India, 2025: સારી નાણાકીય સુરક્ષા સાથે ગ્રાહકોને સક્ષમ બનાવવા ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક (એસએફબી) અને એડલવાઇસ લાઇફ ઇન્સ્યોરન્સે આજે તેમની બેંકાશ્યોરન્સ ભાગીદારીની જાહેરાત કરી હતી. આ જોડાણ બેંકને બહોળા સંખ્યામાં ગ્રાહકો સુધી એડલવાઇસ લાઇફનાં સંપૂર્ણ જીવન વીમાસમાધાનોની સુલભતા પૂરી પાડશે.
એડલવાઇસ લાઇફ ઇન્સ્યોરન્સ સાથે ભાગીદારી પર ખુશી વ્યક્ત કરીને ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના સીનિયર પ્રેસિડન્ટ અને કન્ટ્રી હેડ શ્રી મુરલી વૈદ્યનાથને કહ્યું હતું કે, “ઇક્વિટાસ તરીકે અમે મજબૂત ભાગીદારી કરવા કટિબદ્ધ છીએ, જે અમારા ગ્રાહકોને અમારાં મૂલ્યોમાં પૂરક બનશે. અમારા બચત ઉત્પાદનોની રેન્જ વધારવા અમે ઓપન માર્કેટ ફ્રેમવર્કગ મારફતે અમારા ગ્રાહકોને વીમાકવચ પૂરું પાડવા થર્ડ-પાર્ટી પ્રદાતાઓ સાથે જોડાણ કરીએ છીએ. એડલવાઇસ લાઇફ ઇન્સ્યોરન્સ સાથે સંયુક્તપણે અમે વીમાકવચ, બચત, એન્ડાઉમેન્ટ અને યુલિપ એમ વિવિધ પ્લાનની રેન્જ ધરાવતી સેવા પ્રદાન કરીશું. અમને આશા છે કે આ જોડાણ અમારા ગ્રાહકોને નાણાકીય સુખાકારીને ટેકો આપતા નાણાકીય સેવાઓની બહોળી રેન્જની સુલભતા પૂરી પાડશે.”
એડલવાઇસ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર અનૂપ સેઠે કહ્યું હતું કે, “આ ભાગીદારી દક્ષિણના બજારોમાં અમારી કામગીરી વધારે મજબૂત કરશે, જે અમને વધારે ગ્રાહકો સુધી તેમની આકાંક્ષાઓ અને તેમનાં સ્વપ્નો સાકાર કરવા સમાધાનો પૂરાં પાડવા સક્ષમ બનાવશે. અમને સમાન વિચારસરણી ધરાવતી સંસ્થા પર ગર્વ છે, જે ગ્રાહકકેન્દ્રિતતા અને ઉત્કૃષ્ટ સલાહ પ્રત્યે અમારી ઊંડી કટિબદ્ધતા વ્યક્ત કરે છે – આ એ મૂલ્યો છે, જે અમારી દરેક કામગીરીનું હાર્દ છે.”
પોતાની એકથી વધારે ઉત્પાદનની વ્યૂહરચનાના ભાગરૂપે આ ભાગીદારી ઇક્વિટાસ એસએફબીનાં સંપૂર્ણ નાણાકીય સમાધાનો પૂરાં પાડવાની કટિબદ્ધતા પર ભાર મૂકે છે, જેમાં બચત, રોકાણ અને વીમાકવચ એકસાથે સામેલ છે. હાલના સમજુ બચતકર્તાઓ માટે આ ઓફર આવશ્યક નાણાકીય સુરક્ષા અને ગ્રાહકનાં જીવનમાં બદલાતાં લક્ષ્યાંકો સાથે સુસંગતતા સાથે શિસ્તબદ્ધ રીતે સંપત્તિનું સર્જનનો સમન્વય ધરાવે છે.
સંયુક્તપણે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક અને એડલવાઇસ લાઇફ પોતાના ગ્રાહકોને ઇન્સ્યોરન્સ વીમાકવચ, સંપત્તિનું સર્જન અને શ્રેષ્ઠ વીમાકલાહ આપવા મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરવા સજ્જ છે.
ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક વિશે
ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક ભારતમાં સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક પૈકીની એક છે. આધુનિક બેંક તરીકે અમે અમારા ગ્રાહકો – ઔપચારિક ધિરાણ માધ્યમોની મર્યાદિત સુવિધા ધરાવતી વ્યક્તિઓ તેમ જ સમૃદ્ધ અને અતિ-સમૃદ્ધ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (SMEs) અને કોર્પોરેટ ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડીએ છીએ. અમારી મજબૂત વ્યૂહરચના બેંકિંગની સુવિધાથી વંચિત અને મર્યાદિત સુવિધાઓ ધરાવતા સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગસાહસિકોને નાની ડિપોઝિટો અને ‘નાણાં સામે વળતર’ દ્વારા ‘પિરામિડમાં તળિયે’ રહેલાં આકાંક્ષીઓની વધતી આકાંક્ષાઓ પૂર્ણ કરવા ઉત્પાદનો વિકસાવવા ધિરાણ પૂરું પાડવા ધ્યાન કેન્દ્રિત કરે છે.
એડલવાઇસ લાઇફ ઇન્સ્યોરન્સ વિશે
એડલવાઇસ લાઇફ ઇન્સ્યોરન્સ (અગાઉ એડલવાઇસ ટોકિયો લાઇફ ઇન્સ્યોરન્સ)એ જુલાઈ, 2011માં રાષ્ટ્રવ્યાપી સ્તરે કામગીરી શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ લોકોનાં સ્વપ્નો અને આકાંક્ષાઓ પૂર્ણ કરવાનો છે. કંપનીએ જીવનવીમામાં નવીનતા, સરળતા અને આધુનિક અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે, જે આજના ગ્રાહકોની અપેક્ષાઓ સાથે સુસંગત છે. આ જરૂરિયાત પર આધારિત અને નવીન જીવનવીમા સમાધાનો પૂરાં કરે છે, જેથી ગ્રાહકોને તેમની #zindagiunlimited પૂર્ણ કરવામાં મદદ મળે છે. ગ્રાહક-કેન્દ્રિત અભિગમ સાથે કંપની સમગ્ર દેશમાં પોતાના ગ્રાહકોને અસરકારક સેવા આપવા મલ્ટિ-ચેનલ વિતરણ વ્યવસાય તરીકે કામ કરે છે.
એવોર્ડ્ઝ:
કંપનીએ તાજેતરમાં થોડાં વર્ષોમાં કેટલાંક પ્રતિષ્ઠિત ઔદ્યોગિક મંચો પર પુરસ્કારો મેળવ્યાં છે. અહીં કેટલાંક નોંધપાત્ર પુરસ્કારોનો ઉલ્લેખ કર્યો છેઃ
- ઓર્ગન ડોનેશન પહેલે ફિક્કી ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવોર્ડ્ઝ 2023માં બેસ્ટ સીએસઆર પહેલ – લાઇફ કેટેગરીમાં પુરસ્કાર એનાયત કર્યો હતો
- નાસ્કોમ ફાઉન્ડેશન ટેકફોરગૂડ એવોર્ડ્ઝ 2024માં ‘પબ્લિક એન્ડ પ્રાઇવેટ કોલાબોરેશન’ કેટેગરીમાં ‘બોલ્ટ’ તરીકે સન્માનિત કરી
- સતત 4 વર્ષ ગ્રેટ પ્લેસ ટૂ વર્ક તરીકે સન્માન
- જોખમનું વ્યવસ્થાપન કરવા બદલ ગોલ્ડન પીકોક એવોર્ડ 2023
- માર્ક્સમેન નેટવર્ક દ્વારા 2023-24માં મોસ્ટ ટ્રસ્ટેડ બીએફએસઈ બ્રાન્ડ્સ
- એક દિવસમાં અંગદાન માટે સૌથી વધુ સંખ્યામાં કટિબદ્ધતા એકત્ર કરવા બદલ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્ઝ

More Stories
સિગ્મા એડવાન્સ્ડ સિસ્ટમ્સે એરોસ્પેસ સિસ્ટમ્સના ઉત્પાદન અને સપ્લાય માટે રોલ્સ-રોયસ સાથે 300 મિલિયન પાઉન્ડનો લાંબા ગાળાનો કરાર કર્યો
“બેંગકોકમાં ગુંજ્યો સ્થિર ભવિષ્ય માટેનો નિર્ણાયક સંદેશ : ડો. નઈમ સિરાજુદ્દીન તીરમીઝી એ કહ્યું સ્થિર નિર્ણાયક ભવિષ્ય અને વિકાસ લક્ષ્યો માટે વિશ્વને એક બીજાના સહકારની જરૂર
કાચા માલમાં તીવ્ર ભાવવધારો તેમજ તીવ્ર અછતને કારણે ભયંકર કટોકટીનો સામનો કરી રહેલ ડિટર્જન્ટ ઉદ્યોગ : 80% લઘુ ઉદ્યોગો બંધ, હજારો શ્રમિકો બેરોજગાર