December 23, 2024

“અજબ રાતની ગજબ વાત”નું પ્રેમ અને લાગણીઓ દર્શાવતું સોન્ગ “સાંવરિયા” રિલીઝ કરાયું

ગુજરાત : આરોહી પટેલ અને ભવ્ય ગાંધી સ્ટારર ફિલ્મ “અજબ રાતની ગજબ વાત”ની રિલીઝ ડેટ જાહેર કર્યા બાદથી જ સિનેમાપ્રેમીઓમાં ફિલ્મ જોવા અંગેનો ઉત્સાહ વધી ગયો છે. પાવરા એન્ટરટેઇન્મેન્ટના બેનર હેઠળ બનેલ અને ડૉ. જયેશ પાવરા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મ 15મી નવેમ્બરે  રિલીઝ થઈ રહી છે જે અગાઉ તાજેતરમાં જ ફિલ્મનું લવ અને ઇમોશન્સથી ભરપૂર સોન્ગ “સાંવરિયા” લોન્ચ કરવામાં આવ્યું છે. કુશલ ચોક્સી અને આમિર મીરના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ આ સોન્ગના શબ્દો મુનાફ લુહાર દ્વારા લખવામાં આવ્યા છે. આ સોન્ગમાં મ્યુઝિક પણ કુશલ ચોક્સી દ્વારા જ આપવામ આવ્યું છે. આ સોન્ગ હ્ર્દયને સ્પર્શી જાય તેવું છે.

 આ ફિલ્મ રોમેન્ટિક, કોમેડી અને ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી તથા પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. આ પહેલીવાર છે જ્યારે, ભવ્ય તથા આરોહી સ્ક્રીન શેર કરી રહ્યાં છે. દર્શકોને આ બંનેની કેમેસ્ટ્રી જરૂરથી પસંદ આવશે. ફિલ્મના ડિરેક્ટરની વાત કરીએ તો દિર્ગદર્શન પ્રેમ ગઢવી તથા કિલ્લોલ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રેમ ગઢવી આ ફિલ્મ થકી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે.

ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ સિવાય આ ફિલ્મમાં યશ્વી મહેતા, દીપ વૈદ્ય, આરજે હર્ષ તથા આરજે રાધિકા પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે અને  ફિલ્મની અન્ય કાસ્ટમાં નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ, તથા ભરત ઠક્કરનો સમાવેશ થાય છે. ફિલ્મનું  લેખનકાર્ય પ્રેમ ગઢવી, અદિતિ વર્મા તથા નિકિતા શાહ દ્વારા કરવામાં આવ્યું છે.

 ફિલ્મ 15મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ સૌ દર્શકમિત્રોને આકર્ષવા તૈયાર છે.