December 4, 2025

ઇન્દિરા આઈવીએફનું ગુજરાતમાં નવું સેન્ટર ગાંધીનગરમાં શરૂ.

ગાંધીનગર: ઇન્દિરા આઈવીએફ હોસ્પિટલ લિમિટેડ (ઇન્દિરા આઈવીએફ)એ ગાંધીનગરમાં પોતાના નવા ફર્ટિલિટી ક્લિનિકની શરૂઆત કરી છે. દેશભરમાં રીપ્રોડક્ટિવ હેલ્થકેર સેવાઓના પોતાના વિસ્તૃત નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટેનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. નવું ક્લિનિક રાધે ઇન્ફિનિટી, રક્ષા શક્તિ સર્કલ, કુડાસણ, ગાંધીનગર શરૂ કરવામાં આવ્યું છે. તેનો હેતુ વિસ્તારના લોકો અને દંપતિઓને વિશ્વસનીય અને સરળ ફર્ટિલિટી સેવાઓ પ્રદાન કરવાનો છે.

ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હાજર રહ્યા. આ પ્રસંગે ગાંધીનગર ના મેયર મીરા પટેલ, આઈએમએ અધ્યક્ષ ડૉ. રશ્મિન બી. પ્રજાપતિ, ગાંધીનગર ભાજપ અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, સિનિયર એમડી ગાયનેકોલોજિસ્ટ ડૉ. વિરલ લુહાર, તેમજ ઇન્દિરા આઈવીએફ અમદાવાદના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. પાર્થ જોષી અને ઇન્દિરા આઈવીએફ ગાંધીનગરની સેન્ટર હેડ ડૉ. પલક જાદવ ઉપસ્થિત રહ્યા.

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, “ગાંધીનગરમાં ઇન્દિરા આઈવીએફનું ઉદ્ઘાટન તે પરિવારો માટે એક સકારાત્મક પગલું છે, જે ફર્ટિલિટી કેરની શોધમાં છે. ઘણા દંપતિઓને સારવાર માટે લાંબી મુસાફરી કરવી પડે છે, ત્યારે શહેરમાં જ આ સુવિધા ઉપલબ્ધ થવાથી તેમને સુવિધા અને વિશ્વાસ બંને મળશે. ગુણવત્તાયુક્ત હેલ્થકેર સેવાઓ સુધી પહોંચ જરૂરી છે અને આ સેન્ટર તે દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.”

ઇન્દિરા આઈવીએફના મેનેજિંગ ડિરેક્ટર નિતિજ મુર્ડિયાએ જણાવ્યું કે, “અમારું દરેક નવું સેન્ટર એ દર્શાવે છે કે ફર્ટિલિટી કેર સૌ માટે સરળ અને ઉપલબ્ધ હોવી જોઈએ. ગાંધીનગર ક્લિનિક અમારી ગુજરાતમાં હાજરીને મજબૂત કરશે અને દંપતિઓને તેમના ઘર નજીક સારવારનો વિકલ્પ આપશે. અમારો હેતુ દરેક દર્દીને સહયોગ, સંપૂર્ણ માહિતી અને આત્મવિશ્વાસ સાથે તેમની ફર્ટિલિટી યાત્રામાં આગળ વધવામાં મદદ કરવાનો છે.”

મેયર મીરા પટેલે જણાવ્યું કે, “નિઃસંતાનતા ઘણીવાર એક મૌન સંઘર્ષ હોય છે. આવા સેન્ટર પરિવારોને સમયસર તબીબી સહાય મેળવવાનો આત્મવિશ્વાસ આપે છે. અમારા શહેરમાં સેવાઓનો વિસ્તાર જોવો આનંદદાયક છે, જે વૈજ્ઞાનિક નિષ્ણાતતા અને વિશેષ કાળજી બંને પ્રદાન કરે છે.”

આઈએમએ અધ્યક્ષ ડૉ. રશ્મિન બી. પ્રજાપતિએ જણાવ્યું કે, “રીપ્રોડક્ટિવ હેલ્થ અંગે જાગૃતિ વધી રહી છે, પરંતુ ઘણા લોકો પહેલું પગલું ભરવામાં હચકાય છે. ગાંધીનગરમાં એક સમર્પિત ફર્ટિલિટી સેન્ટર આ અંતરને ઘટાડશે અને દંપતિઓને યોગ્ય સમયે માર્ગદર્શન લેવા પ્રોત્સાહિત કરશે.”

ગાંધીનગર ભાજપ અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવેએ જણાવ્યું કે, “હેલ્થકેર સેવાઓને ટિયર-2 શહેરોની નજીક લાવવું મહત્વપૂર્ણ છે. આ ક્લિનિકનું ઉદ્ઘાટન એ સુનિશ્ચિત કરશે કે અહીંના પરિવારોને મોટા શહેરોમાં જવાની જરૂર વગર વિશ્વસનીય ફર્ટિલિટી કેર મળી શકે.”

