ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં સ્વાસ્થ્યના તાજેતરના પ્રવાહો ફર્ટિલિટી ક્ષેત્રે એક મોટો ફેરફાર સૂચવે છે. ફર્ટિલિટી નિષ્ણાતોના અહેવાલ મુજબ, પુરુષોમાં વંધ્યત્વના ગંભીર પરિબળો , સ્ત્રીઓમાં અંડાશયની ઓછી ક્ષમતા અને અગાઉ આઈવીએફ (IVF) માં નિષ્ફળતા મળી હોય તેવા યુગલોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ અમદાવાદના કન્સલ્ટન્ટ અને સેન્ટર હેડ, ડૉ. નિમિષા શાંતિલાલ પંડ્યાએ જણાવ્યું હતું કે: “અમદાવાદમાં અમે પુરુષોમાં વંધ્યત્વના ગંભીર કિસ્સાઓમાં સ્પષ્ટ વધારો જોઈ રહ્યા છીએ, જે મુખ્યત્વે જીવનશૈલીના પરિબળો, મેટાબોલિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અને મોડેથી પેરેન્ટહુડના નિર્ણય સાથે સંકળાયેલા છે. આની સાથે જ, સ્ત્રીઓમાં અંડાશયની ઓછી ક્ષમતાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. અમારી પાસે એવા યુગલોની સંખ્યા પણ વધી રહી છે, જેઓ અગાઉ અનેકવાર આઈવીએફ (IVF) ના અસફળ પ્રયાસોનો ઈતિહાસ ધરાવતા હોય.”
ઘણા કિસ્સાઓમાં, પડકાર સારવારનો અભાવ નથી, પરંતુ અપૂરતું નિદાન, અવગણવામાં આવેલા આનુવંશિક પરિબળો અથવા જૈવિક રીતે જટિલ પરિસ્થિતિઓમાં પણ વારંવાર એક જ પ્રકારના સ્ટાન્ડર્ડ પ્રોટોકોલનો ઉપયોગ છે. ક્લિનિકલ દૃષ્ટિકોણથી જોઈએ તો, એડવાન્સ્ડ સ્પર્મ ટેસ્ટિંગ (શુક્રાણુ પરીક્ષણ), જિનેટિક સ્ક્રીનિંગ અને વ્યક્તિગત જરૂરિયાત મુજબના સાયકલ પ્લાનિંગ દ્વારા તપાસનો વ્યાપ વધારવો અત્યંત આવશ્યક છે.
આજના સમયમાં ફર્ટિલિટી કેર માટે માત્ર જથ્થા (વોલ્યુમ) પર આધારિત અભિગમ રાખવાને બદલે સચોટતા આધારિત નિર્ણય લેવા અત્યંત જરૂરી છે. જ્યારે નિદાન અને સારવારના તબક્કાઓ યોગ્ય રીતે ગોઠવવામાં આવે છે, ત્યારે લાંબા સમયથી નિષ્ફળ પ્રયાસોનો ઇતિહાસ ધરાવતા દર્દીઓ પણ વધુ સારા અને વાસ્તવિક પરિણામો પ્રાપ્ત કરી શકે છે.”
નિષ્ણાતો નોંધે છે કે આ વિકસતો પ્રવાહ પ્રારંભિક તપાસ અને વ્યક્તિગત ફર્ટિલિટી કેરના મહત્વ પર ભાર મૂકે છે, ખાસ કરીને એવા યુગલો માટે કે જેમણે વારંવાર સારવારમાં નિષ્ફળતાનો અનુભવ કર્યો છે અને જેઓ સફળ પરિણામો માટે વધુ સ્પષ્ટ માર્ગો શોધી રહ્યા છે.

More Stories
ફર્ટિલિટી ચેક-અપ હવે માત્ર ‘ગર્ભધારણમાં મુશ્કેલી’ માટે જ નથી
ગુજરાતના યોગ અને નેચરોપથી ક્ષેત્ર પર અસ્તિત્વનું સંકટ : INYGMA ગુજરાત ચેપ્ટર દ્વારા તાત્કાલિક નીતિ સુધારણાની માંગ
આફ્રિકાથી અમદાવાદ : સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલમાં રોબોટિક સ્પાઇન સર્જરી દ્વારા 14 વર્ષની છોકરીએ સ્કોલિયોસિસને મ્હાત આપી