8મી માર્ચે ઈન્ટરનેશનલ વુમન્સ ડે હોય છે અને તેના ઉપક્રમે દર વર્ષે અટીરા (અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન) ખાતે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ અટીરા ખાતે ત્યાં કામ કરતી મહિલાઓના સમ્માનમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયનેકોલોજિસ્ટ અને મોટિવેશનલ સ્પીકર ડૉ. દર્શના ઠક્કર અને ઈન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર ડૉ. મિતાલી નાગ ઉપસ્થિત રહ્યાં હતા.

ડૉ. દર્શના ઠક્કરે “ઈમોશન વીથ સ્પા” વિષય પર વ્યક્તવ્ય આપ્યું હતું અને ત્યાં ઉપસ્થિત સૌને પ્રેરિત કર્યા હતા. ડૉ. મિતાલી નાગે મહિલાઓને લગતાં ગીતો પરફોર્મ કર્યા હતા. તેઓએ “તું કોમલ હૈ, કમઝોર નહિ”, “લાડલી” વગેરે જેવા ગીતો પરફોર્મ કરી સૌને ભાવવિભોર કરી દીધા હતા.
ઉપસ્થિત મહેમાનોએ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ તેમના માર્ગ પર આગળ વધે તે અંગે તેમની આંતરદૃષ્ટિ શેર કરી. તેઓએ જણાવ્યું હતું કે, અમે સમાનતાને પ્રોત્સાહન આપવા અને મહિલાઓના વિકાસ સાથે સશક્તિકરણ કરવામાં માનીએ છીએ. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને તેમને તેમના અધિકારો વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.
More Stories
AMC, AMTS, અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ (MHT) દ્વારા ભારતમાં પ્રથમ ‘કુલ બસ સ્ટોપ’ અમદાવાદમાં લોન્ચ
નેશનલ કોન્ફેરેન્સ અને શક્તિ એવોર્ડ 2025: ”હર વોઇસ, હર વિઝન: વુમન શેપિંગ ધ ઇકોનોમી”
ઈન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે ઘાટલોડિયા વિસ્તારમાં 800 મહિલાઓની રેલી