભ્રમ’ માત્ર એક થ્રિલર નથી, પણ  માનવીય લાગણીઓથી ભરેલી એક ઇમોશનલ યાત્રા છે. આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં થ્રિલર અને ઇન્ટેન્સ ડ્રામાનો નવો માઇલસ્ટોન પુરો પાડવા જઈ રહી છે.જે રિલીઝ થઈ રહી છે 16મી મે, 2025થી સિનેમાઘરોમાં.