
વિશ્વગુરુ માત્ર એક ફિલ્મ નથી, તે ભારતના વિશ્વગુરુ બનવાના વિઝનને આધુનિક પ્રસ્તુતિ સાથે રજૂ કરતી એક દૃઢ દૃષ્ટિ છે.
ગુજરાતી સિનેમા જગતમાં એક નવું અધ્યાય જોડાતું જોઈ શકે છે, કેમ કે બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘વિશ્વગુરુ’ હવે 1 ઓગસ્ટ , 2025 ના રોજ સમગ્ર ભારતમાં રિલીઝ થવા જઈ રહી છે.
ફિલ્મ ‘વિશ્વગુરૂ’નું નિર્દેશન શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર એ કર્યું છે જ્યારે ફિલ્મના નિર્માતા છે સતીશ પટેલ (સુક્રિત પ્રોડક્શન ) અને લેખનનું કાર્ય કિર્તિ ભાઈ તથા અતુલ સોનીએ સંભાળ્યું છે. ફિલ્મ માં મેહુલ સુરતી એ મ્યુઝિક આપ્યું છે. ફિલ્મના એક્ઝીક્યુટિવ પ્રોડ્યુસર છે કશ્યપ કપટા . ફિલ્મમાં ગૌરવ પાસવાલા , કૃષ્ણ ભરદ્વાજ, મુકેશ ખન્ના, , પ્રશાંત બરોટ, મકરંદ શુક્લ, સોનુ ચંદ્રપાલ, શ્રદ્ધા ડાંગર, હિના જયકિશન, રાજીવ મહેતા, ધર્મેશ વ્યાસ, જાની ભાવિની ચેતન દૈયા સોનાલી લેલે અને કુરૂષ દેબૂ જેવા પ્રતિભાશાળી કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે, જેઓ દરેક પાત્રમાં જીવંત અભિનય દ્વારા ફિલ્મને સશક્ત બનાવશે.
વિશ્વગુરુ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ, જ્ઞાન અને મૂલ્યોને આધુનિક રીતે રજૂ કરતી એક દૃઢ દૃષ્ટિ છે. ફિલ્મના સંગીત, સિનેમેટોગ્રાફી અને સંપાદન જેવા ટેક્નિકલ પાસાઓ પર વિશેષ ધ્યાન અપાયું છે જેથી દર્શકોને એક શ્રેષ્ઠ અનુભવ મળી શકે.
આ ફિલ્મને રુપમ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા રાષ્ટ્રીય સ્તરે વિતરણ અપાશે, જેનાથી ગુજરાત ઉપરાંત સમગ્ર ભારતમાં પ્રેક્ષકો સુધી ફિલ્મ પહોંચી શકશે. વિશ્વગુરુ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એક મહત્વની ઝાંખી બની રહેશે એવી સમગ્ર ટીમને આશા છે.
“વિશ્વગુરુ” એવી કહાની છે જ્યાં દરેક પાત્ર પોતાના રીતે સાચું છે. વિચારધારાની ટકરાવ વચ્ચે શું સાચું અને શું ખોટું એ નિર્ધારિત કરવું કેટલું મુશ્કેલ છે – તે ફિલ્મનું કેન્દ્રબિંદુ છે. સમાજ, રાજકારણ અને વ્યક્તિગત મક્કમતાઓ વચ્ચેના ઘર્ષણને દર્શાવતી આ ફિલ્મ તમારી અંદર પ્રશ્નો ઊભા કરશે.

More Stories
Divine Unveiling of the First Look Poster of the First Gujarati Pan-India Film ‘Shree Kesari Nandan’ at Shree Kashtbhanjan Dev Sarangpur Dham
જુહી દેસાઈ દ્વારા નિર્મિત, ગુજરાતી અર્બન ફિલ્મ “કુકા ઈઝ મની કેશ” ગ્રાન્ડ સેલિબ્રેશનમાં હાઈ-એનર્જી ટ્રેલર અને ગીતો લોન્ચ
‘દ્વાન પ્રોડક્શન’ દ્વારા નવી ગુજરાતી ફિલ્મનું શુભ મુહૂર્ત