- 9 દેશોના 48 ખેલાડીઓએ PSA વર્લ્ડ રેન્કિંગ પોઈન્ટ્સ મેળવવા માટે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો
અમદાવાદ, 31 જાન્યુઆરી, 2026: પાંચ દિવસીય ટોપ ટીયર ઈન્ટરનેશનલ કોમ્પિટિશન બાદ, અમદાવાદ ખાતે આયોજિત ‘ એચસીએલ સ્ક્વોશ પીએસએ ચેલેન્જર ટૂર’નો આજે બેલવેડિયર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં સમાપન થયું. 27 એચસીએલ થી 31 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આ ટુર્નામેન્ટમાં 9 દેશોના 48 શ્રેષ્ઠ સ્ક્વોશ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં રમતવીરોએ પીએસએ વર્લ્ડ રેન્કિંગ પોઈન્ટ્સ મેળવવા માટે અત્યંત રોમાંચક અને તીવ્ર સ્પર્ધા કરી હતી. ચેન્નાઈ, જયપુર, મુંબઈ અને બેંગલુરુના સફળ તબક્કાઓ બાદ, આ ઈવેન્ટ દ્વારા ‘ એચસીએલ સ્ક્વોશ ઇન્ડિયન ટૂર’ સર્કિટમાં અમદાવાદનું પ્રથમ વખત આગમન થયું છે, જેણે પ્રોફેશનલ સ્પોર્ટ્સ માટેના ડેસ્ટિનેશન તરીકે શહેરની વધતી જતી પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે. ઇજિપ્ત, મલેશિયા, હોંગકોંગ, શ્રીલંકા, બ્રુનેઈ, માલ્ટા, ઈરાન અને ભારતના ખેલાડીઓએ પુરૂષ અને મહિલા બંને વર્ગમાં અનોખી ખેલદિલી, વ્યૂહાત્મક કૌશલ્ય અને કોમ્પિટિટિવ સ્પિરિટ પ્રદર્શિત કર્યું.
એચસીએલ ગ્રુપના બ્રાન્ડ એન્ડ સ્ટ્રેટેજીના એવીપી અને હેડ, રજત ચાંદોલિયાએ જણાવ્યું હતું કે, “એચસીએલ સ્ક્વોશ ઇન્ડિયન ટૂરમાં અમદાવાદનો તબક્કો એક શક્તિશાળી ઉમેરો રહ્યો છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ હું તમામ વિજેતાઓને અભિનંદન પાઠવું છું. સ્પર્ધાની ગુણવત્તા અને ખેલાડીઓ તરફથી મળેલો પ્રતિસાદ એ વાતની પુષ્ટિ કરે છે કે આ ટૂરનો નવા શહેરોમાં વિસ્તાર કરવો શા માટે મહત્વપૂર્ણ છે. એચસીએલમાં, અમારું ધ્યાન સતત ઉચ્ચ પ્રદર્શનની તકો પૂરી પાડવા પર છે, જે ભારતીય ખેલાડીઓને વૈશ્વિક મંચ પર સફળતા મેળવવા અને 2028 ઓલિમ્પિક સુધીના માર્ગ માટે તૈયાર કરે.”
ઓલ ગુજરાત રેકેટ એસોસિએશનના જનરલ સેક્રેટરી, ભાનુ પ્રતાપ સિંહએ ઉમેર્યું હતું કે, “અમદાવાદમાં પીએસએ ઈવેન્ટનું આયોજન એ ભારતના સ્થાનિક સ્ક્વોશ ઈકોસિસ્ટમના સતત થઈ રહેલા વિકાસને પ્રતિબિંબિત કરે છે. એચસીએલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) અને મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ & સ્પોર્ટ્સના સતત સહયોગથી, આ ટૂર ભારતીય રમતવીરોને લાંબા ગાળાની સફળતા માટે જરૂરી કોમ્પિટિટિવ ડેપ્થ અને ઈન્ટરનેશનલ એક્સપોઝર પૂરું પાડી રહી છે.”
મહિલા સિંગલ્સની ફાઈનલમાં, ઇજિપ્તની ફરીદા વાલિદે ભારતની તન્વી ખન્નાને 9-11, 13-15, 11-8, 12-10, 11-5 ના સ્કોરથી હરાવી ટાઇટલ જીત્યું હતું. બીજી તરફ, પુરુષોની ફાઈનલમાં ઇજિપ્તના સેફ રિફાઈએ પોતાના જ દેશના હાઝેમ હોસમને 11-4, 11-7, 11-4 ના સ્કોરથી પરાજય આપ્યો હતો. નોંધનીય છે કે, સેફ રિફાઈ તાજેતરમાં યોજાયેલી બ્રિટિશ ઓપન (U-19) નો પણ વિજેતા રહ્યો હતો.
ભારતીય ખેલાડીઓએ ઘરઆંગણે પોતાનો મજબૂત પ્રભાવ પાડવાનું ચાલુ રાખ્યું હતું, અને આ ટુર્નામેન્ટનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધીઓ સામે પોતાની ક્ષમતા ચકાસવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે કર્યો હતો. લોસ એન્જેલસ 2028 માં સ્ક્વોશ રમત ઓલિમ્પિક ડેબ્યૂ કરવા જઈ રહી છે, ત્યારે ભારતની તૈયારીઓમાં અમદાવાદના આ તબક્કાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સ્પર્ધાએ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર અને રેન્કિંગ સુધારવાની અમૂલ્ય તકો પૂરી પાડી છે.
પીએસએ-રજિસ્ટર્ડ આ ટુર્નામેન્ટમાં પુરુષો અને મહિલાઓ બંને શ્રેણીમાં USD 6,000 નું સમાન ઈનામ રાખવામાં આવ્યું હતું. આ બાબત જેન્ડર પેરિટી અને વ્યાવસાયિક શ્રેષ્ઠતા પ્રત્યે એચસીએલની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
2016 થી, એચસીએલ અને એસઆરએફઆઈ વચ્ચેની ભાગીદારીએ 40 થી વધુ પ્રોફેશનલ ટુર્નામેન્ટ્સનું આયોજન કર્યું છે, જેનાથી 1,000 થી વધુ ભારતીય ખેલાડીઓને લાભ થયો છે અને વૈશ્વિક સ્ક્વોશ સર્કિટ પર ભારતની હાજરી મજબૂત બની છે. અમદાવાદના આ સફળ તબક્કાના સમાપન સાથે, એચસીએલ સ્ક્વોશ ઈન્ડિયન ટૂર ભારતના સ્ક્વોશ વિકાસ કાર્યક્રમના એક મજબૂત પાયા તરીકે સ્થાપિત થઈ છે, કારણ કે રાષ્ટ્ર હવે તેના ઓલિમ્પિક લક્ષ્યો તરફ આગળ વધી રહ્યું છે.
Notes for the editor
About HCL
Founded in 1976 as one of India’s original IT garage start-ups, HCL Group is a pioneer of modern computing with many firsts to its credit, including the introduction of the 8-bit microprocessor-based computer in 1978, well before its global peers. Today, the HCL Group has a presence across varied sectors that include technology, healthcare and talent management solutions and comprises three companies – HCL Infosystems, HCLTech and HCL Healthcare. The enterprise generates annual revenues of over US$14.5 billion with 226,300 employees operating across 60 countries. For further information, visit www.hcl.com
About SRFI
The Squash Rackets Federation of India (SRFI) was formed to oversee the promotion and development of the sport in India. The SRFI has more than 24 state associations and affiliated units with its headquarters in Chennai. The federation is affiliated to World Squash Federation / Asian Squash Federation, Indian Olympic Association & recognized by Government of India. SRFI has been forging ahead with dynamic plans ensuring promotion, development, and performance of the sport at all levels.

More Stories
યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ 12 જાન્યુઆરી 2026 ના રોજ અમદાવાદ સિટી ફાઇનલનું આયોજન કરશે
ગુજરાતમાં પ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રાજ્યકક્ષાની જુડો ટુર્નામેન્ટનું સફળ આયોજન
યોનેક્સ-સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 સફળતાપૂર્વક પૂર્ણ