January 20, 2025

પ્રજ્ઞાચક્ષુ લોકોને સરળતાથી પ્લેસમેન્ટ મળે તે માટે વી- કેર ગ્રુપની પહેલ

અમદાવાદ : અમદાવાદ સ્થિત વી-કેર ગ્રુપ  ઈન્ટરનેશનલ શિપિંગ અને લોજિસ્ટિક તેમજ તેના સંદર્ભમાં  સ્કિલ ડેવલોપમેન્ટના ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. તેમના અંતર્ગત વી- કેર ગ્રુપ અમદાવાદની અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ તેમના ક્ષેત્રની તાલીમ આપવાના પ્રયતનાઓથી જોડાયેલ છે. વી- કેર ગ્રુપની સ્થાપના શ્રી ધવલ શાહ દ્વારા વર્ષ 2013માં કરવામાં આવી હતી અને કોરોનાકાળ દરમિયાન તેમણે શિપિંગ, લોજિસ્ટિક, ઈમ્પોર્ટ, એક્સપોર્ટ ક્ષેત્રે જોબ મેળવવા ઈચ્છુક લોકો માટે જોબ પોર્ટલની શરૂઆત કરી હતી. તેમની સાથે 1000થી પણ વધુ કંપનીઓ જોડાયેલ છે અને 700થી વધુ સ્ટુડન્ટ્સ ફાઉન્ડર ધવલ શાહ દ્વારા રજિસ્ટર થયેલ છે. આ રજીસ્ટ્રેશન એકદમ નિઃશુલ્ક હોય છે. આ જોબ પોર્ટલથી દર વર્ષે આશરે 50થી વધુ સ્ટુડન્ટ્સને જોબ મળે છે. હવે પ્રજ્ઞાચક્ષુ લોકોને સરળતાથી પ્લેસમેન્ટ મળે તે માટે પણ અલગ થી સરળ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રજ્ઞાચક્ષુ સભ્યોને પોતાની સંસ્થામાં રાખવા ઈચ્છુક કંપનીઓ માટે સરળ ડેશબોર્ડ પણ તેમના વેબસાઈટ ઉપર રખાયું છે કે જેથી પ્રજ્ઞાચક્ષુ લોકો સરળતાથી કનેક્ટ થઈ શકે. બ્લાઈન્ડ સભ્યો માટે રજિસ્ટ્રેશન કરવા તેમની વેબસાઇટમાં QR કોડ પણ રાખવામાં આવેલ છે તેમજ ટૂંક જ સમયમાં તેમના માટે ઓનલાઇન એપ્લિકેશન પણ લોન્ચ કરવાં આવશે.

બ્લાઈન્ડ પીપલ એસોસીએશનના તારકભાઇ લુહાર જણાવે છે કે, વી કેર ગ્રુપ અને ધવલભાઈ હંમેશાથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે અગ્રેસર રહ્યાં છે. અમારા તાલીમ પામેલ પ્રજ્ઞાચક્ષુ સભ્યો આપની સંસ્થામાં  હાઉસ કીપીંગ; કમ્પ્યુટર ડેટા એન્ટ્રી; રિસેપ્શનિસ્ટ તેમજ બીજા અનેક પ્રકારના કાર્યો કરવા સક્ષમ હોય છે, બસ એમેને જરૂર છે તો ફક્ત તમારી સહાય ની. હું આપ સૌ ને પ્રાથના કરું છું કે આપ સૌ ધવલભાઈ જે ઓનલાઇન જોબ એપ્લિકેશન લોંચ કરી રહ્યા છે એના પરથી આ સભ્યોને આપની કંપની માં રોજગારની તક આપો.”

અગાઉ વી- કેર ગ્રુપની આ પહેલથી પ્રજ્ઞાચક્ષુ ભરતભાઈને સાકર ગ્રુપમાં  લિફ્ટમેન તરીકે જોબ મળી છે. સાકર ગ્રુપના અરવિંદભાઈ પણ આ તેમની નિષ્ઠા તેમજ જવાબદારી પુરકના કામ ને બિરદાવે છે.  એક સંસ્થાના ઓનર શ્રી રાજેશ હિંગુ જણાવે છે કે, “ધવલભાઈના રેફરન્સથી અમે અમારી ઓફિસમાં કમ્પ્યુટર વર્ક માટે અમીષા નામની દીકરીને જોબ ઉપર રાખેલ છે જે સંપૂર્ણ રીતે બ્લાઈન્ડ હોવા છતાં તેના કામને ખૂબજ સરસ રીતે ન્યાય આપી રહેલ છે. હું પણ આપ સૌને પ્રાથના કરું છું કે અમારી જેમ તમે પણ આગળ આવો અને પ્રજ્ઞાચક્ષુ સભ્યો માટે મદદ નો હાથ લંબાવો.”

વી-કેર ગ્રુપ તેમના વ્યવસાય સાથે નવી પેઢીને ઇન્ટરનેશનલ શિપિંગ અને લોજિસ્ટિકમાં તેમનું કરિયર શરૂ કરવા પ્રેરિત કરે છે. તેઓ અનેક એનજીઓ સાથે પણ સામાજિક સેવાના હેતુથી જોડાયેલ છે.