February 5, 2025

ઇન્ડસ યુનિવર્સિટીના નવમા દીક્ષાંત સમારોહના પ્રથમ દિવસે  શ્રી રઘુ પાનીકરે જીવનમાં સફળતાના પાઠ શીખવ્યા અને શુભકામનાઓ પાઠવી.

૨૭ -૧૨-૨૦૨૪, અમદાવાદ:- અમદાવાદ ઇન્ડસ યુનિવર્સીટીના   નવમા  દીક્ષાંત સમારોહના પ્રથમ દિવસે મુખ્ય અતિથી તરીકે કેનેસ સેમિકોનના CEO શ્રી રઘુ પાનીકર તથા ગેસ્ટ ઓફ ઓનર્સ તરીકે  ઇન્ડસ યુનિવર્સીટીના  ફાઉન્ડર વાઈસ ચાન્સેલર  શ્રી ડો. ડી.પી. ગીરધર ઉપસ્થિત રહ્યા હતા અને   દીક્ષાંત  સમારોહની શોભા વધારી હતી.

આ પ્રસંગે પ્રથમ દિવસના  મુખ્ય અતિથી શ્રી રઘુ પાનીકરે વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે ,તમને જીવનમાં અનેક પડકારોનો સામનો કરવો પડશે.સતત નવું નવું શીખતા રહેવું પડશે.આજે અનેક તકો વિકાસની તમારી સામે ઉભી છે ત્યારે મૂળભૂત મુલ્યોની જાળવણી સાથે નવા કૌશલ્યો વિકસાવીને જીવનના યુદ્ધને જીતવું પડશે અને સજ્જતા સાથે ટકી રહેવું પડશે.તો ગેસ્ટ ઓફ ઓનર્સ શ્રી ડો. ડી.પી. ગીરધરે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને સફળતાના અનેક શિખરો સર કરો તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ નવમાં  દીક્ષાંત  સમારોહમાં ઇન્ડસ યુનિવર્સીટી સંલગ્ન વિવિધ સંસ્થાઓના  અંડર-ગ્રેજ્યુએટસ , પોસ્ટ- ગ્રેજ્યુએટસ  પ્રોગ્રામ્સના ૧૦૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી . તો  ૨૨   વિદ્યાર્થીઓને ડોક્ટરેટની ડિગ્રી પણ એનાયત કરવામાં આવી હતી.તદુપરાંત વિવિધ વિદ્યાશાખા ના કુલ ૧૩  વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ તથા ૦૬ વિદ્યાર્થીઓને  વિશિષ્ઠ એવોર્ડસ  પણ એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે સમાજ અને વિશ્વને તેમના યોગદાન માટે બે જાણીતા વ્યક્તિત્વો ડો.કવિતા કટ્ટી તથા શ્રી અનંતકુમાર હેગડેને માનદ પીએચ.ડી. ડિગ્રી પ્રદાન કરવામાં આવી હતી.

આ દીક્ષાંત સમારોહમાં ઇન્ડસ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ સેક્રેટરીએટ ડો.નાગેશ ભંડારી તથા શ્રીમતી ડો. રીતુ ભંડારી , ડાયરેક્ટર –વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટીટયુટઓફ એરોનોટીક્સ    રાધિકા ભંડારીજી  ,બોર્ડ ઓફ મેનેજમેન્ટ,બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્યો સહીત વિવિધક્ષેત્રના અનેક   મહાનુભાવો  પણ ઉપસ્થિતરહ્યા હતા.તો બીજા દિવસે મુખ્ય અતિથી તરીકે અરાબેલા સોલ્યુસન્સના કન્ટ્રી હેડ  શ્રીમતી બીના કોઠડીયાજી ઉપસ્થિત રહેવાના છે અને વિદ્યાર્થીઓને આશીર્વચનો પાઠવવાના છે.

ઇન્ડસ યુનિવર્સિટીના  નવમા  દીક્ષાંત સમારોહનું  યુનિવર્સિટીની  YouTube ચેનલ પરથી લાઈવ ટેલિકાસ્ટ પણ યોજાયું હતું;જેથી મિત્રો, પરિવારજનો , અને શુભેચ્છકો વિશ્વભરમાંથી  સ્નાતકોની સિદ્ધિઓના સાક્ષી બની શકે.