અમદાવાદ :ભારત પેટ્રોલિયમ દ્વારા ગ્રાહકોની સુવિધા માટે એક નવું અને આધુનિક પ્રોડક્ટ ‘’ભારતગેસ લાઈટ ઝીપ’ (10 કિલો કંપોઝિટ ગેસ સિલિન્ડર) લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભારતગેસ એલપીજી ગુજરાતના સ્ટેટ હેડ શ્રી સંજય આનંદે જણાવ્યું હતું કે, આ નવું સિલિન્ડર ગ્રાહકોની જરૂરિયાતો અને સરળતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં આ ભારતગેસ લાઇટ ઝીપ નું લોન્ચિંગ ભારતગેસના ડિસ્ટ્રિબ્યુટરોની હાજરીમાં CTM સ્થિત શ્રી પ્રમુખ ગેસ એજન્સીથી કરવામાં આવ્યું. આ પ્રસંગે ભારતગેસના સ્ટેટ કોઓર્ડીનેટર તથા અમદાવાદ ટેરીટરી મેનેજર તથા એરિયા મેનેજર તથા અન્ય સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી.
આ નવા સિલિન્ડરની સૌથી મોટી ખાસિયત એ છે કે ગ્રાહકોને ઇન્સ્ટન્ટ નવું કનેક્શન મળી જશે, જેના માટે કોઈ વધારે ડોક્યુમેન્ટ્સની જરૂર નથી અને માત્ર એક આઈડી પ્રૂફ (ID Proof) આપીને કનેક્શન મેળવી શકાશે. કંપની દ્વારા આ સિલિન્ડર માટે ૪ કલાકની અંદર હોમ ડિલિવરી કરવાની પ્રતિબદ્ધતા આપવામાં આવી છે, જે ગ્રાહક એપ દ્વારા ઓર્ડર કરીને સરળતાથી મેળવી શકશે. આ માટે કંપનીએ સમર્પિત વાહનોની વ્યવસ્થા કરી છે જેથી ઝડપી ડિલિવરી શક્ય બને.
વજનની વાત કરીએ તો, આ નવું સિલિન્ડર કંપોઝિટ મટીરિયલમાંથી બનેલું હોવાથી સામાન્ય લોખંડના સિલિન્ડર કરતાં ૫૦% જેટલું વજનમાં હલકું છે. વજનમાં હલકું હોવાથી તે ખૂબ જ સરળતાથી ઊંચકી શકાય છે અને ગમે ત્યાં લઈ જઈ શકાય છે. આ ઉપરાંત, લોખંડના સિલિન્ડરની જેમ આમાં નીચે પાણી લાગવાથી કાટ લાગવાની કોઈ સમસ્યા રહેતી નથી. આ સિલિન્ડરમાં ગેસ લેવલ ઈન્ડિકેટરની સુવિધા છે, જેનાથી ગ્રાહક જોઈ શકે છે કે સિલિન્ડરમાં કેટલો ગેસ વપરાયો છે અને કેટલો બાકી છે. સુરક્ષા અને સુવિધાની દ્રષ્ટિએ આ પ્રોડક્ટ ખૂબ જ ઉત્તમ છે.
ભારત એલપીજી ગુજરાતના સ્ટેટ હેડ શ્રી સંજય આનંદે વધુમાં જણાવ્યું હતું કે આ ફ્રી ટ્રેડ (Free Trade) કેટેગરી હેઠળ આવે છે, તેથી ૧૪ કિલોના સામાન્ય સિલિન્ડરની જેમ આમાં વર્ષમાં મર્યાદિત સિલિન્ડર લેવાની કોઈ સીમા નથી. ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ ગમે ત્યારે અને ગમે તેટલા સિલિન્ડર રીફિલ કરાવી શકે છે. ૧૦ કિલોનો ગેસ પૂરો થતાં જ ૪ કલાકમાં નવો સિલિન્ડર મળી જશે. આ સેવાની વધુ માહિતી માટે તમે નજીકના ભારતગેસ ડિસ્ટ્રીબ્યુટરનો આજે જ સંપર્ક કરી શકો છો.

More Stories
ગ્લોબલ એક્સેલન્સ ફોરમ દ્વારા નેશનલ લીડરશિપ કોન્કલેવ તથા ભારત સમ્માન ૨૦૨૬નો ભવ્ય અને પ્રતિષ્ઠિત કાર્યક્રમ નવી દિલ્હીમાં સફળતાપૂર્વક યોજાયો
સેમસંગ વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરે છે, સેમસંગ દોસ્ત કૌશલ્ય વિકાસ કાર્યક્રમના 30 ટોચના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરે છે
આયુદા ઓર્ગેનિક્સ દ્વારા ગુજરાતના 5 શહેરોમાં રિટેલ સ્ટોર્સ અને ગીર ગાયના વૈદિક વલોણા ઘી-દૂધની શુદ્ધ સેવાઓ સાથે વ્યાપક વિસ્તરણ