- મોટો g45 લેટેસ્ટ સ્નેપડ્રેગન® 6s જેન 3 પ્રોસેસર સાથે સેગમેન્ટમાં સૌથી વધુ ઝડપી* 5G પર્ફોર્મન્સ સાથે પ્રસ્તુત થશે, જેમાં સેગમેન્ટમાં સૌથી વધુ 13 5G બેન્ડ છે, જેની શરૂઆતની કિંમત ફક્ત ₹9,999# છે
- મોટો g45 5Gને 3 વાઇબ્રન્ટ પેન્ટોન ક્યુરેટેડ કલર વેરિઅન્ટ – બ્રિલિયન્ટ બ્લૂ, બ્રિલિયન્ટ ગ્રીન અને વાઇવા મજિન્ટામાં વેગન લેધર ફિનિશમાં અલ્ટ્રા-પ્રીમિયમ ડિઝાઇન સાથે આકર્ષક લૂક પર ગર્વ છે
- મોટો g45 5G મનોરંજનનો સંપૂર્ણ અનુભવ મેળવવા ડોલ્બી એટમોસ સ્ટીરિયો સાઉન્ડ (ડ્યુઅલ સ્પીકર્સ) સાથે ગોરિલા® ગ્લાસ 3ની અભૂતપૂર્વ સુરક્ષા સાથે 120Hz રિફ્રેશ રેટ 6.5” બ્રાઇટ ડિસ્પ્લે પણ ધરાવે છે
- મોટો g45 5G સેગમેન્ટમાં સૌથી વધુ 16MP સેલ્ફી કેમેરા સાથે અદ્યતન 50MP ક્વાડ પિક્સેલ કેમેરા ધરાવે છે
- આ મોટોરોલાની ઓળખ સમાન સોફ્ટવર મોટો સીક્યોર, સ્માર્ટ કનેક્ટ^, ફેમિલી સ્પેસ, મોટો અનપ્લગ્ગડ વગેરે સાથે આવશે
- સ્માર્ટફોન 2 મેમરી વેરિઅન્ટ – 4GB+128GB અને 8GB+128GB વેરિઅન્ટમાં અનુક્રમે રૂ. 10,999 અને રૂ. 12,999માં ઉપલબ્ધ થશે
- લોંચ ઓફરના ભાગરૂપે ઉપભોક્તાઓને પસંદગીના કાર્ડ અને જૂના ડિવાઇઝ પર રૂ. 1,000ની વધારાની છૂટ મળશે, જેથી અસરકારક કિંમત અનુક્રમે રૂ. 9,999 અને રૂ. 11,999 થાય છે
- મોટો g45 5G ફ્લિપકાર્ટ, Motorola.in અને ભારતમાં અગ્રણી રિટેલ સ્ટોર્સમાં 28 ઑગસ્ટ, 2024ના રોજ બપોરે 12 વાગ્યાથી વેચાણ માટે ઉપલબ્ધ થશે
ભારતની બેસ્ટ## 5G સ્માર્ટફોન બ્રાન્ડ મોટોરોલાએ આજે મોટો g45 5G પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. મોટો g45 5G પોતાના પાવરફૂલ સ્નેપડ્રેગન® 6s જેન 3 પ્રોસેસર સાથે ભારતમાં વાજબી 5G સ્માર્ટફોન બજારમાં પરિવર્તનનો પવન લાવશે, જે શ્રેષ્ઠ જોડાણ માટે VoNR સાથે સેગમેન્ટમાં સૌથી વધુ 13 5G બેન્ડ સાથે અભૂતપૂર્વ કામગીરી આપે છે. જ્યારે મોટો g45 g-સીરિઝ સ્માર્ટફોનમાં પહેલી વાર 3 સુંદર પેન્ટોન ક્યુરેટેડ કલર વેરિઅન્ટમાં વેગન લેધર ફિનિશ સાથે અલ્ટ્રા-પ્રીમિયમ ડિઝાઇન સાથે આવે છે, ત્યારે સેગમેન્ટમાં સૌથી વધુ પાતળો અને વજનમાં સૌથી હલકા મોબાઇલ ફોન પૈકીનો એક છે. સ્માર્ટફોન અન્ય વિશ્વસનિય અને સેગમેન્ટમાં અગ્રણી ખાસિયતો સાથે આવે છે, જેમ કે 16MP સેલ્ફી કેમેરા સાથે 50MP ક્વાડ પિક્સેલ કેમેરા, ગોરિલા® ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે 120Hz 6.5″ ડિસ્પ્લે અને ડોલ્બી એટમોસ® સાથે ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ તેમજ સ્માર્ટ કનેક્ટ^, મોટો સીક્યોર, ફેમિલી સ્પેસ, મોટો અનપ્લગ્ગડ જેવી વિવિધ અનેક સોફ્ટવેર ખાસિયતો ધરાવે છે, જે એના સેગમેન્ટમાં શ્રેષ્ઠ* 5G સ્માર્ટફોન પૈકીનો એક છે.
