અમદાવાદ, ૨૭ઓગસ્ટ, ૨૦૨૫: ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ૧૪ માં ક્વોલિટી માર્ક એવોર્ડસનો ભવ્ય સમારોહ મંગળવાર, ૨૬ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ નારાયણી હાઇટ્સ, અમદાવાદ ખાતે યોજાયો. આ ગાલાઈવેન્ટમાંદેશભરના વિવિધ ક્ષેત્રોનાઉદ્યોગપતિઓ, નીતિનિર્માતાઓ, અને પ્રતિષ્ઠિત વ્યાવસાયિકોએ ભાગ લીધો.
આ આયોજન વિશે આયોજક હેતલઠક્કરે જણાવ્યું હતું: ક્વોલિટી માર્ક એવોર્ડસનોહેતુ એવાં લોકોને સન્માનિત કરવાનો છે, જે નફાની સાથે સાથેઉદ્દેશ્યપૂર્ણ કાર્યમાં શ્રેષ્ઠતા તરફ પ્રયાણ કરે છે. આવાં પુરસ્કારો અન્ય ઉદ્યોગોને પણ ગુણવત્તા જાળવવાની પ્રેરણા આપે છે.”

આ વર્ષે વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં ગુણવત્તા, નવીનતા, ટકાઉપણું અને વ્યાવસાયિક શ્રેષ્ઠતામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૩૫થી વધુ સંસ્થાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી.
કાર્યક્રમમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇબાવળિયા (જળ સંસાધન, ખાદ્ય અને નાગરિક પુરવઠો વિભાગ) મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા.માનનીય વિશિષ્ટ મહેમાનતરીકે શ્રી દિલીપભઈસંઘાણી (અધ્યક્ષ – ઈફ્કો) અને શ્રી રત્નશેખરજી (ટ્રાફિક મેનેજર, દિન્દયાલપોર્ટઓથોરિટી) શ્રી કે. કે. મૌર્ય (ડીજીએમ, ઓર્ડનન્સફેક્ટરીદેહુરોડ) , શ્રી જયરામ દેસાઈ (અધ્યક્ષ એપીએમસી )ઉપસ્થિત રહ્યા.બોલીવુડ સ્ટાર શ્રી શર્મનજોશીએ ખાસ મહેમાન તરીકે હાજરી આપી અને સમારોહમાં રંગતભરી.
આ કાર્યક્રમ દિન્દયાલપોર્ટઓથોરિટી સાથે સહયોગમાં અને World Economic Magazine ના મેગેઝિન પાર્ટનર તરીકે યોજાયો હતો, જે ગુણવત્તા કેન્દ્રિત વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે સંકળાયેલ છે.
આ ઉપરાંત આયોજક અરવિંદ વેગડાએઉમેર્યું હતું કેકાર્યક્રમ નાઅંતે નેટવર્કિંગડિનર રાખવામાં આવ્યું હતું, જેનો ઉદ્યોગ જગત અને મીડિયા પર સુંદર પ્રતિભાવ પડ્યો.ક્વોલિટી માર્ક એવોર્ડસએવા સંસ્થાઓ માટે વિશ્વસનીયતા અને માન્યતા નું પ્રતિક બની રહ્યું છે, જેઓ સતત નવીનતા અને ગુણવત્તામાં નેતૃત્વ કરે છે.
More Stories
અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) ના ઉદ્ઘાટનમાં કલા, સાહિત્ય અને સંસ્કૃતિનો સંગમ
“લિટરેચર અને સિનેમા” ના સંગમ સાથે અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 10મી ભવ્ય એડિશન 11-12 ઓક્ટોબરે યોજાશે
અમદાવાદમાં નવા બિઝનેસ સેન્ટર સાથે ક્વોન્ટમ એએમસી એ પોતાની હાજરીનું વિસ્તરણ કર્યું