January 17, 2025

દહેગામ – નજુપુરા(ભા )પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું ગરમ સ્વેટરનું વિતરણ

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા આયોજીત પ્રોજેક્ટ હૂંફ અંતર્ગત શનિવારે 28 ડિસેમ્બર, 2024ના રોજ   દહેગામ વિસ્તારની નજૂપુરા ( ભા) પ્રાથમિક શાળામાં અંદાજે 110 જેટલા બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યમાં મૈત્રી ફાઉન્ડેશન નો ખૂબ સહિયોગ રહ્યો હતો.

મૈત્રી ફાઉન્ડેશનના સભ્ય ચિરાગ પરીખના જણાવ્યા મુજબ “શિયાળાની હાડ થજવી દેતી ઠંડી શરૂ થઈ છે, ત્યારે આપણે એવા પરિવારોનો પણ વિચાર કરવો જોઈએ કે જેમની પાસે ઠંડીથી બચવા પર્યાપ્ત ગરમ કપડાં નથી., આ બાબતને ધ્યાનમાં લઈ અમે ડ્રીમ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ હુંફ સાથે જોડાઈ આ પ્રવૃતિમાં સહકાર આપી રહ્યા છીએ.”

ઉલ્લેનીય છે કે ડ્રીમ ફાઉન્ડેશન સતત સમાજ કાર્ય માટે  તત્પર રહે છે. અગાઉ પણ આ સંસ્થાએ વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.