સ્નેપડ્રેગન 4 જેન 4થી સજ્જ રેડમી નોટ 17 એક વખત ચાર્જ કર્યા બાદ 3 દિવસ સુધીની બેટરી લાઇફ, 120 હર્ટ્ઝટ્રુકલર એમોલેડ ડિસ્પ્લે, લાંબા ગાળાનો સોફ્ટવેર સપોર્ટ અને માત્ર 8.4 મીમીની સ્લિમ પ્રોફાઇલમાં દૈનિક ઉપયોગ માટે ઉત્તમ મજબૂતી પ્રદાન કરે છે.
Ahmedabad, August 6th, 2026: શાઓમી ઇન્ડિયા એ આજે ભારતની સૌથી વિશ્વસનીય સ્માર્ટફોન સિરીઝના નવીનતમ સ્માર્ટફોન રેડમી નોટ 17 5જી ના લોન્ચની જાહેરાત કરી. બેટરી સમાપ્ત થવાની ચિંતા દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરવામાં આવેલ રેડમી નોટ 17 , રેડમીની અત્યાર સુધીની સૌથી મોટી 8000 એમએએચ સિલિકોન-કાર્બન બેટરી, પ્રીમિયમ ટ્રુકલર એમોલેડ ડિસ્પ્લે, વિશ્વસનીય સ્નેપડ્રેગન પરફોર્મન્સ અને લાંબા ગાળાના સોફ્ટવેર સપોર્ટ સાથે સંપૂર્ણ સ્માર્ટફોન અનુભવ પ્રદાન કરે છે.
રેડમી નોટ 17માં રેડમીની અત્યાર સુધીની સૌથી મોટી 8000 એમએએચ સિલિકોન-કાર્બન બેટરી આપવામાં આવી છે, જે સામાન્ય ઉપયોગ દરમિયાન 3 દિવસ સુધીની બેટરી લાઇફ પ્રદાન કરે છે, જ્યારે તેની 8.4 મીમીની સ્લિમ પ્રોફાઇલ જાળવી રાખે છે. આ સ્માર્ટફોન 45 વોટ ટર્બો ચાર્જિંગને સપોર્ટ કરે છે અને ચાર્જર બોક્સમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં 22.5 વોટ રિવર્સ વાયરડ ચાર્જિંગની સુવિધા પણ આપવામાં આવી છે. તેની બેટરીને ટીયુવી પ્રમાણિત લાંબી આયુષ્ય પ્રાપ્ત છે, જે 1,600 ચાર્જિંગ સાયકલ્સ પછી પણ તેની મૂળ ક્ષમતાના 80% સુધીનું બેટરી સ્વાસ્થ્ય જાળવી રાખે છે.
દૈનિક મનોરંજનના અનુભવને વધુ શાનદાર બનાવવા માટે, આ સ્માર્ટફોનમાં 12.75 સેમી (6.9 ઇંચ) ટ્રુકલર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જેમાં 120 હર્ટ્ઝ અડેપ્ટિવસિંક રિફ્રેશ રેટ, 100% ડીસીઆઈ-પી3 કલર ગેમટ અને 1800 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ ઉપલબ્ધ છે. વધુ સારા અનુભવ માટે તેમાં 200% વોલ્યુમ સ્પીકર્સ, ભીના હાથમાં પણ વધુ સારી ટચ પ્રતિક્રિયા માટે હાઇડ્રોટચ 2.0, તેમજ વધુ આરામદાયક જોવાના અનુભવ માટે ટીયુવી રીનલેન્ડ આઈ કેર પ્રમાણપત્ર પણ સામેલ છે.
