January 20, 2025

“નૃતિ “સ્કુલ ઓફ ક્લાસિકલ ડાન્સીસ એન્ડ પરફોર્મીંગ આર્ટસના શિષ્યા કુ.યશ્વીપટેલનું નૃત્ય આરાધના પર્વ “અરંગેત્રમ” યોજાયું

નૃતિ સ્કુલ ઓફ ક્લાસિકલ ડાન્સીસ એન્ડ પરફોર્મીંગ આર્ટસનાં કલાગુરૂ શ્રીમતી ભૈરવી હેમંતનાં માર્ગદર્શન હેઠળ સતત 7 વર્ષ ઇંડિયન ક્લાસીકલ  ડાન્સ , ભરતનાટ્યમની સઘન તાલીમ લઇને કુ.યશ્વી પટેલ (શ્રી અમીતભાઇ અને શ્રીમતી ભુમિબેન પટેલની પુત્રી)નું “અરંગેત્રમ”તા.૩૦/૦૬/૨૦૨૪, રવિવારનાં રોજ દિનેશ હોલ ખાતે  યોજાયું  હતું.

 યશ્વીને આશીર્વાદ આપવા માટે મુખ્ય મહેમાન તરીકે શ્રી નીતિનભાઇ પટેલ, નાયબ મુખ્ય મંત્રી(ભૂ.પૂ.), તથા પદ્યશ્રી જોરાવરસિંહ જાદવ, વાઇસ ચેરમેન, સંગીત નાટક અકાદમી, નવી દિલ્હી અને દુરદર્શનના ડેપ્યુટી ડાયરેકટર શ્રી ઉત્સવ પરમારની ખાસ ઉપસ્થિતિ રહી હતી.

 કુ.યશ્વી પટેલ એ જણાવ્યું હતું કે,  “મને ઘણો આનંદ થાય છે કે  મારું નૃત્ય આરાધના પર્વ જોવા અને ગૌરવ પૂર્ણ પ્રસંગને માણવા માટે ઘણાં સ્નેહીજનોએ અમેરિકાથી ખાસ આ પ્રસંગમાં હાજરી આપી હતી. ઉપરાંત, આમંત્રિત મહેમાનો અને  સ્નેહીજનોની સવિશેષ હાજરીમાં ભરતનાટ્યમ શૈલીમાં “અરંગેત્રમ”રજુ કરી ને હું ગર્વ ની લાગણી અનુભવું છું.”

આ કાર્યક્રમની કોરીયોગ્રાફી, નૃત્ય નિર્દેશન નૃતિ સંસ્થાનાં ડાયરેકટર શ્રીમતી ભૈરવી હેમંત દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શ્રીમતી ભૈરવી હેમંત મલ્ટી ટેલેંટેડ આર્ટિસ્ટ છે. ડાન્સ ગુરુ ઉપરાંત, તે શ્રેષ્ઠ કોરિયોગ્રાફર, પ્રોગ્રામ ડિરેક્ટર, આર્ટ ક્રિટિક અને પરફોર્મન્સ જજ તેમજ  ખૂબ સારા એક્ટર ,એન્કર અને ન્યૂઝ રીડર પણ છે. તેઓએ તેમની ભરતનાટ્યમની તાલીમ પદ્મવિભુષણ અને પદ્મશ્રી શ્રીમતી મૃણાલિની સારાભાઇ તથા પદ્મશ્રી ચાતુની પનીકર પાસેથી લીધેલ છે. તેઓને  નૃત્ય અને કલાના ક્ષેત્રમાં યોગદાન બદલ સૌથી પ્રતિષ્ઠિત “ગૌરવ પુરસ્કાર” તેમજ નૃત્ય, કલા અને મીડિયા ક્ષેત્રે યોગદાન બદલ  “ડૉ. કલામસ્મૃતિશ્રેષ્ઠતાપુરસ્કાર”પણમળેલછે.

કુ.યશ્વી પટેલે તુલસીદાસ રચિત સુંદર પદમ ’’શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન’’ રજુ કર્યું હતું .જેમાં સીતા સ્વયંવર , સીતાહરણ વગેરે રામાયણના પ્રસંગોને ખુબ જ ભાવવાહી અભિનય દ્રારા રજુ કર્યા હતા. ત્યારબાદ દર્શાવેલ સ્તોત્ર ગાનનું  મધુર સંગીત તથા ગુરૂ ભૈરવી હેમંત કોશિયા દ્રારા કરાયેલી અદ્ભુત કોરીયોગ્રાફીએ અને કુ.યશ્વીના અભિનયે સહુના મન જીતી લીધા હતા.