October 15, 2025

 ઇંદિરા આઈવીએફ ફર્ટિલિટી ક્લિનિક પાલનપુર, ગુજરાતનો શુભારંભ

નિસંતાનતા સારવારના ક્ષેત્રમાં કાર્યરત ઇંદિરા આઈવીએફ હોસ્પિટલ લિમિટેડે ગુજરાતમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવતી વખતે પાલનપુર ખાતે નવી ફર્ટિલિટી ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવું સેન્ટર અરુણ એવન્યુ, બીજી મંજિલ, સ્વસ્તિક હાઈસ્કૂલ સામે, આબુ રોડ હાઈવે, પાલનપુર (બનાસકાંઠા), ગુજરાત ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરનો ઉદ્દેશ સંતાનસુખની ઈચ્છા ધરાવતાં દંપતીઓને પ્રજનન સારવાર તથા ડાયગ્નોસ્ટિક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.

ઉદ્ઘાટનના શુભ અવસરે અનેક ગણમાન્ય મહેમાનોની હાજરી રહી હતી, જેમાં પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, બનાસ મેડિકલ કોલેજ તથા રિસેર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મોરિયા, પાલનપુર ના ચેરમેન અને બનાસ ડેરી, પાલનપુર ના ડાઇરેક્ટર , શ્રી પારથી ભાઈ ચૌધરી, ઈન્દિરા આઈવીએફ, અમદાવાદના સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. પાર્થ ડી. જોશી અને પાલનપુર સેન્ટરના હેડ ડૉ. પાર્થ જે. જોશી ઉપસ્થિત રહ્યા.

આ અવસરે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ફર્ટિલિટી હેલ્થને લઈને જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે, છતાં ઘણા લોકો હજુ પણ સારવાર માટે મોડું કરે છે. આશા છે કે આ નવું સેન્ટર તેમને સમયસર જાણકારી,માર્ગદર્શન અને નિષ્ણાત સહાયતા આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

શ્રી પાર્થીભાઈ ચૌધરીએ શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે પાલનપુર જેવા ઝડપી વિકસતા વિસ્તારમાં ફર્ટિલિટી સેવાઓની માંગ સતત વધી રહી છે. આવા વિસ્તારમાં આવું ક્લિનિક શરૂ થવું, સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી જરૂરી પહેલ છે, જે લોકો સુધી સમયસર નિસંતાનતા સારવાર પહોંચાડશે.



ઈન્દિરા આઈવીએફ, અમદાવાદના સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. પાર્થ ડી. જોશીએ જણાવ્યું કે અમારે અહીં ફર્ટિલિટી સારવારની વધતી માંગનો અનુભવ થયો છે. આ નવું સેન્ટર અનુભવી અને સમર્પિત ટીમ સાથે ગુણવત્તાયુક્ત સેવા આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

પાલનપુર સેન્ટરના હેડ ડૉ. પાર્થ જે. જોશીએ જણાવ્યું કે માતા-પિતા બનવાની યાત્રા ઘણીવાર માનસિક અને ભાવનાત્મક રીતે પડકારજનક હોય છે. અમારા પ્રયાસો છે કે અમે દરેક તબક્કે દર્દીઓને સંપૂર્ણ માહિતી, વિશ્વાસ અને ટેકો આપીએ જેથી તેઓ નિર્ભયતાથી આગળ વધી શકે.

ઈન્દિરા આઈવીએફ પાલનપુર સેન્ટર, દેશભરના 169થી વધુ ક્લિનિક નેટવર્કનો ભાગ બનીને, ગુજરાતના આ ઝડપથી વિકસતા વિસ્તારમાં પ્રજનન સારવારને વધુ સુલભ બનાવશે. આ વિસ્તરણ જરૂરીયાતમંદ દર્દીઓ સુધી સમયસર અસરકારક ફર્ટિલિટી કેર પહોંચાડવાની ઈન્દિરા આઈવીએફની પ્રતિબદ્ધતા દર્શાવે છે.