અદ્યતન 4 નેનોમીટર પ્રોસેસ પર આધારિત સ્નેપડ્રેગન 4 જેન 4 મોબાઇલ પ્લેટફોર્મથી સજ્જ રેડમી નોટ 17 ઉત્તમ દૈનિક કામગીરી સાથે વધુ સારી પાવર કાર્યક્ષમતા પણ પ્રદાન કરે છે. તેમાં 16 જીબી સુધીની રેમ (મેમરી એક્સ્ટેન્શન સહિત), 2 ટેરાબાઇટ સુધીનું એક્સપાન્ડેબલ સ્ટોરેજ, 10,416 મીમી² ગ્રેફાઇટ કૂલિંગ સિસ્ટમ અને શાઓમી નું લૉન્ગ-ટર્મ ફ્લુએન્સી એન્જિન આપવામાં આવ્યું છે, જેના કારણે આ ડિવાઇસને 48 મહિના સુધી સ્મૂથ કામગીરી આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
ફોટોગ્રાફી માટે રેડમી નોટ 17માં 50 મેગાપિક્સલ એઆઈ ડ્યુઅલ રિયર કેમેરા અને 8 મેગાપિક્સલ એઆઈ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે. તેની સાથે નાઇટ મોડ, એઆઈ એચડીઆર , ડાયનેમિક શૉટ્સ, એઆઈ એડિટર અને 2x ઇન-સેન્સર ઝૂમ જેવા એઆઈ આધારિત ફીચર્સ ઉપલબ્ધ છે, જે દરેક ક્ષણને ઉત્તમ ગુણવત્તા સાથે કૅપ્ચર કરવામાં મદદ કરે છે.
એન્ડ્રોઇડ 16 આધારિત હાઇપરઓએસ 3 પર ચાલતો રેડમી નોટ 17, 4 વર્ષ સુધીનાએન્ડ્રોઇડ અપડેટ્સ અને 6 વર્ષ સુધીના સુરક્ષા અપડેટ્સ સાથે આવે છે. સ્માર્ટફોનમાં વધારાની મજબૂતી માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 7 આઈ , ધૂળ અને પાણીથી સુરક્ષા માટેઆઈપી65 રેટિંગ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન ડાર્ક નાઇટ, આર્કટિક બ્લૂ અને સ્ટારલાઇટ પર્પલ રંગોમાં ઉપલબ્ધ થશે.
કિંમત અને ઉપલબ્ધતા
રેડમી નોટ 17 ડાર્ક નાઇટ, આર્કટિક બ્લૂ અને સ્ટારલાઇટ પર્પલ રંગોમાં નીચેના સ્ટોરેજ વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ થશે:
| ડિવાઇસ | વેરિઅન્ટ | એમઆરપી | પ્રારંભિક કિંમત* |
| રેડમી નોટ 17 5જી | 6 જીબી + 128 જીબી | ₹27,999 | ₹24,999 |
| 8 જીબી + 128 જીબી | ₹30,999 | ₹27,999 |
*પ્રારંભિક કિંમતોમાંએ સબીઆઈ કાર્ડ, એક્સિસ બેંક અને કોટક બેંક ના ક્રેડિટ કાર્ડ તથા ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન પર ₹3,000નું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ સામેલ છે.
ગ્રાહકોને જિયો ટ્રુ5જી સાથે 5 ટીબી જિયોએઆઈ ક્લાઉડ સ્ટોરેજ, 3 મહિનાનીયુટ્યુબ પ્રીમિયમ લાઇટ સભ્યતા અને 6 મહિનાની ગૂગલ વન (200 જીબી ક્લાઉડ સ્ટોરેજ) સભ્યતા પણ મળશે.
રેડમી નોટ 17નું વેચાણ 13 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 12:00 વાગ્યે (આઈએસટી) થી એમઆઈ ડોટ કોમ, એમેઝોન સ્પેશિયલ્સ અને શાઓમી રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે.

More Stories
ગ્રાન્ડ કોન્ટિનેન્ટ હોટેલ્સે સોમનાથમાં 34મી હોટેલ શરૂ કરી, તીર્થસ્થળોમાં વિસ્તરણ પર ભાર
ત્રાગડ-ચાંદખેડાની ‘ધી એવાન્સ’ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ
સેફ એક્સપ્રેસ દ્વારા વાપી, ગુજરાતમાં અત્યાધુનિક લોજિસ્ટિક્સ પાર્કનો પ્રારંભ