અમદાવાદ, તા. 02 જુલાઈ, 2026 :અમદાવાદના એએમએ કેમ્પસ સ્થિત જે.બી. ઓડિટોરિયમ ખાતે પ્રોફેશનલ્સ એક્સેલેન્સ સેતુ એસોશિએશન (PESSA) દ્વારા આયોજિત “ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ કોન્ક્લેવ 2026” સફળતાપૂર્વક યોજાયો હતો. ગુજરાતભરના તેમજ દેશના વિવિધ વિસ્તારોમાંથી લોન કન્સલ્ટન્ટ્સ, ડીએસએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઝ, એડવોકેટ્સ, ટેક્સ કન્સલ્ટન્ટ્સ, પ્રોજેક્ટ ફાઇનાન્સ કન્સલ્ટન્ટ્સ, ગવર્નમેન્ટ સબસિડી કન્સલ્ટન્ટ્સ તથા અન્ય ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કોન્ફ્લેવનો મુખ્ય હેતુ ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સને એક મજબૂત, વિશ્વસનીય અને મૂલ્ય આધારિત પ્લેટફોર્મ પર જોડવાનો, વ્યાવસાયિક સહયોગ વધારવાનો તથા ઉદ્યોગના ભવિષ્ય માટે એક સશક્ત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો હતો.
આ પ્રસંગે PESSAના ચેરમેન અને ફાઉન્ડર એડવોકેટ અપૂર્વ ભગતે જણાવ્યું હતું કે, “PESSAનો ઉદ્દેશ માત્ર એક એસોસિયેશન બનાવવાનો નથી, પરંતુ સમગ્ર ભારતના ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ, બેંકો, NBFCs, અન્ય નાણાકીય સંસ્થાઓ અને ગ્રાહકો વચ્ચે વિશ્વાસ, સહયોગ અને જ્ઞાન પર આધારિત એક મજબૂત ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે. જ્યારે ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ વધુ સક્ષમ, જવાબદાર અને સંગઠિત બનશે ત્યારે ગ્રાહકોને વધુ સારી નાણાકીય માર્ગદર્શન મળશે, બેંકો અને નાણાકીય સંસ્થાઓને વધુ ગુણવત્તાયુક્ત સેવાઓ અને વિશ્વસનીય પ્રસ્તાવો પ્રાપ્ત થશે, જેના પરિણામે સમગ્ર ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રી વધુ મજબૂત બનશે. આ રીતે PESSA દેશના નાણાકીય ક્ષેત્રને વધુ સુદૃઢ બનાવવામાં અને ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપશે.”
કાર્યક્રમ દરમિયાન વર્તમાન ફાઇનાન્સ અને ક્રેડિટ ક્ષેત્રના બદલાતા પરિપ્રેક્ષ્ય, MSME ફાઇનાન્સ, ક્રેડિટ બ્યુરો સંબંધિત જાગૃતિ, ક્રેડિટ રિપોર્ટની સમજ તથા ક્રેડિટ બ્યુરો માર્ગદર્શન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વધતી ભૂમિકા, વ્યવસાયિક નૈતિકતા, નેટવર્કિંગ તથા સંયુક્ત વિકાસ જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના અનુભવો શેર કર્યા તેમજ ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ માટે ભવિષ્યમાં ઉભી થતી નવી તકો, પડકારો અને સંભાવનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં PESSA દેશભરમાં સભ્યતા અભિયાન, નોલેજ સેશન, તાલીમ કાર્યક્રમો, પ્રોફેશનલ સર્ટિફિકેશન, ઉદ્યોગ સંવાદ, સંશોધન, વ્યક્તિગત બ્રાન્ડિંગ અને વિવિધ વિકાસલક્ષી પહેલો દ્વારા સભ્યોને નવી તકો ઉપલબ્ધ કરાવશે.
કોન્ફ્લેવ દરમિયાન સભ્યો વચ્ચે સક્રિય નેટવર્કિંગ થયું, નવા વ્યાવસાયિક સંબંધો વિકસ્યા અને સમગ્ર ફાઇનાન્શિયલ સમુદાય માટે સંયુક્ત વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું.
કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મહેમાનો, સ્પીકર્સ, પાર્ટનર્સ અને સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા નેટવર્કિંગ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.

More Stories
સેમસંગએસ્માર્ટ એર કેરઅનેવીંડફ્રીક્લાયમેટસોલ્યુસન્સસાથેપ્રીમિયમરહેણાંકકૂલિંગનેનવીવ્યાખ્યાઆપી
ઈન્દિરા આઈવીએફ અમદાવાદના નવા નવનિર્મિત નવરંગપુરા સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન
ઇમર્જન્ટ અને રાજ શમાણીએ ભારતીય વ્યવસાયોમાં AI અપનાવવાની ગતિ વધારવા રૂ.1કરોડના ચેલેન્જની ઘોષણા કરી