- સર્વાઇકલ કેન્સર સામેની લડાઈ માટે મોબાઇલ વેક્સિનેશન એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
વિઠલાપુર, ૧૯ નવેમ્બર ૨૦૨૬: સામાજિક પ્રગતિ પ્રત્યેની પોતાની અવિરત પ્રતિબદ્ધતાને આગળ ધપાવતા, જેબીએમ ગ્રુપ દ્વારા ગુજરાતના વિઠલાપુર ખાતે આવેલા તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં મુખ્ય સીએસઆર પહેલ ‘સર્વોત્કર્ષ ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જેબીએમ ગ્રુપના ચેરમેન શ્રી એસ. કે. આર્ય, વાઇસ ચેરમેન શ્રી નિશાંત આર્ય, આરએસએસ ગુજરાતના પ્રાંત સંઘચાલક ડૉ. ભરતભાઈ પટેલ, ગુજરાત ભાજપ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વીએચપી ગુજરાતના ક્ષેત્રીય મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ, એમએસઆઇએલના ડિરેક્ટર શ્રી સુનીલ કક્કર, વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ તેમજ ગુજરાત આર્ય સમાજના અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
‘સર્વોત્કર્ષ’, જેનો અર્થ ‘સૌનો વિકાસ’ થાય છે, તે એક એવું સક્રિય મંચ છે જે આરોગ્ય સુવિધા, શિક્ષણ અને પર્યાવરણીય સંરક્ષણ ક્ષેત્રે સાર્થક પરિવર્તન લાવવા માટે સરકારી નેતાઓ, સામાજિક સંસ્થાઓ અને એનજીઓ ભાગીદારોને એક સાથે જોડે છે. આ અંતર્ગત મોબાઇલ વેક્સિનેશન ક્લિનિકથી લઈને વિશાળ આરોગ્ય તપાસ કેમ્પ જેવી લક્ષિત કામગીરી કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર, શ્રમ વિભાગ, ફેક્ટરીઝ ડિરેક્ટોરેટ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની સહભાગિતાએ સામાજિક ઉત્થાન પ્રત્યેના સહિયારા દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવ્યો હતો.
આ પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કરતા જેબીએમ ગ્રુપના ચેરમેન શ્રી એસ. કે. આર્યએ જણાવ્યું હતું કે, “માનનીય રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિ, પ્રોત્સાહન અને સતત સહકાર બદલ અમે તેમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમની પ્રશંસા અમારા એ વિશ્વાસને દ્રઢ બનાવે છે કે સાચી પ્રગતિનું માપદંડ લોકોના જીવનમાં આપણે જે સકારાત્મક બદલાવ લાવીએ છીએ તેમાં રહેલું છે. ‘સર્વોત્કર્ષ‘ દ્વારા JBM ગ્રુપ આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણીય ટકાઉપણું અને સમાજ કલ્યાણની મહત્વપૂર્ણ જરૂરિયાતોને પૂરી કરીને સર્વસમાવેશક અને ટકાઉ વિકાસ માટે પ્રતિબદ્ધ છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “અમે માનીએ છીએ કે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી માત્ર આર્થિક વિકાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકો માટે નવી તકો ઊભી કરવી, સમાજને સશક્ત બનાવવો અને વ્યક્તિઓને વધુ સારું જીવન જીવવા માટે સક્ષમ બનાવવા સુધી વિસ્તરેલી છે. આ યાત્રાને આગળ ધપાવતા અમારો પ્રયાસ છે કે અમારી પહેલનો પ્રભાવ અર્થપૂર્ણ અને કાયમી રહે અને તે ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે.”
આ વર્ષના ‘સર્વોત્કર્ષ’ કાર્યક્રમની મુખ્ય અને પ્રભાવશાળી પહેલો:
- સર્વાઇકલ કેન્સર રસીકરણ: માનનીય રાજ્યપાલશ્રીએ જેબીએમ ગ્રુપના “સર્વાઇકલ કેન્સર મુક્ત અભિયાન”ને આગળ ધપાવવા માટે એક ખાસ મોબાઇલ વેક્સિનેશન એમ્બ્યુલન્સને ઔપચારિક રીતે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પહેલ દ્વારા ખાસ કરીને વિઠલાપુર અને આસપાસના વિસ્તારોમાં સેંકડો કિશોરીઓ અને યુવતીઓને રસી પૂરી પાડીને તથા જરૂરી જાગૃતિ ફેલાવીને પ્રારંભિક તબક્કે જ સર્વાઇકલ કેન્સર અટકાવીને તેમના જીવનની સુરક્ષા કરવામાં આવશે.
- રક્તદાન શિબિર: આરોગ્ય અને માનવસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે જેબીએમ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિસ્તારના વિવિધ જેબીએમ પ્લાન્ટ્સના કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી સેવાભાવનાનો પરિચય આપ્યો હતો. આ અભિયાનમાં ૭,૦૦૦ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને અન્ય સંસ્થાઓએ દેશભરના વિવિધ યુનિટ્સમાં એકસાથે ભાગ લીધો હતો.
- દિવ્યાંગ સહાય અને પોષણ: વિઠલાપુર વિસ્તારના દિવ્યાંગ લાભાર્થીઓને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ ‘અન્નપૂર્ણા અભિયાન’ હેઠળ અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો અને સંભાળ કેન્દ્રોને રાશન કીટ આપીને સહાય પૂરી પાડવામાં આવી હતી.
- કૌશલ્ય વિકાસ : જેબીએમના કૌશલ્ય વિકાસ કેન્દ્રો દ્વારા દર વર્ષે સેંકડો સ્થાનિક યુવાનો અને મહિલાઓને ઓટોમોટિવ ટેકનોલોજી અને સોફ્ટ સ્કિલ્સની તાલીમ આપવામાં આવે છે.
- પર્યાવરણીય પહેલ: સમગ્ર ભારતમાં જેબીએમ ગ્રુપના વિવિધ પ્લાન્ટ્સમાં ચાલી રહેલા ‘ઝીરો-વેસ્ટ’ કાર્યક્રમો અને ક્લીન એનર્જી પ્રોજેક્ટ્સ ઉપરાંત, આમળા, જાંબુ અને અર્જુન જેવા ઔષધીય અને આરોગ્યવર્ધક વૃક્ષોના વાવેતરનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું, જે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જેબીએમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
- સાંસ્કૃતિક અને સામાજિક સહભાગિતા: કાર્યક્રમમાં અનેક સ્વ-સહાય જૂથોને તેમની હસ્તકલાની ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતની વિવિધ શાળાઓ અને ગુરુકુળોના વિદ્યાર્થીઓએ વેદ મંત્રોના ઉચ્ચારણ અને પ્રાચીન માર્શલ આર્ટ્સનું પ્રદર્શન કર્યું હતું.

More Stories
સન ફૂ ક્વોક એરવેઝે ૧૦૫ ભારતીય ટ્રાવેલ એજન્ટો સમક્ષ ફૂ ક્વોક-અમદાવાદ રૂટ રજૂ કર્યો
ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર પોસ્ટર લૉન્ચ, 19 ફેબ્રુઆરી 2027ના રોજ થશે રિલીઝ
ભારતગેસે ગુણવત્તાની ખાતરી આપી, ‘ઝીરો કા દમ – ખામી જણાય તો મફત રિફિલ’