
મુળી, ગુજરાત | જૂન 2025 : ગુજરાતી ફિલ્મ જગત એક નવી સાહસિક યાત્રાની તૈયારીમાં છે – “બેહરૂપીયો”, એક અનોખી ફોકલોર હોરર ફિલ્મ, જેને દિગ્દર્શન આપી રહ્યા છે રાજા સંજય ચોકસી. તેઓ પહેલાં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એક સફળ એડિટર તરીકે કાર્યરત રહ્યા છે અને હવે ‘બેહરૂપીયો’ દ્વારા પોતાના દિગ્દર્શક તરીકેના અભિયાનની શરૂઆત કરી રહ્યા છે.
પ્રોડકશન હાઉસ અને ટીમ: આ ફિલ્મનું નિર્માણ કૌશિકભાઈ પટેલ અને હાર્દિક પટેલ દ્વારા થઈ રહ્યું છે, સહ-નિર્માતા તરીકે કલાવતી કાંતિલાલ ઉપાધ્યાય, વર્ષા સંજય ચોકસી, રાકેશ કાંતિલાલ ઉપાધ્યાય, રાજા સંજય ચોકસી જોડાયા છે,જે સવનાથ એન્ટરટેઇનમેન્ટ અને આરએસસી ફિલ્મ્સના સહયોગથી રજૂ કરી રહ્યા છે. ફિલ્મના ક્રિએટિવ ડિરેક્ટર તરીકે રાકેશભાઈ ઉપાધ્યાય જોડાયા છે, જેમનું હિન્દી, સાઉથ અને ઈંગ્લિશ સિનેમામાં સમૃદ્ધ અનુભવ હવે પહેલીવાર ગુજરાતી ફિલ્મ માટે નવા દ્રષ્ટિકોણ લાવશે.
લેખન અને ટેક્નિકલ ટીમ: ફિલ્મની વાર્તા ખુદ દિગ્દર્શક રાજા સંજય ચોકસીની કલમે રચાઈ છે, જ્યારે સ્ક્રીનપ્લે તેમણે કપિલ સહેત્યાં સાથે મળી લખ્યું છે. ડાયલોગ્સ પણ કપિલ સહેત્યાં દ્વારા લખાયા છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી સુમન શાહુ સંભાળી રહ્યા છે, જ્યારે મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોરની જવાબદારી અથર્વ સંજય જોશી અને વત્સલ જોશી ઉપર છે.
કલાકાર વિહંગાવલોકન: ફિલ્મમાં કિંજલ રાજપરિયા, ડેનિશા ઘુમરા, આશી મા, જયેશ મોરે અને મૌલિક ચૌહાણ જેવા પ્રતિભાશાળી કલાકાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
શૂટિંગ અને રીલીઝ: ‘બેહરૂપીયો’નું શૂટિંગ 20 મે 2025થી મુળી, સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાકૃતિક અને ઐતિહાસિક લોકેશન પર શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મને ગુજરાતી અને હિન્દી – બંને ભાષાઓમાં રીલીઝ કરવાની યોજના છે.
સાંસ્કૃતિક વારસો અને હોરરનો સંઘર્ષ:
‘બેહરૂપીયો’ માત્ર હોરર ફિલ્મ નથી, તે અંધશ્રદ્ધા, કુપ્રથાઓ પર બનેલ કાલ્પનિક લોકકથાઓ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહસ્યો અને માન્યતાઓને આધુનિક સ્ક્રિન પર લાવવાનો પ્રયાસ છે.
અત્રે ‘બેહરૂપીયો’ સાથે ગુજરાતી સિનેમાને મળ્યો છે એક નવો જ રંગ – ભય, રહસ્ય અને સંસ્કૃતિનો અનોખો મિક્ષચર.

More Stories
Divine Unveiling of the First Look Poster of the First Gujarati Pan-India Film ‘Shree Kesari Nandan’ at Shree Kashtbhanjan Dev Sarangpur Dham
જુહી દેસાઈ દ્વારા નિર્મિત, ગુજરાતી અર્બન ફિલ્મ “કુકા ઈઝ મની કેશ” ગ્રાન્ડ સેલિબ્રેશનમાં હાઈ-એનર્જી ટ્રેલર અને ગીતો લોન્ચ
‘દ્વાન પ્રોડક્શન’ દ્વારા નવી ગુજરાતી ફિલ્મનું શુભ મુહૂર્ત