October 3, 2026

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ‘જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬’ નું આયોજન

અમદાવાદ (ગુજરાત): ભારતીય જ્વેલરી અને લક્ઝરી સેક્ટરને વેગ આપવા માટે જાણીતું પ્રદર્શન ‘જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬’ આગામી ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન અમદાવાદના પ્રતિષ્ઠિત વાયએમસીએ (YMCA) ક્લબ ખાતે યોજાયું છે. જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ (JAA) ના સમર્થનથી યોજાઈ રહેલું આ આયોજન આગામી લગ્ન અને તહેવારોની સિઝનમાં ઉચ્ચ માંગને પહોંચી વળવા અને જ્વેલરી બ્રાન્ડ્સ માટે એક મોટું વ્યાપારી મંચ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી સવારે ૧૦:૦૦ થી રાત્રે ૮:૦૦ વાગ્યા દરમિયાન ખુલ્લું રહેશે. આ અંગે સોનિયા ચાવલા & શાન ચાવલા (મેનેજિંગ ડિરેક્ટર્સ, Insignia Exhibitions & Events and Founders of Jewellery World) એ માહિતી આપી.

આ ઇવેન્ટનું ઉદ્ઘાટન જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ (JAA) ના પ્રમુખ શ્રી જીગર સોની અને ઉપપ્રમુખ શ્રી વિશાલ સોનીની ઉપસ્થિત રહ્યા. આ અંગે વાત કરતા શ્રી જીગર સોનીએ જણાવ્યું હતું કે, જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ એ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ ભારતના કારીગરો, વારસાગત ડિઝાઇન અને આધુનિક લક્ઝરી માર્કેટને એકીકૃત કરતું એક વ્યાપારી પ્લેટફોર્મ છે, જે અમદાવાદના B2C અને B2B બજારમાં નવી વ્યાપારી તકો ઊભી કરશે.

આ ૩-દિવસીય એક્ઝિબિશન ભારતની અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સ અને હાઇ-નેટ-વર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ (HNIs), ભાવી દુલ્હનો, કલેક્ટર્સ અને ફેશન સ્ટાઇલિસ્ટ્સ વચ્ચે સીધો સંપર્ક સાધવાનું માધ્યમ બનશે. આ પ્રદર્શનમાં મુંબઈ, જયપુર, સુરત, હૈદરાબાદ, અમદાવાદ, ઉદયપુર અને જામનગર જેવા દેશના મુખ્ય જ્વેલરી ઉત્પાદક અને વેપારી કેન્દ્રોમાંથી ૪૫ થી વધુ પ્રખ્યાત બ્રાન્ડ્સ ભાગ લઈ રહી છે.

પ્રદર્શનમાં હરિત ઝવેરી જ્વેલર્સ, રમણિકલાલ એન્ડ સન્સ, સ્વસ્તિક ફાઇન્સ, કાંતિલાલ સિન્સ ૧૯૪૮, પચચિગર જ્વેલર્સ, મેસર્સ સુવર્ણરાજ, ઈમારા જ્વેલ્સ, રાયુ બાય તાતીવાલાઝ ગેહના, અને આરએએ જ્વેલ્સ જેવા દેશભરના પ્રતિષ્ઠિત નામો ભાગ લઈ રહ્યા છે. આ પ્લેટફોર્મ પર પોલ્કી, જડતર, બ્રાઇડલ ડાયમંડ, ટેમ્પલ જ્વેલરી, ગોલ્ડ આર્ટ અને પ્રીમિયમ સિલ્વર કલેક્શનનું સુંદર પ્રદર્શન કરવામાં આવશે, જ્યાં મુલાકાતીઓ બ્રાન્ડ્સ અને નિષ્ણાતો સાથે સીધી ચર્ચા કરી શકશે.