પાવરફૂલ ક્વાલકોમ સ્નેપડ્રેગન® 6s જેન 3 ઓક્ટા કોર પ્રોસેસર સાથે સેગમેન્ટનો સૌથી ઝડપી* 5G પર્ફોર્મન્સ સાથે સજ્જ મોટો g45 5G સરળતાપૂર્વક એકસાથે વિવિધ કામગીરી અને ગેમિંગની ક્ષમતાઓ સાથે ઝડપી અને સાતત્યપૂર્ણ કામગીરી માટે સક્ષમ બનાવે છે, જેને પ્રભાવશાળી 480K+ AnTuTu સ્કોર પર ગર્વ છે, જે આ સેગમેન્ટમાં સૌથી વધુ સ્પર્ધાત્મક છે. વળી, VoNR સાથે સૌથી વધુ 13 5G બેન્ડ સાથે પોતાના સુપરફાસ્ટ 5G પાવર્ડ અને 4X4 MIMO તથા 4 કેરિયર એગ્રીગેશન સુધી એ સેગમેન્ટમાં બેસ્ટ* 5G પર્ફોર્મર છે. મોટો g45 5G બે RAM વેરિઅન્ટ સાથે આવે છે અને ઇન-બિલ્ટ 4GB અથવા 8GB LPDDR4X RAM સાથે પુષ્કળ સ્ટોરેજ ધરાવે છે, જેને RAM બૂસ્ટર ખાસિયત સાથે વધારીને 16GB સુધી વધારી શકાશે તથા માઇક્રોSD કાર્ડ સાથે વધારીને મોટી 128GB UFS 2.2 સ્ટોરેજને 1TB સુધી વધારી શકાશે.
ડિઝાઇનની દ્રષ્ટિએ મોટો g45 5G એના અલ્ટ્રા-પ્રીમિયમ લૂક અને વેગન લેધર ફિનિશ સાથે ઉત્કૃષ્ટ છે. આ ડિઝાઇન હાથમાં પ્રીમિયમ મોબાઇલની લાગણી જન્માવાની સાથે IP52 વોટર રેસિસ્ટન્સ સાથે ટકાઉક્ષમતા સુનિશ્ચિત કરે છે, જે અકસ્માતે પાણી ઢોળાવવા, પાણીમાં પડવા અને હળવા વરસાદ સામે સુરક્ષાકવચ પ્રદાન કરે છે. વળી, મોટો g45 5Gને સ્લીક, અલ્ટ્રા-સ્લિમ પ્રોફાઇલ પર ગર્વ છે, જે ફક્ત 8mm પાતળો છે અને 183 ગ્રામ જ વજન ધરાવે છે. આ ત્રણ આકર્ષક પેન્ટોન-વેલિડેટેડ કલરઃ બ્રિલિયન્ટ બ્લૂ, બ્રિલિયન્ટ ગ્રીન અને વાઇવા મજેન્ટામાં ઉપલબ્ધ છે.
