October 28, 2026

એલાનપ્રોએ ગુજરાતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી

ભારતની અગ્રણી કોમર્શિયલ રેફ્રિજરેશન કંપની એલાનપ્રોએ તાજેતરમાં અમદાવાદમાં પોતાના પ્રથમ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ પહેલથી ગુજરાતમાં કંપનીની હાજરી વધુ મજબૂત બનશે.

નવું એક્સપિરિયન્સ સેન્ટર રાજ્યના હોસ્પિટાલિટી, ફૂડસર્વિસ, રિટેલ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વ્યવસાયોને એલાનપ્રોનાં અદ્યતન કોમર્શિયલ રેફ્રિજરેશન સોલ્યુશન્સનો પ્રત્યક્ષ અનુભવ આપશે. અહીં ઇન્વર્ટર આધારિત રેફ્રિજરેશન સિસ્ટમ્સ, ઊર્જા-કાર્યક્ષમ ઉપકરણો, કોલ્ડ રૂમ્સ, બ્લાસ્ટ ફ્રીઝર્સ અને ઊર્જા-કાર્યક્ષમ R290 રેફ્રિજરન્ટનો ઉપયોગ કરતી પ્રોડક્ટ્સ સહિતની નવીનતમ ટેક્નોલોજી રજૂ કરવામાં આવશે.
આ સેન્ટર ગ્રાહકોને તેમની કામગીરીની જરૂરિયાતો અનુસાર યોગ્ય સોલ્યુશન પસંદ કરવામાં મદદરૂપ થવા માટે અમલીકરણ અને કન્સલ્ટિંગ સંબંધિત સહાય પણ પૂરી પાડશે. આશરે 500 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું આ સેન્ટર ગ્રાહકોને એલાનપ્રની નવીનતમ રેફ્રિજરેશન ટેક્નોલોજી અને સોલ્યુશન્સને નજીકથી જોવા, તેમની ઉપયોગિતા સમજવા અને પોતાની જરૂરિયાતોને અનુરૂપ યોગ્ય નિર્ણય લેવા માટે સક્ષમ બનાવશે.
એલાનપ્રોએ અગાઉ બેંગલુરુ, ચેન્નાઈ, જોધપુર અને જયપુરમાં અત્યાધુનિક એક્સપિરિયન્સ સેન્ટર્સ સ્થાપ્યાં છે. આગામી મહિનાઓમાં હૈદરાબાદ અને કોચીમાં પણ નવા સેન્ટર્સ શરૂ કરવાની કંપનીની યોજના છે.
ઉદ્ઘાટન પ્રસંગે એલાનપ્રોના ડિરેક્ટર શ્રી સંજય જૈને જણાવ્યું હતું, “ગુજરાત એલાનપ્રો માટે એક મહત્વપૂર્ણ બજાર છે. રાજ્યમાં હોસ્પિટાલિટી, રિટેલ, ફૂડ પ્રોસેસિંગ અને ફૂડસર્વિસ ક્ષેત્રનું મજબૂત માળખું વિશ્વસનીય અને કાર્યક્ષમ રેફ્રિજરેશન સોલ્યુશન્સની વધતી માંગને વેગ આપી રહ્યું છે. અમદાવાદમાં એક્સપિરિયન્સ સેન્ટર શરૂ કરવાનો અમારો હેતુ અમારી ટેક્નોલોજીને વ્યવસાયોની વધુ નજીક લાવવાનો અને તેમને પોતાની વાસ્તવિક કામગીરીની જરૂરિયાતો અનુસાર સોલ્યુશન્સને પ્રત્યક્ષ રીતે જોવા, સમજવા અને મૂલવવાની તક આપવાનો છે. વ્યવસાયો હવે વધુ સારી ઊર્જા-કાર્યક્ષમતા, ચોક્કસ તાપમાન નિયંત્રણ અને વિશ્વસનીય કામગીરી ધરાવતી રેફ્રિજરેશન સિસ્ટમ્સની શોધમાં છે. આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અદ્યતન ટેક્નોલોજી સાથે મજબૂત સ્થાનિક સેવા અને સહાય પૂરી પાડવા પર અમારો ભાર રહેશે.”
એલાનપ્રોનું વિસ્તરતું નેટવર્ક કોમર્શિયલ રેફ્રિજરેશન ક્ષેત્રમાં કંપનીની પહોંચ વધારવાની સાથે મોટા શહેરોની બહારના ગ્રાહકો સુધી પણ તેની પ્રોડક્ટ્સ અને સેવાઓ પહોંચાડવામાં મદદરૂપ બન્યું છે. કંપની ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પણ પોતાની હાજરી વિસ્તારી રહી છે અને ફૂડસર્વિસ ક્ષેત્રનાં મુખ્ય વ્યાવસાયિક કેન્દ્રોમાં પોતાનું નેટવર્ક મજબૂત બનાવી રહી છે.
અમદાવાદમાં આવેલું એલાનપ્રોનું એક્સપિરિયન્સ સેન્ટર આધુનિક શોરૂમ અને આફ્ટર-સેલ્સ સર્વિસ સુવિધાને એક જ સ્થળે જોડે છે. આથી ગ્રાહકોને પ્રોડક્ટ્સનો પ્રત્યક્ષ અનુભવ મેળવવાની સાથે સેવા અને સહાય પણ એક જ સ્થળે મળી શકશે. ગ્રાહકો કંપનીનાં કોમર્શિયલ રેફ્રિજરેશન સોલ્યુશન્સ જોવા માટે ચિમનલાલ ગિરધરલાલ રોડ, નવરંગપુરા, અમદાવાદ ખાતે આવેલા એલાનપ્રો એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત લઈ શકે છે.