ગુજરાતી સિનેમામાં ફરી એકવાર નવો ઉત્સાહ અને નવી પેઢીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ‘દ્વાન પ્રોડક્શન’ (Dvaan Production) દ્વારા એક નવી ગુજરાતી ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. રોયલ રિલેક્સા ગ્રુપના 19 વર્ષના યંગ આંત્રપ્રિન્યોર દક્ષ એ. વાસુ બિઝનેસની દુનિયામાં સફળતા મેળવ્યા બાદ હવે ફિલ્મ પ્રોડ્યુસર તરીકે પોતાની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ સાથે દક્ષ વાસુ પ્રોડક્શનની દુનિયામાં ઓફિશિયલી સ્ટેપ-ઇન કરી રહ્યા છે, જે પ્રોજેક્ટમાં દીપ પટેલ કો-પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે. આ ફિલ્મ ‘ડ્રીમ યાત્રા ફિલ્મ્સ’ સાથેના એસોસિએશનમાં તૈયાર થઈ રહી છે અને ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે જાણીતા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કશ્યપ કપટા કાર્યરત છે.
‘દ્વાન પ્રોડક્શન’ના બેનર હેઠળ બની રહેલી આ નવી ગુજરાતી ફિલ્મનું દિગ્દર્શન ધ્રુવ ગોસ્વામી કરી રહ્યા છે, જેઓ પોતાની આગવી દ્રષ્ટિથી ફિલ્મને જીવંત બનાવશે. ફિલ્મની વાર્તા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જાણીતા લેખક અને અભિનેતા ચેતન દૈયા દ્વારા લખવામાં આવી છે, જેમના ધારદાર લેખનથી દર્શકોને એક મનોરંજક કથા માણવા મળશે. સ્ટારકાસ્ટની વાત કરીએ તો, આ ફિલ્મમાં ગુજરાતના ફેમસ એક્ટર શ્રુહદ ગોસ્વામી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં કૃણાલ પંડિત, હેમિન ત્રિવેદી અને રીવા રાચ્છ જેવા ટેલેન્ટેડ કલાકારો પણ મહત્વના રોલમાં છે. ફિલ્મની વિઝ્યુઅલ ટ્રીટ અને સિનેમેટોગ્રાફીની જવાબદારી બિભુ દાસ સંભાળી રહ્યા છે.
19 વર્ષીય યુવા નિર્માતા દક્ષ એ. વાસુ દ્વારા નિર્મિત આ પ્રોજેક્ટ ગુજરાતી સિનેમામાં કંઈક નવું અને રસપ્રદ લઈને આવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. ફિલ્મના ટાઈટલ અને રિલીઝ ડેટ અંગેની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

More Stories
GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા ફિલ્મ નિર્માતા અભિષેક જૈનની નિમણૂક; અમદાવાદ ખાતે યોજાઈ પ્રથમ સમીક્ષા બેઠક
Divine Unveiling of the First Look Poster of the First Gujarati Pan-India Film ‘Shree Kesari Nandan’ at Shree Kashtbhanjan Dev Sarangpur Dham
જુહી દેસાઈ દ્વારા નિર્મિત, ગુજરાતી અર્બન ફિલ્મ “કુકા ઈઝ મની કેશ” ગ્રાન્ડ સેલિબ્રેશનમાં હાઈ-એનર્જી ટ્રેલર અને ગીતો લોન્ચ