September 17, 2026

ગુજરાતી ફિલ્મ ‘કન્યા બદલાવો સાવધાન’નું પોસ્ટર લોન્ચ

શ્રીનિક ક્રિએટર્સ (Shreenik Creators) દ્વારા પ્રસ્તુત નવીનતમ ગુજરાતી ફિલ્મ ‘કન્યા બદલાવો સાવધાન’ નું આકર્ષક ટાઇટલ પોસ્ટર આજે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. “આ ભૂલ લખાણની છે કે માણસની? જલ્દી જ ખબર પડશે!” જેવા રસપ્રદ અને કૌતુક જગાડતા ટેગલાઇન સાથે રિલીઝ થયેલું આ પોસ્ટર દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાડી રહ્યું છે.

આ મનોરંજક ગુજરાતી ફિલ્મનું નિર્દેશન મિરલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે અને તેની વાર્તા તેમજ લેખન ડૉ. ઋષિકેશ ઠક્કર નું છે.

ફિલ્મના નિર્માતાઓની ટીમમાં રાકેશ રાવલ , વિકુંજ પટેલ, માનસી શાહ, ધ્રુવ પટેલ, હર્ષ ભાવસાર, ચમનભાઈ રાવળ, ઉમરાવ પ્રજાપતિ, મેઘા પટેલ, વિશ્વરાજ બારોટ અને ગીતાબેન અશ્વિનકુમાર પટેલનો સમાવેશ થાય છે.

ગુજરાતી સિનેમાના પ્રતિભાશાળી કલાકારોથી સજ્જ આ ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટમાં આકાશ પંડ્યા, આર.જે. સલોની, શ્રેય મારડીયા, ક્રીના પાઠક, સુનિલ વિસરાણી, મકરંદ શુકલા, કલ્પેશ પટેલ, હરેશ ડાઘીયા, જીગ્નેશ મોદી, મોરલી પટેલ, કોમલ પંચાલ, કામીની પટેલ અને હિતેશ ઠાકર જેવા ઉત્કૃષ્ટ કલાકારો પોતાની અદાકારીનો જાદુ વિખેરશે.

લગ્ન, ગેરસમજણ અને કોમેડીથી ભરપૂર લાગતી આ ફિલ્મ દર્શકોને એક સંપૂર્ણ કૌટુંબિક મનોરંજન પૂરું પાડવા માટે તૈયાર છે. આ ફિલ્મ ક સમયમાં જ નજીકના સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે.

You may have missed