January 18, 2025

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે 69 વર્ષીય દર્દીની હાઈ- રિસ્ક ચેસ્ટ ટ્યુમરની સફળતાપૂર્વક સર્જરી

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે અનુભવી અને ખ્યાતનામ ડૉ. પ્રશાંત વણઝર અને ડૉ. હિમાંશુ કોયાણી કેન્સરની ખુબજ જટિલ અને જોખમી સર્જરીઓ ખુબજ ચોકસાઈ અને સરળતાથી કરતા હોય છે.  તાજેતરમાં જ એક એવો કેન્સર કેસ તેમની પાસે આવ્યો જેમાં તેમણે પોતાના અનુભવ અને સૂઝબૂઝથી દર્દીને એકદમ સ્વસ્થ કર્યા. 69 વર્ષીય દર્દી કે જેમને છાતીમા ,ફેફસા અને હૃદયની આસપાસના વિસ્તારમાં કેન્સરની ગાંઠ (મીડિયાસ્ટિનમ) હતી ,જે નોંધપાત્ર રીતે વધી રહી હતી પરંતુ તે શરીરના અન્ય ભાગોમાં વિસ્તરી ન હતી. શરૂઆતમાં તેમને 1-2 મહિનાથી સતત ઉધરસ હતી અને છાતીમાં પણ અસ્વસ્થતા રહેતી હતી.

દર્દીને છાતીના આગળના ભાગમાં (ઇન્ટેરિયર મિડિયાસ્ટિનમ) ગાંઠ (માસ) હોવાનું નિદાન થયું હતું, જેને થાઇમોમા કહેવાય છે, જે નરમ પેશીની ગાંઠ છે. આ ગાંઠ હૃદયની નજીક હતી. ડૉ. પ્રશાંત વણઝર અને ડૉ. હિમાંશુ કોયાણી દ્વારા સૂચવવામાં આવ્યું કે,તેમના ટ્યુમરને દૂર કરવા માટે થોરેકોસ્કોપી  કરવામાં આવે. થોરેકોસ્કોપી એ છાતીની અંદર જોવા માટેની એક મિનિમલી ઈન્વેસિવ પ્રોસિજર છે. દર્દીની સર્જરી થોડી જોખમી હતી કારણકે કેન્સરની ગાંઠ મોટી હતી અને તે હૃદયના રક્ષણાત્મક આવરણ (પેરીકાર્ડિયમ) સાથે અટવાઈ ગઈ હતી. ઉપરાંત દર્દીની ઉંમર પણ વધુ હતી તેથી આ સર્જરી કરવી પડકારજનક હતી. તેમ છત્તાં ડોક્ટર્સની ટીમની અનોખી સર્જીકલ કુશળતા અને અદ્યતન સાધનોના ઉપયોગથી આ સર્જરી સફળતાપૂર્વક થઇ. તેમણે ગાંઠના આઉટર લેયર (કેપ્સ્યુલ)ને નુકસાન પહોંચાડ્યા વિના સમગ્ર ગાંઠને દૂર કરી. પેરીકાર્ડિયમ (હૃદયનું આવરણ) જ્યાં ગાંઠ અટવાયેલ હતી તે ભાગને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. પેરીકાર્ડિયમના ભાગને દૂર કર્યા પછી, તેઓએ દૂર કરેલ પેશીઓને મજબૂત કરવા અને બદલવા માટે જાળી (સિન્થેટીક મટીરીયલ) નો ઉપયોગ કરીને સફળતાપૂર્વક સર્જરી કરી અને સંપૂર્ણ ટ્યુમર પણ દૂર કરવામાં આવ્યું.

સર્જરી બાદ, દર્દીને સાવચેતીપૂર્વક દેખરેખ માટે કાર્ડિયાક આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની ફિઝિયોથેરાપી શરૂ કરવામાં આવી અને ખાવા-પીવામાં પણ છૂટ આપવામાં આવી. દર્દી કોઈ વસ્તુનો આધાર લઈને ચાલવામાં સક્ષમ બન્યા. સર્જરીના ચોથા દિવસે ડ્રેઇન્સ એટલે કે સર્જરી સાઈટ પરથી વધારાનું પ્રવાહી દૂર કરવા માટે વપરાતી નળીઓ બહાર કાઢવામાં આવી. તેમના સ્વાસ્થ્યમાં સુધાર આવ્યો અને તેમને રજા આપવામાં આવી.

ઓપેરશન પછી ગાંઠના રિપોર્ટમાં એક જાતની સોફ્ટ ટીસ્યુ નું કેન્સર આપેલ જેનું ઓપરેશન કુશળતાથી સંપૂર્ણ થય ગયેલ હોય અને આગળ  રિપોર્ટ પ્રમાણે દર્દી એ કીમોથેરાપી પણ ખુબજ સરસ રીતે લીધેલ અને પોતાનું રોજીંદુ જીવન સરળતાથી જીવી રહ્યાં છે.