મોટો g45 5G સેગમેન્ટમાં અગ્રણી 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે સાથે પોતાના 6.5” પંચ હોલ ડિસ્પ્લે પર યુઝર્સને સરળતાપૂર્વક ગેમ રમવાનો, એકસાથે વધારે કામ કરવાનો અને સાતત્યપૂર્ણ સ્ક્રોલિંગ કરવાનો અનુભવ મેળવવા સક્ષમ બનાવે છે. ઉપરાંત સેગમેન્ટના બેસ્ટ ગોરિલા® ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે ફોન સલામત છે, જે ટકાઉક્ષમતા અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. અતિ આકર્ષક અને પ્રીમિયમ સ્ક્રીન, અતિ પાતળી બેઝેલ અને આધુનિક પંચ હોલ ડિસ્પ્લે ફિલ્મો, ગેમ્સ અને વીડિયો ચેટ્સ માટે વ્યૂઇંગની મજા વધારે છે. આ ઉપરાંત સ્ક્રીન પર કન્ટેન્ટના પ્રકારને આધારે રિફ્રેટ રેટ ઓટોમેટિક એડજસ્ટ થાય છે. 240 Hz ટચ રેટના લૉ-લેટન્સી રેટ સાથે યુઝર્સ પ્રમાણભૂત ડિસ્પ્લેથી વધારે ઝડપથી કામગીરીનો અનુભવ કરી શકે છે. વ્યૂઇંગનો સંપૂર્ણ અનુભવ ડોલ્બી એટમોસ® સાથે બે મોટા સ્ટીરિયો સ્પીકર્સ ટ્યુન્ડ દ્વારા વધે છે, જે બહુપરિમાણીય અવાજ અને સ્ટુડિયો-ગુણવત્તાનો ઓડિયો પ્રદાન કરે છે. આ સેગમેન્ટમાં પહેલી વાર હાઇ-રેઝ ઓડિયો પ્રસ્તુત થયો છે, જે તમારી કન્ટેન્ટને સંપૂર્ણપણે નવી ઓડિયો ઉત્કૃષ્ટતા પર લઈ જાય છે. આ હાઇ-રેઝ સર્ટિફાઇડ સાઉન્ડ સિસ્ટમ એક્ષ્ટેન્ડેડ ડાયનેમિક રેન્જ સુનિશ્ચિત કરે છે, જે સંગીતપ્રેમીઓ માટે વિશિષ્ટ સ્પષ્ટતા પ્રદાન કરે છે. ઇન્ટેલિજન્ટ પાવર સંવર્ધન અને સિન્ક્રોનાઇઝ સ્ટીરિયો સ્પીકર્સ સાથે આ ઉપકરણ સ્પષ્ટ અને અસરકારક અવાજ સુનિશ્ચિત કરે છે. આ તમારી પસંદગીની સામગ્રી માટે ખરાં અર્થમાં સંપૂર્ણ મનોરંજક અનુભવ પ્રદાન કરે છે.
મોટો g45 5G પોતાના અત્યાધુનિક 50MP ક્વાડ પિક્સેલ કેમેરા સાથે વાજબી સ્માર્ટફોન ફોટોગ્રાફીમાં નવા માપદંડો સ્થાપિત કરે છે, જે ઉત્કૃષ્ટ સ્પષ્ટતા અને કોઈ પણ લાઇટમાં વાઇબ્રન્ટ વિગત આપે છે. ક્વાડ પિક્સેલ ટેકનોલોજી 4x શ્રેષ્ઠ લૉ-લાઇટ સંવેદનશીલતા આપે છે, દિવસ અને રાતે આકર્ષક અને સ્પષ્ટ ફોટો લે છે. મોટો g45 5G નવીન ઇમેજ ઓટો સંવર્ધન સાથે આવે છે, જે ઉપભોક્તાઓને કુદરતી કે સંવર્ધિત/બૂસ્ટેડ કલર્સમાં તસવીરો લેવાનો વિકલ્પ પ્રદાન કરે છે, જેનો આધાર તેમની પસંદગી પર છે, જે તેમને સેગમેન્ટમાં ફોટોગ્રાફીનો અત્યાધુનિક અનુભવ પ્રદાન કરે છે. વળી, મોટો g45 5G અત્યાર સુધીની કોઈ પણ સેલ્ફીથી વધારે સ્પષ્ટ સેલ્ફી માટે સેગમેન્ટમાં શ્રેષ્ઠ 16MP ફ્રન્ટ કેમેરા અને તમારી ફોટોગ્રાફીને વધારે સુંદર બનાવવા 2MP મેક્રો વિઝન કેમેરા ધરાવે છે, જે સ્પષ્ટ સેલ્ફ-પોર્ટ્રેટ અને બારીક ક્લોઝ-અપ માટે સક્ષમ બનાવે છે. મોટોરોલા ઓડિયો ઝૂમ, સ્પોટ કલર, ઓટો સ્માઇલ કેપ્ચ્યોર, જેસ્ચર કેપ્ચ્યોર અને ઓટો નાઇટ વિઝન મોડ જેવા કેમેરામાં પ્રીમિયમ સોફ્ટવેર ખાસિયતો પણ પ્રસ્તુત કરે છે.
