વડોદરા, એપ્રિલ 16, 2026: ગુરુવારનો દિવસ એજ્યુકેશન કંપની ફિઝિક્સવાલા (PW) માટે ઉજવણીનો દિવસ રહ્યો, કારણ કે તેના અનેક વિદ્યાર્થીઓ CBSE ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં ઉચ્ચ સ્કોરર તરીકે ઉભરી આવ્યા છે, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ પૂરેપૂરા 100 ટકા ગુણ મેળવ્યા છે. ટોચનું પ્રદર્શન કરનારાઓમાં ફાઝિલ્કા (પંજાબ) ના વૈભવ અરોરા, અમદાવાદ (ગુજરાત) ના અમોલિક પંડિત અને ભુવનેશ્વર (ઓડિશા) ના આયુષ્માન મોહપાત્રાનો સમાવેશ થાય છે, જેમણે 100 ટકા ગુણ મેળવીને દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
વધુમાં, ફિઝિક્સવાલાના ટેક-એનેબલ્ડ ઓફલાઇન સેન્ટર્સ ‘PW વિદ્યાપીઠ’ દ્વારા વડોદરામાં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોતાના અનુભવો શેર કરતા વૈભવ અરોરાએ જણાવ્યું કે, “સતત તૈયારી, નિયમિત પ્રેક્ટિસ અને શાળા તથા PW ના શિક્ષકોના માર્ગદર્શનથી મને પરફેક્ટ સ્કોર મેળવવામાં મદદ મળી.” અમોલિક પંડિતે જણાવ્યું કે, “નિયમિત રિવિઝન અને સેમ્પલ પેપર્સ સોલ્વ કરવાને કારણે 100% સ્કોર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.” આયુષ્માન મોહપાત્રાએ ઉમેર્યું કે, “શિસ્તબદ્ધ રહેવું અને ચોક્કસ સ્ટડી પ્લાનનું પાલન કરવાથી પૂરેપૂરા ગુણ મેળવવાનું શક્ય બન્યું છે.”
પરિણામો પર ટિપ્પણી કરતા ફિઝિક્સવાલાના ફાઉન્ડર અને સીઈઓ અલખ પાંડેએ જણાવ્યું હતું કે, “પરીક્ષામાં બેસનાર તમામ વિદ્યાર્થીઓ પર અમને ગર્વ છે અને અમે તેમની મહેનત તથા સમર્પણને બિરદાવીએ છીએ. ખાસ કરીને જેમણે પરફેક્ટ સ્કોર મેળવ્યો છે તેમને અમે અભિનંદન આપીએ છીએ. આ પરિણામો સતત પ્રયત્નો અને યોગ્ય શૈક્ષણિક સપોર્ટ સિસ્ટમનું પ્રતિબિંબ છે.”આ વર્ષે 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ CBSE ધોરણ 10ની પરીક્ષામાં બેઠા હતા. આ વિદ્યાર્થીઓનું પ્રદર્શન શૈક્ષણિક સફળતામાં સ્ટ્રક્ચર્ડ ઓનલાઇન અને હાઇબ્રિડ લર્નિંગની વધતી જતી ભૂમિકાને ઉજાગર કરે છે.

More Stories
ICAI અમદાવાદ દ્વારા ઝાયડસ સ્કૂલ ફોર એક્સેલન્સના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન
આઈઆઈએમ અમદાવાદે પોતાના બિઝનેસ એનાલિટિક્સ એન્ડ એઆઈમાં બે વર્ષના બ્લેન્ડેડ એમબીએ પ્રોગ્રામ માટે પ્રવેશ પ્રક્રિયાની ઘોષણા કરી
WIRCના ચેરમેન CA સૌરભ અજમેરા અને હોદ્દેદારોની ICAI અમદાવાદ શાખાની મુલાકાત