- ફિલ્મ “વિશ્વગુરૂ”માં કૃષ્ણ ભરદ્વાજ “રુદ્ર” બની ભજવશે આધુનિક યુગના નાયકનો અવતાર
અમદાવાદ — ગુજરાતી સિનેમાને એક નવી દિશા આપતી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ 1 ઓગસ્ટ, 2025ના રોજ દર્શકો સમક્ષ રજૂ થવા જઈ રહી છે. ફિલ્મમાં ટેલિવિઝન જગતના લોકપ્રિય અને કુશળ અભિનેતા કૃષ્ણ ભરદ્વાજ ‘રૂદ્ર’ના પાત્રમાં જોવા મળશે.
‘વિશ્વગુરુ’ માત્ર એક ફિલ્મ નથી, તે માનવીય મૂલ્યો, આત્મબળ અને રાષ્ટ્રપ્રેમનો જીવંત સંદેશ છે. કૃષ્ણ ભરદ્વાજનું પાત્ર ‘રૂદ્ર’ એ ધર્મ માટે શૂરવીરતાથી લડનાર એક એવા યુવાનનું પ્રતિનિધિત્વ કરે છે, જે સમાજમાં બદલાવ લાવવાનું સપનું જોઈ રહ્યો છે.
ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું કે: “વિશ્વગુરુ ફિલ્મ ભારતીય સંસ્કૃતિ, જ્ઞાન અને મૂલ્યોને આધુનિક રીતે રજૂ કરતી એક દૃઢ દૃષ્ટિ છે. રૂદ્ર એ માત્ર પાત્ર નહીં, પણ આધુનિક યુગના એક એવું પ્રતીક છે, જે સાચા માર્ગે ચાલવાનો સંકલ્પ લે છે અને દરેક પડકારનો સામનો નિર્ભયતાથી કરે છે.”
પાત્ર અંગે પોતાનો અનુભવ જણાવતાં કૃષ્ણ ભરદ્વાજે કહ્યું, “મારું પાત્ર રુદ્રનું છે જેના માટે આંતરિક શક્તિ અને મૌલિક મૂલ્યો જરૂરી છે. આ પાત્ર સાથે મારી આત્મા જોડાઈ ગઈ હતી.”
ફિલ્મ ‘વિશ્વગુરૂ’નું નિર્દેશન શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર એ કર્યું છે જ્યારે ફિલ્મના નિર્માતા છે સતીશ પટેલ (સુક્રિત પ્રોડક્શન ) અને લેખનનું કાર્ય કિર્તિ ભાઈ તથા અતુલ સોનીએ સંભાળ્યું છે. ફિલ્મ માં મેહુલ સુરતી એ મ્યુઝિક આપ્યું છે. ફિલ્મના એક્ઝીક્યુટિવ પ્રોડ્યુસર છે કશ્યપ કપટા. ફિલ્મમાં ગૌરવ પાસવાલા , કૃષ્ણ ભરદ્વાજ, મુકેશ ખન્ના, પ્રશાંત બરોટ, મકરંદ શુક્લ, સોનુ ચંદ્રપાલ, શ્રદ્ધા ડાંગર, હિના જયકિશન, રાજીવ મહેતા, ધર્મેશ વ્યાસ, જાની ભાવિની ચેતન દૈયા સોનાલી લેલે અને કુરૂષ દેબૂ જેવા પ્રતિભાશાળી કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે, જેઓ દરેક પાત્રમાં જીવંત અભિનય દ્વારા ફિલ્મને સશક્ત બનાવશે.
દર્શકો આ ફિલ્મ રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, વિશ્વગુરુ ફિલ્મ 1 ઓગસ્ટ 2025થી દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
More Stories
શ્રદ્ધા ડાંગરનો સંસ્કાર ભર્યો અવતાર ‘ચિત્રા’ રૂપે, વિશ્વગુરુ 1 ઓગસ્ટે થશે રિલીઝ
બહુ પ્રતિક્ષિત સોશિયલ કોમેડી ગુજરાતી ફિલ્મ “મહારાણી” નું ટીઝર થયું રિલીઝ
ડેડા” – જ્યાં દરેક પિતા જોઈ શકે છે પોતાનું પ્રતિબિંબ