January 13, 2025

ટીચ ફોર ઈન્ડિયા 2025 ફેલોશિપ પ્રોગ્રામ માટે અરજીઓ મગાવે છે

ટીચ ફોર ઈન્ડિયા 2025 ફેલોશિપ પ્રોગ્રામ માટે અરજીઓ મગાવે છે

ક્લાસરૂમ્સ અને લીડ વિથ લવમાં પરિવર્તન લાવવાની ઉત્તમ તક

2025 ટીચ ફોર ઈન્ડિયા ફેલોશિપ માટે અરજી કરવાની આખર તારીખ 1લી સપ્ટેમ્બર, 2024 રહેશે.

બાળકો માટે શૈક્ષણિક સમાનતા પ્રત્યે કામ કરતી સંસ્થા ટીચ ફોર ઈન્ડિયાએ તેની 2025ની ફેલોશિપ માટે અરજીઓ મગાવી છે. અરજી કરવાની આખર તારીખ 1લી સપ્ટેમ્બર, 2024 છે.

ટીચ ફોર ઈન્ડિયા ફેલોશિપ બે વર્ષનો, ફુલ- ટાઈમ પેઈડ ફેલોશિપ પ્રોગ્રામ છે, જે જોશીલા નાગરિકોને શૈક્ષણિક ક્ષેત્રમાં આગેવાન અને પરિવર્તનકારી બનવા માટે સશક્ત બનાવે છે. 640થી વધુ ફેલો 2024ના કોહર્ટમાં જોડાયા હતા, જે કાર્યક્રમના વધતા પ્રભાવ અને શૈક્ષણિક સમાનતા ચળવળ પર પ્રભાવ માટે મજબૂત પૂરાવો છે.

ફેલોશિપ અરજીની પ્રક્રિયા બહુ જ સિલેક્ટિલ છે અને ભારતના સૌથી હોશિયાર અને સૌથી આશાસ્પદ નાગરિકો પાસેથી અરજીઓ પ્રાપ્ત થાય છે. ચુનંદા ફેલો સઘન તાલીમ કાર્યક્રમ થકી પસાર થાય છે, જ્યાં તેમને તેના તળિયાના સ્તરથી શૈક્ષણિક પ્રણાલીને અપનાવવા માટે પ્રોત્સાહિત કરાય છે અને પડકારાય છે.

ટીચ ફોર ઈન્ડિયા ફેલોશિપનું અજોડ પાસું મોજૂદ શૈક્ષણિક ક્ષેત્રમાં તે પરિવર્તનકારી પરિવર્તન લાવવાની તેની તક છે. તે લીડરશિપ, પ્રોબ્લેમ સોલ્વિંગનાં વિવિધ પાસાં અને અસલ જીવનના પડકારોને પહોંચી વળવા માટે ઈનસાઈટ્સ આપે છે, જે એકંદર વ્યાવસાયિક વૃદ્ધિ માટે પરિવર્તનકારી નીવડી શકે છે.

ટીચ ફોર ઈન્ડિયા ફેલોશિપ વિશે અને પસંદગી પ્રક્રિયા વિશે વધુ જાણકારી માટે કૃપા કરી નીચેની લિંક્સની વિઝિટ કરોઃ

Apply For the Teach For India Fellowship 2025 | How To Be a Fellow