સિનિયર એમડી ગાયનેકોલોજિસ્ટ ડૉ. વિરલ લુહારએ જણાવ્યું કે, “દરેક ફર્ટિલિટી યાત્રામાં માહિતી અને સહયોગ બંને જરૂરી છે. આ સેન્ટર સાથે ગાંધીનગરના દંપતિઓ એક પેશન્ટ-ફ્રેન્ડલી વાતાવરણની અપેક્ષા રાખી શકે છે, જ્યાં કાળજીના મુખ્ય હેતુ પારદર્શિતા, સુવિધા અને માર્ગદર્શન હશે.”

ઇન્દિરા આઈવીએફ અમદાવાદના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. પાર્થ જોષી એ જણાવ્યું કે, “દરેક નવું સેન્ટર અમારી સરળ ફર્ટિલિટી કેરની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે. ગાંધીનગર હવે અમારા નેટવર્કનો ભાગ છે અને અમે વધુ દંપતિઓને સારવાર

અને પોતાના અપનાપન સાથે સહયોગ આપવા તૈયાર છીએ.”

સેન્ટર હેડ ડૉ. પલક જાદવે જણાવ્યું કે, “અમારો ફોકસ દર્દીઓને તેમના માટેના સારવાર વિકલ્પ સમજાવવા અને દરેક સ્ટેજ પર સહયોગ આપવા પર છે. ફર્ટિલિટી ટ્રીટમેન્ટ ઉત્સાહજનક અથવા પડકારજનક હોઈ શકે છે, અને અમારો હેતુ આ અનુભવને સ્પષ્ટ, માહિતીસભર અને આશ્વાસક બનાવવાનો છે.”

31 માર્ચ, 2025 સુધી ભારતમાં 169 ક્લિનિકોના નેટવર્ક સાથે, ઇન્દિરા આઈવીએફનું આ નવું ગાંધીનગર સેન્ટર રીપ્રોડક્ટિવ કેર સુધી પહોંચ સુધારવા માટેનું એક વધુ મહત્વપૂર્ણ પગલું છે. આ વિસ્તરણ વિવિધ પ્રકારની પ્રજા ની જરૂરિયાતોને પૂરી કરવા, સમયસર માહિતી આપવા અને ફર્ટિલિટી હેલ્થ અંગે જાગૃતિ વધારવામાં મદદ કરશે.

ઇન્દિરા આઈવીએફ વિશે

ઇન્દિરા આઈવીએફ હોસ્પિટલ લિમિટેડ પુરુષ અને સ્ત્રી નિઃસંતાનતા માટે ફર્ટિલિટી અને સહાયક રીપ્રોડક્ટિવ સેવાઓની વ્યાપક શ્રેણી પ્રદાન કરે છે, જેમાં ઇન્ટ્રાયૂટેરાઇન ઇન્સેમિનેશન (IUI), ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF), ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન (ICSI) સહિત ફર્ટિલિટી વધારતી સર્જરી, પુરુષો અને સ્ત્રીઓ માટે ડોનર પ્રોગ્રામ, શુક્રાણુ/અંડાણુ/એમ્બ્રિયો ફ્રીઝિંગ, ડાયગ્નોસ્ટિક પ્રક્રિયાઓ અને ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ દવાઓનો સમાવેશ થાય છે. ઇન્દિરા આઈવીએફ સતત જાગૃતિ, પહોંચ અને વિશ્વસનીયતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

સુરક્ષિત અને સંરક્ષિત વાતાવરણ પ્રદાન કરવા માટે, ઇન્દિરા આઈવીએફ ક્લોઝ્ડ વર્કિંગ ચેમ્બર્સ, RFID ટ્રેકિંગ અને ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ (EMR) જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. કાળજી સાથે, તે નેશનલ બોર્ડ ઓફ એજ્યુકેશનથી માન્યતા પ્રાપ્ત ફેલોશિપ પ્રોગ્રામ દ્વારા ભવિષ્યના ફર્ટિલિટી સ્પેશ્યાલિસ્ટ અને એમ્બ્રિયોલોજિસ્ટને તાલીમ આપવા માટે ઇન્દિરા ફર્ટિલિટી અકેડમીનું સંચાલન કરે છે.

ઈન્દિરા IVF પારદર્શકતા અને સેન્ટર સુધી ની પહોંચ પર ભાર મૂકે છે, જેથી તમામ દર્દીઓને તેના ક્લિનિક નેટવર્કમાં વિશ્વસનીય કાળજી મળી રહે.

For more information, visit: www.indiraivf.com