નવી દિલ્હી: ગ્લોબલ એક્સેલન્સ ફોરમ દ્વારા સંસ્થાના સહ-સ્થાપક અને ચેરમેન ડૉ. નઈમ તીરમિઝી (અમદાવાદ ના બિઝનેસમેન) તથા સ્થાપક શ્રી જીતેન્દ્રકુમારના નેતૃત્વ હેઠળ પ્રતિષ્ઠિત નેશનલ લીડરશિપ કોન્કલેવ તથા ભારત સમ્માન ૨૦૨૬નું ભવ્ય આયોજન નવી દિલ્હીની પ્રતિષ્ઠિત ધ લીલા હોટેલ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું.
કાર્યક્રમનો શુભારંભ રાષ્ટ્રગાન અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો. આ અવસરે અરુણાચલ પ્રદેશના ધારાસભ્ય તથા મુખ્યમંત્રીના સલાહકાર માનનીય આલો લિબાંગજી, ઉત્તર પ્રદેશ સરકારના પૂર્વ મુખ્ય સચિવ (IAS) શ્રી આલોક રંજનજી, ડૉ. નઈમ તીરમિઝી, શ્રી જીતેન્દ્રકુમાર, કે. શ્રુતિ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો..
આખો દિવસ ચાલેલા આ ભવ્ય કોન્કલેવમાં દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશમાંથી આવેલા પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, ડૉક્ટરો, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, IAS અને IPS અધિકારીઓ, રાજકીય નેતાઓ, શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો અને પ્રેરણાદાયી વક્તાઓએ ભાગ લીધો હતો.
કોન્કલેવ દરમિયાન લીડરશિપ, વિકસિત ભારત માટેનો રોડમેપ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ટેક્નોલોજી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સામાજિક વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને રાષ્ટ્ર નિર્માણ જેવા અત્યંત મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત ચર્ચાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું, જેના કારણે ઉપસ્થિત શ્રોતાઓને જ્ઞાનવર્ધક અનુભવ પ્રાપ્ત થયો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના રાજ્યમંત્રી માનનીય શ્રી રામદાસ અઠાવલેજી ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ અતિથિઓમાં ઉત્તર પ્રદેશ સરકારના રાજ્યમંત્રી ઠાકુર રઘુરાજ સિંહ જી, ઓડિશાના લોકસભા સાંસદ શ્રી રવિન્દ્ર નારાયણ બેહરા જી, પદ્મશ્રીથી સન્માનિત પ્રખ્યાત ગઝલ અને ભજન ગાયક શ્રી અનુપ જલોટાજી, પ્રખ્યાત ગઝલ ગાયક કુમાર સત્યમજી, તેમજ ‘ધ વોઇસ ઓફ ઈન્ડિયા’ અને ‘સા રે ગા મા પા’ ફેમ નિષ્ઠા શર્મા સહિતના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોએ પોતાની ઉપસ્થિતિથી તથા પ્રસ્તુતિ દ્વારા કાર્યક્રમની શોભામાં વધારો કર્યો.

આ ઉપરાંત સુરીનામ, સોમાલિયા, ઇથિયોપિયા, જર્મની અને ઉઝબેકિસ્તાન સહિતના વિવિધ દેશોના રાજદ્વારીઓ (Diplomats) તેમજ યુનેસ્કોના પ્રતિનિધિએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે આયોજકો ડૉ. નઈમ તીરમિઝી, શ્રી જીતેન્દ્રકુમાર તથા સમગ્ર ટીમને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા અને કાર્યક્રમની પ્રશંસા કરી.
આ પ્રસંગે દેશના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને નોંધપાત્ર યોગદાન આપનાર ૭૦થી વધુ પ્રતિભાશાળી વ્યક્તિઓને “ભારત સમ્માન ૨૦૨૬” એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા. સન્માનિત વ્યક્તિઓમાં પદ્મશ્રી અનુપ જલોટાજી, કુમાર સત્યમજી, નિષ્ઠા શર્માજી સહિત અનેક અગ્રણી હસ્તીઓનો સમાવેશ થયો હતો.
કાર્યક્રમના અંતે સંસ્થાના સહ-સ્થાપક અને ચેરમેન ડૉ. નઈમ તીરમિઝીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે:“નેશનલ લીડરશિપ કોન્કલેવ તથા ભારત સમ્માન ૨૦૨૬ માત્ર એક સન્માન સમારોહ નહોતો, પરંતુ દેશના શ્રેષ્ઠ મનોમંથન, નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણ માટેનો એક પ્રેરણાદાયી મંચ સાબિત થયો છે. દેશના વિવિધ ક્ષેત્રોના પ્રતિભાશાળી લોકો એક મંચ પર આવી પોતાના વિચારો અને અનુભવોનું આદાન-પ્રદાન કરે, તે જ ગ્લોબલ એક્સેલન્સ ફોરમનો મુખ્ય હેતુ છે. કાર્યક્રમને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ માટે હું તમામ મુખ્ય અતિથિઓ, વિશિષ્ટ મહેમાનો, વક્તાઓ, સન્માનિત વ્યક્તિઓ, સહયોગીઓ અને સમગ્ર આયોજન ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”
કાર્યક્રમના સફળ આયોજનને ઉપસ્થિત મહાનુભાવો તથા વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ખૂબ બિરદાવ્યું હતું અને તેને રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ, નવીનતા, સામાજિક વિકાસ અને વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપતું એક યાદગાર આયોજન ગણાવ્યું.

More Stories
સેમસંગ વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરે છે, સેમસંગ દોસ્ત કૌશલ્ય વિકાસ કાર્યક્રમના 30 ટોચના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરે છે
આયુદા ઓર્ગેનિક્સ દ્વારા ગુજરાતના 5 શહેરોમાં રિટેલ સ્ટોર્સ અને ગીર ગાયના વૈદિક વલોણા ઘી-દૂધની શુદ્ધ સેવાઓ સાથે વ્યાપક વિસ્તરણ
ATIRA ખાતે NTTM હેઠળ ટેકનિકલ ટેક્સટાઈલ્સ અને કમ્પોઝિટ્સ પરના સ્કીલ ડેવલપમેન્ટ કોર્સનું સમાપન