ગાંધીનગર :-લાયન્સ ઇન્ટરનેશનલ, ડિસ્ટ્રિક્ટ 3232-B3 અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર મેટ્રો ગ્લોબલનો ભવ્ય પદગ્રહણ સમારોહ ક્લબ બેબીલોનના બેન્ક્વેટ હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સેવા, સહકાર અને સામૂહિક નેતૃત્વના નવા અધ્યાયનો પ્રારંભ થયો હતો.
સમારોહ દરમિયાન ઇન્સ્ટોલિંગ ઓફિસર તથા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દેવજીભાઈ પટેલ PDG દ્વારા ડૉ. નઈમ તીરમિઝીને લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર મેટ્રો ગ્લોબલના પ્રમુખ તરીકે વિધિવત્ પદસ્થાપિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી એલ. કે. વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવનિયુક્ત પ્રમુખ ડૉ. નઈમ તીરમિઝી તથા તેમની સમગ્ર ટીમને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી સફળ તથા સેવાલક્ષી કાર્યકાળ માટે શુભકામનાઓ આપી હતી.
સમારોહમાં માનનીય ડૉ. સી. જે. ચાવડા MLA*ને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ભરતભાઈ શેઠ, કેબિનેટ સેક્રેટરી શ્રી પિયુષભાઈ શાહ, પ્રોટોકોલ ઓફિસર શ્રી અતુલભાઈ કોટિયાર, ઝોન ચેરપર્સન ડૉ. બીના પટેલ, GET શ્રી મુકેશભાઈ પટેલ તથા ડૉ. ઈશ્વરી, ઉપરાંત લાયન્સ ડિસ્ટ્રિક્ટના વરિષ્ઠ હોદ્દેદારો, ક્લબના સભ્યો, આમંત્રિત મહાનુભાવો અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર સમારોહમાં લાયન્સના વિશ્વવિખ્યાત ધ્યેયવાક્ય *“We Serve – અમે સેવા કરીએ છીએ”*ની ભાવના કેન્દ્રસ્થાને રહી હતી. લાયન્સના હોદ્દેદારો અને સભ્યોએ સંસ્થાના આગામી લક્ષ્યો, સમાજસેવા, માનવતાવાદી પ્રવૃત્તિઓ તથા સામૂહિક પ્રયાસો દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની દિશામાં ચર્ચા કરી હતી.

પ્રમુખ તરીકેના પોતાના પ્રથમ સંબોધનમાં ડૉ. નઈમ તીરમિઝીએ મુખ્ય અતિથિ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ઇન્સ્ટોલિંગ ઓફિસર, ડિસ્ટ્રિક્ટના હોદ્દેદારો, લાયન્સ પરિવાર, પોતાની ટીમ, ક્લબના તમામ સભ્યો તેમજ ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અને સમારંભ માં ઉપસ્થિત તેમના પત્ની શ્રીમતી પરવીન તિરમીઝી, પુત્રવધૂ નુસબા અને સમગ્ર પરિવાર નો તેમને સાથ આપવા બદલ ખાસ આભાર માન્યો હતો.
તેમણે આ જવાબદારીને વિનમ્રતાપૂર્વક સ્વીકારતાં જણાવ્યું હતું કે આગામી વર્ષ દરમિયાન લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલના મૂલ્યો અને *“We Serve”*ની ભાવનાને આગળ ધપાવી, સંસ્થાના નિર્ધારિત લક્ષ્યો સિદ્ધ કરવા માટે તેઓ પોતાની ટીમ સાથે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.
પોતાની નેતૃત્વની વિચારધારા વ્યક્ત કરતાં ડૉ. તીરમિઝીએ જણાવ્યું હતું: “મારી ટીમ અને મારા ક્લબના સભ્યો જ મારી સાચી શક્તિ છે. પ્રમુખ તરીકે હું મારી ટીમથી આગળ ચાલીને નેતૃત્વ કરવા નથી ઇચ્છતો, પરંતુ તેમની સાથે, તેમની બાજુમાં ચાલીને આગળ વધવા ઇચ્છું છું. ટીમવર્ક, સમર્પણ અને ‘We Serve’ની ભાવના સાથે આપણે સૌ સાથે મળીને આગળ વધીશું, સતત પ્રયત્નશીલ રહીશું અને સમાજમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવાનો પ્રયાસ કરીશું.”
તેમણે વધુમાં જણાવ્યું કે નેતૃત્વ માત્ર કોઈ પદ ધારણ કરવાનું નામ નથી; સાચું નેતૃત્વ લોકોને સાથે જોડવાનું, દરેક સભ્યની શક્તિને ઓળખવાનું અને સામૂહિક શક્તિને સમાજસેવામાં પરિવર્તિત કરવાનું છે.
સમારોહના અંતે નવનિયુક્ત ટીમે સેવા, સહકાર, કરુણા, મિત્રતા અને ટીમવર્કના લાયન્સના આદર્શોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આવનારું વર્ષ વધુ સેવાલક્ષી, સક્રિય અને સમાજ માટે પ્રભાવશાળી બનાવવાના દૃઢ નિર્ધાર સાથે પદગ્રહણ સમારોહનું સફળ સમાપન થયું હતું, જે બાદ સૌ મહેમાનોએ સાથે મળીને રાત્રિભોજનનો આનંદ માણ્યો હતો.

More Stories
શ્રીકૃષ્ણ ભક્તિની વૈશ્વિક લહેર: “કૃષ્ણાવતારમ પાર્ટ 1 – હૃદયમ” ની સ્ટારકાસ્ટ રંગીલા શહેર રાજકોટની મહેમાન બની
HYBE INDIA નેક્સ્ટ-જનન ગ્લોબલ સ્ટાર્સની શોધમાં ઓડિશન શરૂ કરશે
સાણંદ ખાતે “વીરાંજલિ ૨.૫” કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો