આધુનિક જીવનશૈલી, આધ્યાત્મિકતા અને વર્લ્ડ-ક્લાસ સુવિધાઓનું અનોખું સંગમ
અમદાવાદ, 1 જૂન 2026 : લક્ષ્મી ગોલ્ડોર્ના હાઉસ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલ મહત્ત્વાકાંક્ષી રહેણાંક પ્રોજેક્ટ ‘ધ યુનિવર્સ બાય લક્ષ્મી’ નું ભવ્ય લોન્ચિંગ અમદાવાદ ખાતે યોજાયું હતું.
કાર્યક્રમમાં મહાનુભાવો, ઉદ્યોગજગતના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ, ચેનલ પાર્ટનર્સ, ગ્રાહકો તથા શુભેચ્છકોની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી.
“ધ યુનિવર્સ બાય લક્ષ્મી માત્ર એક રહેણાંક પ્રોજેક્ટ નથી, પરંતુ આધુનિક જીવનશૈલી, હરિયાળી, આધ્યાત્મિકતા અને વર્લ્ડ-ક્લાસ સુવિધાઓનું અનોખું સંગમ છે. અમારો હેતુ અમદાવાદને એક એવી પ્રીમિયમ ડેવલપમેન્ટ આપવાનો છે જ્યાં ગુણવત્તા, સુવિધા, સમુદાય આધારિત જીવન અને લાંબા ગાળાના મૂલ્યનો શ્રેષ્ઠ સમન્વય જોવા મળે.”- જયેશ શાહ એ જણાવ્યું હતું.
અમદાવાદના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવેલ ‘ધ યુનિવર્સ બાય લક્ષ્મી’ આધુનિક જીવનશૈલી, હરિયાળી, આધ્યાત્મિકતા અને પ્રીમિયમ સુવિધાઓનું અનોખું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
પ્રોજેક્ટની વિશેષતાઓમાં 1,00,000 ચોરસ ફૂટ પોડિયમ લાઇફસ્ટાઇલ, 3 રોડ કોર્નર લોકેશન, 2 એલોટેડ પાર્કિંગ પ્રતિ નિવાસ, 10.9 ફૂટ ઊંચાઈના રહેણાંક ફ્લોર, બેન્ક્વેટ હોલ તથા વિવિધ લાઇફસ્ટાઇલ સુવિધાઓનો સમાવેશ થાય છે.
પ્રોજેક્ટમાં સ્વિમિંગ પૂલ, આધુનિક જીમ્નેશિયમ, હોમ થિયેટર, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ ઝોન, લેન્ડસ્કેપ ગાર્ડન, ગ્રીન ફોરેસ્ટ ઝોન, બાળકો માટે પ્લે એરિયા તથા પરિવારકેન્દ્રિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ઉપરાંત શિખર દેરાસર, શ્રાવક ઉપાશ્રય, શ્રાવિકા ઉપાશ્રય, આયંબિલશાળા, પાઠશાળા, કાર્યાલય તથા શિવ મંદિર જેવી વિશેષ સુવિધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

More Stories
BPCL અને અકાસા એર ભારતમાં સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF)ના અપનાવાને પ્રોત્સાહન આપવા વ્યૂહાત્મક ભાગીદારી કરે છે
અમદાવાદના સિંધુ ભવન માર્ગ પર ‘સેલ્વેરા સ્ટુડિયો’ (Selverra Studio) નું ભવ્ય ઉદ્ઘાટન, ઉદયપુરના મહારાજા ડો. લક્ષ્યરાજ સિંહ મેવાડ રહ્યા ઉપસ્થિત
રિજનલ પ્લેટફોર્મથી મિલિયન્સ વ્યુઝ સુધી: ધ્રુવિન શાહના વિઝનરી નેતૃત્વ હેઠળ ‘JOJO એપ’ એ ગ્લોબલ ગુજરાતી મનોરંજનમાં સર્જ્યો નવો ઈતિહાસ