- IPS અધિકારી અજય ચૌધરી, જેઓએ તેમના નવા પુસ્તક “Everyday Miracle” નું વિમોચન કર્યું
- IPS અધિકારી અજય ચૌધરીએ લાઇવ એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ સેશન રજૂ કર્યું.
અમદાવાદ, 20 માર્ચ 2025: ધ ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ 2025ની ઉજવણીના ભાગરૂપે, બીસ્પોક આર્ટ ગેલેરીએ એક અનોખો અને સ્નેહસભર કાર્યક્રમ યોજ્યો, જેમાં જાહેર સેવા, સર્જનાત્મકતા અને વ્યક્તિગત વિકાસનો ઉજાસ પ્રસરી ગયો. આ અનમોલ સાંજની શાન હતા IPS અધિકારી અજય ચૌધરી, જેઓએ તેમના નવા પુસ્તક “Everyday Miracle” નું વિમોચન કર્યું અને લાઇવ એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ સેશન દ્વારા પોતાનું કલાત્મક રૂપ રજૂ કર્યું. આ સાથે બીસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક દેવિન ગવારવાલાનું માર્ગદર્શન કાર્યક્રમની આત્મા બની રહ્યું.
આ વિધાનસભર કાર્યક્રમે મહેમાનોને ભાવનાત્મક અને સર્જનાત્મક સ્તરે પ્રેરણા આપી. “Everyday Miracle” એ જીવનના નાનકડા પળોમાં રહેલા આનંદ અને આત્મવિશ્વાસની સફર છે, જે સુંદર રીતે અજય ચૌધરીની ભાષામાં વર્ણવાઈ છે. વિમોચન બાદ તેમણે સભામાં હાજર યુવાઓ અને મેહમાનો સાથે પોતાના જીવન અનુભવો શેર કર્યા અને ખુશી શોધવા માટે સર્જનાત્મક અભિવ્યક્તિના મહત્વ પર પ્રકાશ પાડ્યો.

અત્યંત રસપ્રદ લાઇવ પેઇન્ટિંગ સત્ર દરમિયાન, અજય ચૌધરીએ કૅનવાસ પર જીવંત રંગો સાથે આત્માનું પ્રતિબિંબ ઊતાર્યું. આ સત્રે દર્શાવ્યું કે કેવી રીતે કલા માત્ર અભિવ્યક્તિ નહિ, પણ ઉપચાર અને આત્મચિંતનનો પણ એક માર્ગ બની શકે છે.
સાંજનો ત્રીજો ખૂણો હતો તેમના તાજેતરના અમૂર્ત ચિત્રોનું વિશિષ્ટ પ્રદર્શન, જેને કાફે એરિયામાં રજૂ કરવામાં આવ્યું હતું. દરેક કૃતિએ જાણે તેમની આંતરિક યાત્રાને પ્રકાશિત કરી, જ્યાં એક અધિકારીનો અભ્યાસ, સેવા અને કળાના રંગોથી ભીનાઈ ગયેલો હતો.
બીસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક દેવિન ગવારવાલાએ જણાવ્યું હતું કે, “આવા કાર્યક્રમો દ્વારા અમારું ધ્યેય માત્ર કળાને ઉજાગર કરવાનું નથી, પરંતુ લોકોમાં આંતરિક સન્માન અને સંવેદનાની ઉજવણી કરાવવાનું છે. અમે માનીએ છીએ કે જ્યારે કલા અને આત્મસંતુલન એક થાય, ત્યારે ખરેખર આનંદનો અવસર સર્જાય છે.”

આ કાર્યક્રમના દરમિયાન બીસ્પોક આર્ટ ગેલેરીએ યુવા દર્શકોને એક શક્તિશાળી સંદેશ આપ્યો — કે જ્યારે સેવા અને સર્જનાત્મકતા સંગઠન બને છે, ત્યારે તે વ્યક્તિગત સુખ અને સામૂહિક સુખાકારી માટે માર્ગ રચે છે.
મુખ્ય હાઇલાઇટ્સ:
- પુસ્તક વિમોચન – Everyday Miracle
- લાઇવ એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ સત્ર
- તાજેતરની કૃતિઓનું પ્રદર્શન
- યુવાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત
આ કાર્યક્રમમાં બીસ્પોક ગેલેરીએ વધુ એકવાર સાબિત કર્યું કે તે માત્ર કલાનું મંચ નથી, પણ આંતરિક વિકાસ અને સર્જનાત્મક દ્રષ્ટિ માટે એક પોષક માધ્યમ છે.
More Stories
કાર્યકરો એકત્ર થઈ સામાજિક પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવાના વચને બંધાયા
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની આજરોજ અમદાવાદ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શ્રી શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
રામનવમી નિમિતે માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા સંગીતમય સુન્દરકાંડ પાઠ નું સફળ આયોજન