May 23, 2025

ફિલ્મ રિવ્યૂ: “શસ્ત્ર” – ડિજિટલ યુગમાં માનવ મનનાં અંધકારભર્યા ખૂણાંઓને ઉઘાડતી એક ક્રિસ્પ થ્રિલર

શસ્ત્ર ફક્ત એક ફિલ્મ નથી – તે આજના યુગની એક સચ્ચાઇ છે. આપણા ફરતે દિનપ્રતિદિન વધતા ઓનલાઈન ફ્રોડ્સ, ફેક આઈડીઝ અને ખાનગી ફોટા દ્વારા થતી બ્લેકમેલિંગ જેવી ઘટનાઓનું યથાર્થ પ્રતિબિંબ આ ફિલ્મમાં જોવા મળે છે.જ્યારે મોટાભાગની થ્રિલર ફિલ્મો માત્ર ઍક્શન પર નિર્ભર હોય છે, ત્યારે શસ્ત્ર એ પદ્ધતિશીલ કથાવસ્તુ અને સ્પષ્ટ સામાજિક સંદેશ સાથે આગળ વધે છે – જે તેને ખાસ બનાવે છે.

ચેતન ધનાણીનું કામ રાઘવ તરીકે ખૂબ મજબૂત છે – તે પાત્રમાં ઊતરી જાય છે અને પોતાની ઉપસ્થિતિ સ્પષ્ટપણે નોંધાવે છે. પૂજા જોશી, દીપ વૈદ્ય અને પ્રિયલ ભટ્ટ જેવી અભિનેત્રીઓ પોતપોતાની સીમિત ભૂમિકાઓમાં પણ દ્રઢ છાપ છોડે છે.હેમિન ત્રિવેદી અને શ્રેય પણ નક્કર અભિનય કરે .

લઘુ ભૂમિકાઓમાં આવીને પણ નિશિત બ્રહ્મભટ્ટ, કલ્પેશભાઈ અને સતીશ ભટ્ટ જેવી પ્રતિભાઓ ફિલ્મના નાટ્યમય ગુણોત્તર વધારવામાં યોગદાન આપે છે.ફિલ્મનો ટેક્નિકલ સાથ કથાનક જેટલો જ મજબૂત છે.
સ્રીકુમાર નાયર દ્વારા ફિલ્માવાયેલા ડ્રોન શોટ્સ માત્ર દ્રશ્ય લાવણ્ય જ નથી, પણ વાતાવરણ અને ટેન્સન બંને ઊંડાણ આપે છે.એડિટિંગ (રાહુલ ભોલે અને વિનિત કાનોજિયા) એ ફિલ્મને નિયમિત ગતિ આપે છે – એક પણ દ્રશ્ય સ્લોઅર નહીં લાગે.મેહુલનું સંગીત સંવેદનાઓને સહજ રીતે વેગ આપે છે અને દર્શન શાહનો બેકગ્રાઉન્ડ સ્કોર તે વાસ્તવિકતાને સાથ આપે છે – જે ફિલ્મનું મૂળ તત્વ છે.ભાર્ગવ ત્રિવેદીનું લેખન – સ્ટોરી, સ્ક્રીનપ્લે અને સંવાદ – બધું જ ફોર્મ્યુલા ફોલો કર્યા વિના મજબૂત રીતે લખાયું છે.કાર્તવ્ય શાહનું દિગ્દર્શન પણ પ્રશંસનીય છે – જ્યાં દરેક દ્રશ્ય પાછળ સ્પષ્ટ વિઝન જણાય છે.

શસ્ત્ર એ માત્ર થ્રિલર નહિ, પણ એક સામાજિક સતર્કતા છે – જ્યાં તંત્રના ખોટા ઉપયોગથી પીડાતા સામાન્ય માણસની વાત છે. ‘ફેમિલી ઓડિયન્સ’ માટે યોગ્ય છે અને યુવાનો માટે એક જરૂરિયાત જેવી લાગે છે.

રેટિંગ: 3.5 સ્ટાર               

શક્તિશાળી, સાચી અને અસરકારક — જોવો તો જરૂર!