પોતાની મજબૂત 5000mAh બેટરી સાથે મોટો g45 5G પાવરને નવેસરથી પરિભાષિત કરે છે, જે ટર્બોપાવર™ 20W ટેકનોલોજી સાથે આખો દિવસ કામગીરી અને ઝડપી રિચાર્જની ખાતરી આપે છે. આ ફોન વિશ્વસનિયતા, સંવર્ધિત બેટરી લાઇફ, સતત પ્લેલિસ્ટ માટે ડિવાઇઝ સપોર્ટ, વીડિયો કોલ અને બિન્જ-વોચિંગની જરૂરિયાત ધરાવતા લોકો માટે ડિઝાઇન કરાયેલો છે. યુઝર્સ કોઈ પણ જગ્યાએ બેટરી લાઇફની ચિંતા કર્યા વિના ઝડપથી ચાર્જ કરી શકે છે.
મોટો g45 5G આ કિંમત પર પહેલી વાર સ્માર્ટ કનેક્ટ (8GB વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ) જેવી વધારાની નવીનતાઓ સાથે પ્રસ્તુત થયો છે. સ્માર્ટ કનેક્ટ તમને ડેસ્કટોપ, લેપ્ટોપ અને ટેબ્લેટ સહિત મોટી સ્ક્રીન પર કોઈ પણ કન્ટેન્ટ સરળતાપૂર્વક સ્ટ્રીમ કરવા કે વહેંચવા મદદ કરે છે. વળી આ રેડી ફોર પીસી (8GB વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ) સાથે ઉપલબ્ધ છે, જે યુઝર્સને ટીવીની મોટી સ્ક્રીન પર કે ફોનની એપ્સ પર તેમની મનપસંદ મોબાઇલ ગેમ્સ અને મનોરંજનને માણવાની છૂટ આપે છે તથા એ જ ડિસ્પ્લેમાં પીસી ફાઇલ જોવાની સુવિધા આપે છે. મોટો g45 5G મોટો અનપ્લગ્ગડ સાથે ડિજિટલ સુવિધા પણ વધારે છે તથા લેટેસ્ટ My UX મારફતે શ્રેષ્ઠ પર્સનાઇલેઝશન ઓફર કરે છે, જે લોકપ્રિય મોટો ચેષ્ટાઓ સાથે સંપૂર્ણ બને છે. સરળ સુરક્ષા સાથે ડિવાઇઝ સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ રીડર/પાવર બટન કોમ્બે ધરાવે છે.
ત્રણ વર્ષની સીક્યોરિટી અપડેટ ઉપરાંત એન્ડ્રોઇડ 14 સાથે મોટો g45 5G અને એન્ડ્રોઇડ 15 સુધી અપગ્રેડની ગેરન્ટી સાથે મોટો g45 5G પર્સનલાઇઝેશન, સુરક્ષા અને સુલભતાનો પોતાના સમન્વય માટે ઉત્કૃષ્ટ છે. ડિવાઇઝનું લેટેસ્ટ સોફ્ટવેર આરોગ્ય, સલામતી અને ડેટા માટે પ્રાઇવસી અપડેટ તેમજ સંવર્ધિત કરી શકાય એવી સુલભતાની ખાસિયતો સાથે યુઝરને શ્રેષ્ઠ અનુભવ આપે છે. આ મોટો સીક્યોર 3.0 સંકલિત કરે છે, જે નવી એન્ટિ-ફિશિંગ અને ઓટો-લોક કામગીરી ધરાવે છે તથા તેમાં બાળકો માટે સલામત વાતાવરણ ઊભું કરવા ફેમિલી સ્પેસ 2.0 સામેલ છે.
આ પ્રસંગે મોટોરોલા ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ટી એમ નરસિંહને કહ્યું હતું કે, “અમને મોટો g45 5G પ્રસ્તુત કરવાનો રોમાંચ છે – જે વાજબી કિંમતના સેગેમેન્ટમાં મોટોરોલાનો સૌથી ઝડપી* અને સૌથી સક્ષમ 5G સ્માર્ટફોન છે. અમે ટેકનોલોજીનો સર્વસુલભ બનાવવામાં માનીએ છીએ તથા અમારો ઉદ્દેશ સમગ્ર દેશમાં વાજબી કિંમતે બહોળા વર્ગને શ્રેષ્ઠ 5G અનુભવ આપવાનો છે. આ સ્માર્ટફોન સંપૂર્ણ છે, કોઈ પણ પ્રકારનું સમાધાન કર્યા વિનાનો 5G ઉપકરણ છે, જે ભારતીય ઉપભોક્તાઓને શ્રેષ્ઠ કામગીરી, ડિઝાઇન, ડિસ્પ્લે અને કેમેરા સાથે અદ્યતન 5G જોડાણ આપે છે. અમને ખાતરી છે કે, મોટો g45 5G ઉપભોક્તાઓને વાજબી કિંમતે પ્રીમિયમ 5G પ્રીમિયમની સુલભતા માટે સક્ષમ બનાવીને ભારતમાં વાજબી 5G સ્માર્ટફોન સેગમેન્ટમાં નવો માપદંડ સ્થાપિત કરશે.”
