December 23, 2024

નોટબુક ,સ્કૂલબેગ ,અને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું

પ્રોજેક્ટ શિક્ષા અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા દહેગામ વિસ્તારમાં આવેલા કલ્યાણજીના મુવાડા પ્રાથમિક શાળા  તથા ઉદયનગર પ્રાથમિક શાળા ના કુલ 150 થી વધુ બાળકોને નોટબુક ,સ્કૂલબેગ ,અને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું.

મફત ચોપડા વિતરણના આ ચોથા તબક્કામાં ડ્રીમ ફાઉન્ડેશનના સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો , તેમજ પ્રોજેક્ટ શિક્ષા ને સફળ બનાવવામાં દહેગામ વિસ્તારના શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકગણનો પૂર્ણ સહકાર પ્રાપ્ત થયો.

 બાળકોની કિલકિલાટ, અભીવ્યક્તી ગીત, પ્રાર્થના, ભજન અને વાર્તા સાંભળીને સાચે જ બાળપણ પાછું યાદ આવી ગયું.

શાળાના શિક્ષક ગણ દ્વારા ડ્રીમ ફાઉન્ડેશનના સભ્યો માટે જે સ્વાગત કરવામાં આવ્યું તે સાચે જ ગર્વ લેવા જેવી બાબત હતી.

નાના નાના ભૂલકાઓ એ સ્વાગત ગીત ગાઈ ને સભ્યોને જે સત્કાર આપ્યો તે આબેહૂબ હતો.

ગણેશ વંદના થકી સંસ્થાનું માન વધારવામાં આવ્યું.