ગાંધીનગર: દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના સર્વાંગી વિકાસ અને નવી વ્યાપારિક તકોના સર્જન માટે ‘લઘુ ઉદ્યોગ ભારતી’ (ગુજરાત પ્રદેશ) દ્વારા ૨૩ થી ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર (HEC), ગાંધીનગર ખાતે ૧૫મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર – UDYAM ૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ ચાર દિવસીય ઔદ્યોગિક પ્રદર્શનનો શુભારંભ ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો. આ ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી પ્રકાશચંદજી, ડૉ. શ્રી ભરતભાઈ પટેલ, પ્રાંત સહ સંચાલક, ગુજરાત પ્રાંત, આર એસ એસ, ગુજરાત પ્રભારી શ્રી ઘનશ્યામભાઈ ઓઝા, શ્રી મુકેશભાઈ મલકાન, માનનીય સાહસનચાલકજી, સૌરાષ્ટ્ર પ્રાંત અને સહિતના મહાનુભાવો વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતી (ગુજરાત પ્રદેશ) ના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ, મંત્રી શ્રી હંસરાજભાઈ ગજેરા, ક્ષેત્રીય પ્રભારી શ્રી વજુભાઈ વઘાસિયા, સૌરાષ્ટ્ર સંભાગ પ્રમુખ શ્રી દિનેશભાઈ ડાંગરિયા, સૌરાષ્ટ્ર સંભાગ મંત્રી શ્રી જયકુમાર માવાણી, કર્ણાવતી સંભાગ પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, કર્ણાવતી સંભાગ મંત્રી શ્રી અશોકભાઈ પટેલ, કર્ણાવતી પ્રમુખ શ્રી જયકલ્પ પટેલ અને કર્ણાવતી મંત્રી શ્રી મેહુલભાઈ યાદવ સહિતના હોદ્દેદારો અને એક્ઝિબિશન કમિટીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રદર્શનના બીજા દિવસે એટલે કે ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે કન્વિક્શન હોલ (Conviction Hall), હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે “ગુજરાતની લાર્જેસ્ટ ઈનફ્લુએન્સર મીટ” નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નવા વિચારો (Ideas), નેટવર્કિંગ (Networking) અને નવી વ્યાપારિક તકો અંગે ચર્ચા થશે.
ઉદ્યોગો માટે કુશળ માનવબળ અને યુવાનો માટે રોજગારીની તકો પૂરી પાડવાના ઉદ્દેશથી પ્રદર્શનના અંતિમ દિવસે, ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ એક વિશાળ ‘રોજગાર મેળો’ પણ યોજાશે.
આ પ્રદર્શનને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) તેમજ ઓઢવ, કઠવાડા, નરોડા, સાંતેજ, સાણંદ, વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું પૂર્ણ સમર્થન પ્રાપ્ત થયું છે. આ પ્રદર્શનમાં 500થી વધુ પ્રદર્શનકારો અને 1 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લઈ રહ્યા છે. એન્જિનિયરિંગ, મશીનરી, મેન્યુફેક્ચરિંગ, ઓટોમેશન, ટૂલિંગ, કાસ્ટિંગ અને સંરક્ષણ ક્ષેત્ર સહિતના વિવિધ ઉદ્યોગો માટે આ પ્રદર્શન B2B સંપર્કો વિકસાવવા અને નવા સપ્લાયર્સ શોધવાનું મહત્વપૂર્ણ માધ્યમ બનશે

More Stories
ગુજરાત મેડિકલ એક્સ્પો 2026 અમદાવાદમાં ભારતના મેડિકલ અને હેલ્થકેર ઉદ્યોગને એકસાથે
અમદાવાદના ‘જીમ લોન્જ’ના કર્મચારી એ કર્યું રૂ. ૧.૬૬ કરોડનું કૌભાંડ: મેમ્બરશિપના નામે ગ્રાહકો અને માલિક સાથે છેતરપિંડી કરનાર કર્મચારીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
ઈડીઆઈઆઈએ ‘ઇન્ડસ્ટ્રી 5.0 ટ્રાન્ઝિશનનું નેતૃત્વ કરવા માટે એમએસએમઈને સશક્ત બનાવવા’ વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું