November 14, 2025

ટેકડી સાઇબર સિક્યુરિટીની અર્ધ વાર્ષિક આવકમાં 49% નો વધારો; વૈશ્વિક સ્તરે વિસ્તરણની દિશામાં મોટો પગલુ

અમદાવાદ : સૌથી ઝડપથી વિકસતી લિસ્ટેડ સાઇબરસિક્યુરિટી કંપનીઓમાંની એક એવી ટેકડી સાઇબરસિક્યુરિટી લિમિટેડે  નાંણાકિય વર્ષ 2025–26ના પ્રથમ અર્ધવાર્ષિક (H1) માટે ઉત્તમ આર્થિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ મજબૂત આવક વૃદ્ધિ, રેકોર્ડ નફાકારકતા, વૈશ્વિક વિસ્તરણ અને નવા અનુરૂપતા ધોરણોમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ સમયગાળામાં કંપનીએ ₹1,8.18 કરોડની ઓપરેશનલ આવક નોંધાવી, જે ગયા વર્ષ કરતાં 41% વધારે છે, જ્યારે કર બાદનો નફો (PAT) ₹6,36 કરોડ રહ્યો હતા. જે વાર્ષિક સરખામણીમાં 49% નો  વધારો દર્શાવે છે. EBITDA પણ 44% વધીને ₹8.98 કરોડ સુધી પહોંચ્યો, જે ઓપરેશનલ ક્ષમતાનું પ્રતિબિંબ છે. IPO પછી કંપનીની નેટવર્થ ત્રિગુણી વધીને ₹6,4.22.37 કરોડ સુધી પહોંચી છે.

ટેકડી સાઇબરસિક્યુરિટી લિમિટેડે, ટેક ડિફેન્સના મેનેજીંગ ડિરેકટર, સન્ની વાઘેલાએ જણાવ્યુંહતું કે, “ટેકડી સાઇબર વેલી અમારા મેનેજ્ડ-સિક્યુરિટી સર્વિસિસમાં ક્રાંતિ લાવશે. GIFT City સબસિડિયરીની મંજૂરી, નવી પ્રમાણિતતાઓ અને વૈશ્વિક ટીમો જોડાતી હોવાથી, ટેકડી હવે રાષ્ટ્રીય નેતા પરથી વૈશ્વિક સાઇબરસિક્યુરિટી પાવરહાઉસ બનવાની દિશામાં આગળ વધી રહી છે.” પ્રખ્યાત રોકાણકાર શ્રી વિજય કેડિયા ટેકડી સાઇબરસિક્યુરિટી લિમિટેડમાં 5.6% હિસ્સેદાર તરીકે જોડાયેલા છે

આ વૃદ્ધિનો મુખ્ય આધાર કંપનીના SOC as a Service, Managed Security Services (MSSP) અને Cyber Program Management જેવા ઉચ્ચ-માર્જિન બિઝનેસ વિભાગો રહ્યા છે, જે BFSI, ફિનટેક અને ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં કંપનીના મજબૂત સ્થાનને દર્શાવે છે.

ટેકડીએ આ અડધા વર્ષમાં 90 નવા એન્ટરપ્રાઇઝ ગ્રાહકો ઉમેર્યા, જેના પરિણામે તેની કુલ ક્લાયંટ બેઝ 500 થી વધુ સંસ્થાઓ સુધી પહોંચી. ગ્રાહક સંતોષના ક્ષેત્રે પણ કંપનીએ Net Promoter Score (NPS) 95.6% હાંસલ કર્યો અને 90% થી વધુ રિન્યુઅલ રેટ જાળવી રાખ્યો.

સાઇબરસિક્યુરિટી ક્ષેત્રમાં વિશ્વસનીયતા વધારવાના ભાગરૂપે કંપનીએ બે મહત્વપૂર્ણ પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા —

SOC 2 Type 2 Certification અને CERT-In એમ્પેનલમેન્ટનું 2028 સુધી રીન્યુઅલ, જે તેના ડેટા સુરક્ષા અને નિયમનાત્મક અનુરૂપતાના નેતૃત્વને મજબૂત બનાવે છે.

બોર્ડ દ્વારા તાજેતરમાં GIFT City (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી) માં સંપૂર્ણ માલિકીની એક નવા સબસિડિયરીની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે, જે અમેરિકા, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં આંતરરાષ્ટ્રીય વ્યવસાયને વેગ આપશે.

સાથે સાથે, કંપનીએ ટેકડી સાઇબર વેલી – ગ્લોબલ સિક્યુરિટી ઓપરેશન સેન્ટર (GSOC) અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર તરીકેના મેગા પ્રોજેક્ટનું કાર્ય અમદાવાદમાં શરૂ કર્યું છે, જે નવી પેઢીની મેનેજ્ડ સિક્યુરિટી, ઓટોમેશન અને ઇન્ટેલિજન્સ આધારિત સાઇબર ડિફેન્સ માટેનું કેન્દ્રીય હબ બનશે.કંપનીની આંતરરાષ્ટ્રીય આવકનો હિસ્સો હવે 21% પર પહોંચી ગયો છે, જે ગયા વર્ષે 15% હતો — જે વૈશ્વિક સ્તરે મજબૂત વૃદ્ધિ દર્શાવે છે.

ટેકડી સાઇબરસિક્યુરિટીએ સપ્ટેમ્બર 2025માં પોતાના IPO સાથે ઈતિહાસ રચ્યો — 718 ગણું ઓવરસબસ્ક્રાઇબ, કુલ ₹18,632 કરોડની માંગ, અને NSE Emerge પર ₹193 ની ઇશ્યૂ કિંમત સામે ₹366 પર 90% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ મેળવી, જે આ વર્ષના સૌથી સફળ SME IPOમાંનું એક ગણાય છે.

કંપની હાલમાં અમદાવાદમાં “ટેકડી સાઇબર વેલી” પ્રોજેક્ટ વિકસાવી રહી છે, જે ભારતનું સૌથી મોટું ઇન્ટિગ્રેટેડ સાઇબરસિક્યુરિટી ઈકોસિસ્ટમ બની રહેશે અને વૈશ્વિક ક્ષમતાઓ માટે નવો ધોરણ સ્થાપિત કરશે.