ગાંધીધામ, જૂન 16, 2025: વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો – આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઇન્ડિયા), તેના સામાજિક કલ્યાણ અને આરોગ્ય સંભાળ માટેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી રહ્યું છે. હેલ્પએજ ઇન્ડિયા સાથે સંયુક્ત રીતે મળીને એએમ/એનએસ ગાંધીધામ દ્વારા મોબાઇલ મેડિકલ યુનિટ (એમએમયુ) શરૂ કરવામાં આવી છે, જે ગાંધીધામના આસપાસના ગામોમાં આરોગ્ય સેવાઓ સીધા લોકોના ઘરે પહોંચાડશે.
આ એમએમયુ નવીનતમ બીપી મશીન, વેઈંગ મશીન, અને જરૂરી મેડિકલ સાધનો સાથે સજ્જ છે, જે વિવિધ વય જૂથના લોકોને આરોગ્ય સેવાનો લાભ આપશે. એક એમબીબીએસ ડોકટર, ફાર્માસિસ્ટ, અને અટેન્ડન્ટ દ્વારા અઠવાડિયાના 6 દિવસ ગ્રામજનોને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ મળશે. ભીમાસર, ટપ્પર, વરષાણા, પાસુડા, ગોપાલનગર, વરસામેડી, મોંડવદર, અજાપર, ખરા પાસવરીયા, મોટા પાસવરીયા, પાદણા, નંદગામ, અને યશોદા ધામ જેવા ગામોના રહેવાસીઓ આ પહેલનો લાભ લઈ શકશે.

MMUને અમરેશ રાઠોડ, યુનિટ હેડ – એએમ/એનએસ ગાંધીધામ, જય કુમાર શર્મા, હેડ – ઈલેક્ટ્રિકલ, ધરની એથિરાજ, હેડ – એચઆર & એડમિન, વિનોદ કશ્યપ, લીડ – લીગલ & લાયસનિંગ, ગુલાબ ચૌહાણ, આઈઆર & લીગલ કમ્પ્લાયન્સ, અને ડો. પાર્થ આહીર, મેડિકલ ઓફિસર – પ્રાઈમરી હેલ્થ સેન્ટર, ભીમાસર દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એએમ/એનએસ ગાંધીધામની સીએસઆર અને એચઆર ટીમ, તેમજ સિનિયર અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
આ પહેલ આરોગ્ય સુધારણા અને રોગપ્રતિરોધક સારવારને પ્રોત્સાહિત કરવા કેન્દ્રિત છે, જે આરોગ્ય સેવાઓ અને વંચિત સમુદાયો વચ્ચેનો અંતર દૂર કરવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મોબાઇલ મેડિકલ યુનિટ ગામડાઓ સુધી સીધી આરોગ્ય સેવા પહોંચાડશે, જેથી જરૂરી સારવાર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકે. આ પહેલ એએમ/એનએસ ઇન્ડિયા ની સમૃદ્ધિ વિકાસ અને સામાજિક જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે, જે આસપાસના સમુદાયોના જીવનને હકારાત્મક અસર કરશે.
More Stories
બડોદરા ગ્રામ પંચાયત ચૂંટણી ખાતે રીનાબા પુષ્પરાજસિંહ ઝાલાની ભવ્ય જીત
મુંબઈ રેમ્પ પર સફળતા મેળવ્યા પછી હવે અભિનેત્રી એકતા જૈન અમદાવાદ ફેશન વીકમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરશે
“દિલોં કી કહાની, બચ્ચોં કી ઝુબાની” હીલિંગ અને આશાની ઉજવણીઃ નારાયણા હોસ્પિટલ, અમદાવાદ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ઈવેન્ટનું આયોજન