January 17, 2025

અમદાવાદ બુક ક્લબ દ્વારા “એન ઇવનિંગ વિથ સુમંત બત્રા”નું આયોજન કરાયું

•              સુમંત બત્રાની બુક “અનારકલી”નું  વિમોચન કરાયું

અમદાવાદ : અમદાવાદ બુક ક્લબ દ્વારા  શનિવાર, 6 જુલાઇ 2024 ના રોજ  એલાયન્સ ફ્રાન્સાઇઝ ડી’અમદાવાદ ખાતે  “એન ઇવનિંગ વિથ સુમંત બત્રા” ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં, સુમંત બત્રાની તેમની નવીનતમ બુક “અનારકલી”નું  વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

પ્રખ્યાત લેખક સુમંત બત્રાએ તેમના નવીનતમ પુસ્તક “અનારકલી” પર  ચર્ચા કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સુમંત બત્રાએ વ્યક્તિગત ટુચકાઓ, તેમના લેખન પાછળની સર્જનાત્મક પ્રક્રિયા અને તેમના વર્ણનને આકાર આપનાર ઐતિહાસિક અને સાંસ્કૃતિક પ્રભાવો શેર કર્યા. તેમની સ્ટોરીટેલિંગ અને ઊંડી આંતરદૃષ્ટિએ ઉપસ્થિત લોકોને આકર્ષિત કર્યા હતા.લાઈવ પેનલ ડિસ્કશનમાં લેખનકાર્ય અંગે  ચર્ચાઓ કરવામાં આવી હતી.

સુમંત  બત્રા એ જણાવ્યું હતું કે, “મેં આ મહિલા (અનારકલી)ની આસપાસની પઝલ ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે, જેની સિલુએટ આપણે બધા જાણીએ છીએ, તેણીને એક ઓળખ, એક નામ, એક કુટુંબ અને એક દુ:ખદ પ્રેમ સંબંધથી આગળનું જીવન આપે છે. અને ત્યારબાદ જે ઉભરી આવે છે તે એક ફ્રેશ અને આકર્ષક ગાથા છે, જેમાં એક મહિલાના મુઘલ સામ્રાજ્યમાં સામાજિક માળખામાં નેવિગેટ કરવામાં અને તેની ઈચ્છાઓ વ્યક્ત કરવાના પરિણામોનો સામનો કરવાનો અનુભવ દર્શાવવામાં આવ્યો છે.”

આ કાર્યક્રમમાં સાહિત્ય રસિકોના વિવિધ જૂથે હાજરી આપી હતી, જેમાં પ્રેસના સભ્યો, વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને ઉત્સુક વાચકો સામેલ હતા, જેઓ સુમંત બત્રાની સાહિત્યિક સફરની ઊંડી સમજ મેળવવા આતુર હતા.વાર્તાલાપ પછી આનંદદાયક રાત્રિભોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિતોને સાંજની તેમની મનપસંદ ક્ષણો સાથે જોડાવા, વિચારો શેર કરવા અને ચર્ચા કરવાની તક મળી હતી.

અમદાવાદ બુક ક્લબના પ્રેસિડેન્ટ શ્રધ્ધા આહુજા રામાણીએ આ ઇવેન્ટ પર પોતાના વિચારો શેર કરતા જણાવ્યું કે,અમે સુમંત બત્રાની વાતના ઉત્સાહી પ્રતિસાદથી રોમાંચિત છીએ. ઇતિહાસ અને સાહિત્યને એકસાથે વણાટ કરવાની તેમની ક્ષમતા ખરેખર નોંધપાત્ર છે, અને આવા આદરણીય લેખકને હોસ્ટ કરવું એ સન્માનની વાત છે. આવી ઘટનાઓ માત્ર સાહિત્ય વિશેની આપણી સમજને જ સમૃદ્ધ બનાવતી નથી, પરંતુ વાંચન અને શીખવા માટેના આપણા સમુદાયના પ્રેમને પણ મજબૂત બનાવે છે.”

શ્રધ્ધા આહુજા રામાણીએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે સુમંત બત્રાનો તેમની પ્રેરણાદાયી ઉપસ્થિતિ માટે અને આ કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવવા માટે યોગદાન આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.અમદાવાદ બુક ક્લબ એક જીવંત સાહિત્યિક સમુદાયને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં આવા વધુ સમૃદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવા આતુર છે.”