ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારનો હેતુ મહિલાઓને સ્તન કેન્સર, તેની તપાસ અને સારવાર બાબતે માહિતગાર કરવાનો હતો.
ડિવાઇન બ્રેસ્ટ ક્લિનિકના જાણીતા સ્તન કેન્સર નિષ્ણાત ડૉ. નુપુર પટેલે લગભગ 60 મહિલાઓને સંબોધિત કરી, સ્તન કેન્સર જાગૃતિ અંગે મૂલ્યવાન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં પ્રારંભિક તપાસ, સ્ક્રીનીંગ અને નિવારણને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
સંસ્થાના પ્રમુખ નિરવ શાહના જણાવ્યા મુજબ “સ્તન કેન્સરની જાગરૂકતા એક નિર્ણાયક બાબત છે, અને અમારો હેતુ મહિલાઓને તેમના સ્વાસ્થ્ય બાબતે જાગૃતતા લાવવા માટે માટે સમજ સાથે સશક્ત કરવાનો છે.”

સેમિનારમાં ઇન્ટરેક્ટિવ પ્રશ્ન અને જવાબ સત્રનો સમાવેશ થયો , અને ઉપસ્થિતોને માહિતીપ્રદ સંસાધનો અને સ્તન કેન્સર જાગૃતિ માટેની સામગ્રી આપવામાં આવી હતી.
ડ્રીમ ફાઉન્ડેશન સમાજમાં આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા, આવી પહેલનું આયોજન કરવા માટે પ્રતિબદ્ધ છે.
More Stories
અટિરા, અમદાવાદ ખાતે કોમ્પોઝિટ્સ ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન પર 3-દિવસીય વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ
ભારતના સમૃદ્ધ કૌશલ્ય ગેમિંગ ઉદ્યોગ માટે Yes Rummy વિઝન
ગુજરાત પ્રજાપતિ સમાજ શતાબ્દી મહોત્સવની અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી