May 20, 2026

નવી ઓળખ, નવી ટેક્નોલોજી અને નવી દિશા: 20 મેના રોજ યોજાયો ‘અલ્ફા ઇવોલ્વ – ન્યૂ આઈડેન્ટિટી, ન્યૂ એરા’ કાર્યક્રમ

•             25 વર્ષની સફળ યાત્રા બાદ અલ્ફા કંપનીમાં મોટો પરિવર્તન, એડવાન્સ ક્લાઉડ ERP પ્લેટફોર્મ લોન્ચ

•             વેપારને વધુ સ્માર્ટ બનાવશે: અલ્ફા કંપનીએ લોન્ચ કર્યું નવી પેઢીનું ક્લાઉડ આધારિત ERP સોફ્ટવેર

• અલ્ફા ઈ બારકોડ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ હવે ન્યૂ આઈડેન્ટિટી અલ્ફા ઈઆરપી સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ તરીકે ઓળખાશે

અમદાવાદ: Alpha E Barcode Solutions Private Limited (અલ્ફા ઈ બારકોડ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ) એ પોતાની સફળતાના 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ અવસર પર કંપની દ્વારા 20 મેના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના જેબી ઓડિટોરિયમમાં સાંજે 5 વાગ્યે “અલ્ફા ઇવોલ્વ – ન્યૂ આઈડેન્ટિટી, ન્યૂ એરા” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કંપનીએ પોતાના નવા નામ- Alpha ERP Solutions Private Limited (અલ્ફા ઈઆરપી સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ), નવી બ્રાન્ડ ઓળખ અને અત્યાધુનિક Web ERP સોફ્ટવેર સાથે એઆઈ, આરએફઆઈડી, ઓટોમેશન અને એડવાન્સ્ડ સિક્યોરિટી આધારિત ટેક્નોલોજી સોલ્યુશન્સ લોન્ચ કર્યા.

કંપનીના ફાઉન્ડર્સ નરેન્દ્ર લૂનાગરિયા  અને નિતેશ લૂનાગરિયા એ જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષોમાં કંપનીએ સોફ્ટવેર ઉદ્યોગમાં પોતાની મજબૂત ઓળખ ઉભી કરી છે અને હવે સમય સાથે ટેક્નોલોજીમાં મોટા બદલાવ લાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે કંપની હવે પરંપરાગત ડેસ્કટોપ આધારિત સિસ્ટમમાંથી આગળ વધી એઆઈ, સ્માર્ટ, ઓટોમેટેડ અને ડિજિટલ બિઝનેસ સોલ્યુશન્સ તરફ ઝડપથી આગળ વધી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે કંપની હવે સંપૂર્ણપણે આધુનિક ક્લાઉડ આધારિત Web ERP પ્લેટફોર્મ તરફ આગળ વધી ગઈ છે, જે અકાઉન્ટિંગ, બિલિંગ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, સ્ટોક મેનેજમેન્ટ, સેલ્સ, CRM સહિતના અનેક મહત્વપૂર્ણ કાર્યોને અગાઉ કરતાં વધુ ઝડપથી, સુરક્ષિત રીતે અને કાર્યક્ષમતાપૂર્વક સંચાલિત કરશે.

કંપનીના જણાવ્યા અનુસાર નવા ERP સિસ્ટમમાં AI આધારિત સ્માર્ટ રિપોર્ટિંગ અને બિઝનેસ એનાલિટિક્સ, RFID આધારિત રિયલ ટાઇમ ટ્રેકિંગ સિસ્ટમ, બિઝનેસ પ્રોસેસ ઓટોમેશન અને સિક્યોરિટી ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. AI ટેક્નોલોજીની મદદથી વ્યવસાયોને વધુ સારો ડેટા એનાલિસિસ, સ્માર્ટ ડિસિઝન મેકિંગ અને કાર્યક્ષમતામાં વધારો કરવામાં મદદ મળશે. RFID ટેક્નોલોજી દ્વારા સ્ટોક અને ઇન્વેન્ટરીને રિયલ ટાઇમમાં ટ્રેક કરી શકાશે, જેના કારણે કામગીરીમાં પારદર્શિતા અને ઝડપ વધશે. જ્યારે ઓટોમેશન ફીચર્સ ઘણી મેન્યુઅલ પ્રક્રિયાઓને ઘટાડીને બિઝનેસ ઓપરેશન્સને વધુ ઝડપી અને અસરકારક બનાવશે.

સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને નવા સિસ્ટમમાં એડવાન્સ ડેટા પ્રોટેક્શન, સુરક્ષિત ક્લાઉડ એક્સેસ, ઓટો બેકઅપ અને મલ્ટી યુઝર કંટ્રોલ જેવી સુવિધાઓ આપવામાં આવી છે, જેના કારણે વ્યવસાયનો ડેટા વધુ સુરક્ષિત અને વિશ્વસનીય રહેશે.

કંપનીએ જણાવ્યું કે નવું ERP સિસ્ટમ નાના અને મોટા બંને ઉદ્યોગોની આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી ઉદ્યોગો ડિજિટલ રીતે વધુ સક્ષમ, સ્માર્ટ અને સ્પર્ધાત્મક બની શકે. કંપનીનું માનવું છે કે એઆઈ, આરએફઆઈડી, ઓટોમેશન અને એડવાન્સ્ડ સિક્યોરિટી અને આધુનિક ડિજિટલ ટેક્નોલોજીથી સજ્જ આવા સ્માર્ટ ERP સોલ્યુશન્સ માત્ર વ્યવસાયને વધુ ઝડપી, સુરક્ષિત અને સ્માર્ટ બનાવશે નહીં, પરંતુ ભારતને ટેક્નોલોજી, ડિજિટલ અર્થતંત્ર અને આર્થિક વિકાસના ક્ષેત્રમાં નવી દિશા આપવાનું પણ મહત્વપૂર્ણ કામ કરશે.

આ કાર્યક્રમમાં કંપનીના વર્તમાન ક્લાયન્ટ્સ, બિઝનેસ પાર્ટનર્સ, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ અને ટેક્નોલોજી ક્ષેત્રના નિષ્ણાતોએ હાજરી આપી હતી. આ દરમિયાન નવા સોફ્ટવેરનું લાઇવ પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું, જેમાં એઆઈ, આરએફઆઈડી, ઓટોમેશન અને સિક્યોરિટી અને ERP સિસ્ટમના ફીચર્સ તથા ઉપયોગિતા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી.

25 વર્ષની સફળ યાત્રા બાદ હવે કંપની નવી ઓળખ, નવી ટેક્નોલોજી અને ડિજિટલ ઇનોવેશન સાથે ભવિષ્ય તરફ ઝડપી ગતિએ આગળ વધી રહી છે. “અલ્ફા ઇવોલ્વ – ન્યૂ આઈડેન્ટિટી, ન્યૂ એરા” કાર્યક્રમને કંપનીના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટેક્નોલોજી વિસ્તરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.