ઉત્પાદન વિશે વધારે જાણકારી મેળવવા મુલાકાત લોઃ
ફ્લિપકાર્ટ: – https://www.flipkart.com/moto-g45-coming-soon-store
મોટોરોલાની વેબસાઇટ: – https://www.motorola.in/smartphones-moto-g45-5g/p
ઉપલબ્ધતા:
મોટો g45 5G ત્રણ સુંદર રંગ – બ્રિલિયન્ટ બ્લૂ, બ્રિલિયન્ટ ગ્રીન અને વાઇવા મજિન્ટામાં ઉપલબ્ધ થશે, જે તમામ 3 રંગમાં પ્રીમિયમ વેગન લેધર ડિઝાઇન ધરાવે છે.
મોટો g45 5G ઇન-બિલ્ટ 4GB RAM અને 8GB RAM + 128GB સ્ટોરેજ સાથે બે મેમરી વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે તથા ફ્લિપકાર્ટ, Motorola.in અને અગ્રણી રિટેલ સ્ટોર્સમાં 28 ઑગસ્ટ, 2024ના રોજ બપોરે 12 વાગ્યાથી ઉપલબ્ધ થશે.
લોંચ કિંમત:
4GB + 128GB: રૂ. 10,999
8GB + 128GB: રૂ. 12,999
વાજબી ઓફર: 28 ઑગસ્ટ 2024થી 10 સપ્ટેમ્બર, 2024 સુધી લાગુ.
એક્સિસ બેંક અને આઇડીએફસી ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ઇએમઆઈ વ્યવહારો પર રૂ. 1000નું તાત્કાલિક ડિસ્કાઉન્ટ.
ઓફર સાથે અસરકારક કિંમત:
4GB + 128GB: રૂ. 9,999
8GB + 128GB: રૂ. 11,999
ઓપરેટર ઓફર:
ઓપરેટરનું નામઃ રિલાયન્સ જિયો
કુલ ફાયદા રૂ. 5,000
રૂ. 2,000 કેશબેક + રૂ. 3,000 વાઉચરર્સ
પ્રીપેઇડ પ્લાન પર માન્ય : રૂ. 449 જિયો કેશબેક રૂ. 2000 | રકમ 2,000 | માપ # 40 |
શોપિંગ : આજિયો: રૂ. 2999ની ખરીદી પર રૂ. 500ની છૂટ (*2) | 1000 | 2 |
ટ્રાવેલ : EMT: રૂ. 1500 સુધી ફ્લાઇટ્સ માટે છૂટ | 1,500 | 1 |
વેલનેસ: નેટમેડ્સ: રૂ. 999ના ઓર્ડર પર 20 ટકા છૂટ +NMS કેશ | 500 | 1 |
કુલ | ₹ 5,000 |
ઓફર વિશે વધારે જાણકારી મેળવો: https://www.jio.com/en-in/jio-motorola-g45-offer-2024
More Stories
20 ડિસેમ્બર અમદાવાદના ન્યુ રાણીપ એરિયામાં વડાલીયા ફૂડ્સ દ્વારા કમ્પની આઉટલેટનું શાનદાર ઓપનિંગ
બ્રાન્ડ એમ્બેસેડર અક્ષય કુમારે સુરક્ષા અને નવીનતા પ્રત્યે પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવા માટે આરઆર કાબેલ (RR Kabel)ની અત્યાધુનિક વાઘોડિયા ફેસિલિટીની મુલાકાત લીધી
ઇસુઝુ મોટર્સ ઇન્ડિયા સમગ્ર ભારતમાં ‘ઇસુઝુ આઈ-કેર વિન્ટર કેમ્પ’ શરૂ કરી રહી છે