November 2, 2026

લોકપ્રિય સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બ્લોકબસ્ટર ગુજરાતી મૂવી ‘તું દુનિયા છે મારી’ હવે આવી રહી છે JOJO એપ પર!

અમદાવાદ: ગુજરાતી સિનેમાના દર્શકો માટે એક ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે. દર્શકોના દિલ પર રાજ કરનાર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને પ્રતિભાશાળી અભિનેત્રી રિયુ જયસ્વાલ અભિનીત સુપરહિટ ડ્રામા-રોમાન્સ ફિલ્મ ‘તું દુનિયા છે મારી’ હવે તહેવારોની આ ખાસ સિઝનમાં JOJO એપ પર સ્ટ્રીમ થવા માટે તૈયાર છે! પ્રેમ, કિસ્મત અને લાગણીના તાંતણે બંધાયેલી આ અદ્ભુત વાર્તા હવે દર્શકો ઘર બેઠા પોતાના મોબાઈલ અને સ્માર્ટ સ્ક્રીન પર માણી શકશે.

આ ફિલ્મની પટકથા વિક્રમ અને પ્રાંજલના અનહદ પ્રેમ પર આધારિત છે. જ્યોતિષીય વિરોધ અને અડચણો છતાં બંને લગ્ન કરવાનો નિર્ણય કરે છે, પરંતુ જીવનમાં આવતી ગેરસમજો અને એક ગંભીર અકસ્માત તેમના પ્રેમની આકરી પરીક્ષા કરે છે. આ કપરા સંજોગોમાં વિક્રમ કેવી રીતે પ્રાંજલની પડખે ઊભો રહે છે અને જીવનના દરેક પડકારનો મક્કમતાથી સામનો કરે છે, તે હૃદયસ્પર્શી રીતે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.

આ ફિલ્મ વિશે વાત કરતા JOJOના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર ધ્રુવિન શાહ જણાવે છે કે, “અમે હંમેશાં અમારા દર્શકો સુધી શ્રેષ્ઠ અને પારિવારિક મનોરંજન પહોંચાડવા માટે કટિબદ્ધ છીએ. સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની અદ્ભુત અભિનય સજ્જ ફિલ્મ ‘તું દુનિયા છે મારી’ને તહેવારોની આ સિઝનમાં JOJO એપ પર લાવતા અમને ખૂબ જ રોમાંચ અનુભવાય છે. અમને પૂરો વિશ્વાસ છે કે આ હૃદયસ્પર્શી પ્રેમકથા દર્શકોને ખૂબ જ પસંદ આવશે અને તેઓ પરિવાર સાથે આનો આનંદ માણી શકશે.”

આ ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે વિક્રમ ઠાકોર, રિયુ જયસ્વાલ, જીતુ પંડ્યા, મિત્રેશ વર્મા અને પ્રકાશ મંડોરા જેવા દિગ્ગજ કલાકારોએ પોતાની શાનદાર અભિનય કળાથી પાત્રોમાં પ્રાણ ફૂંક્યા છે. મજબૂત પટકથા, ઉત્કૃષ્ટ અભિનય અને લાગણીસભર સંગીતને કારણે આ ફિલ્મે દર્શકોના દિલમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે.

તહેવારોની આ મોસમમાં પરિવાર અને મિત્રો સાથે મનોરંજનથી ભરપૂર આ મૂવી માણવા માટે આજે જ JOJO એપ ડાઉનલોડ કરો અને તમારા મનપસંદ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ સફરનો હિસ્સો બનો.

You may have missed