ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત ૨૧ મો તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ તા.૨૯-૬-૨૦૨૫ ને રવિવારના રોજ સંસ્થાના કટોસણ રોડ સુંવાળા ખાતેના કોમ્યુનિટી હોલના પટાંગણમાં યોજાયો હતો. ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટના ચીફ પેટ્રન અને નિવૃત્ત મામલતદાર શ્રી હરગોવિંદભાઈ પી. સોલંકીના અધ્યક્ષ પદે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સરકારના વિવિધ વિભાગોમાથી સેવા નિવૃત્ત થયેલ આઈ.એ.એસ. અધિકારીશ્રીઓ શ્રી એમ.બી.પરમાર , શ્રી આર.બી.બારડ, ડો.ડી.ડી.કાપડીયા , સેવા કાર્યરત આઈ.આર.એસ. અધિકારી શ્રી કમલેશ મકવાણા , શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘના પ્રમુખ ડો.અમૃતભાઈ પરમાર , શ્રી સુધીરભાઈ પરમાર નાણાંકીય સલાહકાર, શ્રી કિશોરકુમાર સોલંકી નિવૃત્ત ચીફ ઇજનેર જેટકો, શ્રી બાબુભાઇ એન.રાઠોડ નિવૃત્ત અધિક્ષક ઇજનેર સિંચાઇ અને નર્મદા વિકાસ વિભાગ શ્રી નગીનભાઈ સાલવી નિવૃત્ત કાર્યપાલક ઇજનેર આર.એન્ડ બી.ડીવીઝન, શ્રી કિશોરભાઈ સોલંકી દેલા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, મહેસાણાના પ્રાચાર્ય શ્રી વિનોદકુમાર અઢીયોલ , નામાંકિત વાયરોલોજીસ્ટ ડો.સંકેત માંકડ અને મંડપ ડેકોરેશન ભોજન અને સાઉન્ડ સિસ્ટમના દાતાશ્રી દીપકભાઈ જી.શાહ અને શ્રી રીશીકેશ ડી.શાહ સહ આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા.
ખૂબ વિશાળ સામિયાણામા આયોજીત આ કાર્યક્રમમાં વરસાદી માહોલમાં પણ ખૂબ સારી સંખ્યામાં સમાજના સૌ યુવાનો,વડીલો અને વિશેષ સંખ્યામાં બહેનો હાજર રહેલ હતા.
ધો.૧૦ ના ૬૦ અને ધો.૧૨ ના ૪૯ મળી કુલ ૧૦૯ તેજસ્વી તારલાઓને ૫ચાસ દાતાઓ દ્વારા પ્રોત્સાહક ઈનામો અને રોકડ પુરસ્કારથી, વિશિષ્ટ પદવી અને સિદ્ધિ મેળવનારા ૧૫ વ્યક્તિઓને શાલ ઓઢાડી , પ્રશસ્તિ પત્ર અને મોમેન્ટોથી આમંત્રિત મહાનુભાવોના કરકમળથી સન્માનિત કરેલ હતા.ચુવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ચીફ પેટ્રન અને શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટના મહામંત્રીશ્રી હરગોવિંદભાઈ પી.સોલંકીની સમાજ સખાવત અને સમાજ સેવાને નજર મધ્યે રાખી એમના સ્વ.પિતાશ્રીની સ્મૃતિમાં, ” સ્વ.પુજાભાઈ દલાભાઈ સોલંકી પરિવાર સુંવાળા શૈક્ષણિક સહાય યોજના ” અંતર્ગત જરૂરીયાતમંદ, મા બાપ વિહોણા અને મા કે બાપ બંનેમાંથી એક હયાત ન હોય તેવા તેમજ ઉચ્ચ અભ્યાસ માટે જરૂરીયાતમંદ એવા ૩૭ વિદ્યાર્થીઓને રૂ.૩,૪૦,૦૦૦/- ની શૈક્ષણિક સહાયના ચેક પણ આમંત્રિત મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવેલ હતા.
આ પ્રસંગે ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ ની વેબસાઇટ પણ આમંત્રિત મહાનુભાવોના વરદ હસ્તે લોંચ કરવામાં આવી હતી. આમંત્રિત આ નિવૃત્ત સનદી અધિકારીશ્રીઓએ સમાજમાં શૈક્ષણિક જાગૃતિ માટે અને સમાજના સૌ મા બાપે તેમના બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા તેમજ તેમની શૈક્ષણિક જરૂરીયાતો પુરી કરી અભ્યાસમાં સહાયભૂત થવા માટે પણ પ્રેરિત કરેલ હતા.ઉચચ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી કરી નિશ્ચિત મંઝીલે પહોંચવા માટે સખ્ત મહેનત કરવા પણ અનુરોધ કરેલ હતો.અને મહાનુભાવો એ સમાજના અને અલગ અલગ ગામોના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની ભાવિ કારકીર્દિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે યોગ્ય રીતે મહેનત કરી આગળ વધવાની શીખ આપી સુચનાતમક પ્રેરણાદાયી વક્તવ્ય પાઠવી ,જરૂરીયાત સમયે સહાયભૂત થવા પણ જણાવ્યું હતું.
આમંત્રિત મહાનુભાવો નિવૃત્ત આઈ.એ.એસ.અને સચિવશ્રી એમ.બી.પરમાર સાહેબ એ સંસ્થાની પ્રવૃત્તિઓ થી અભિભૂત થઇ રૂ.૨૫,૦૦૦/- આર્થિક યોગદાન જાહેર કરેલ.તેમજ નિવૃત્ત આઈ.એ.એસ.અને હાલ સચિવશ્રી,ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગ એ ધો.૧૨ ની પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થિનીને રૂ.૫૦૦૦/- અને ધો.૧૦ ની વિદ્યાર્થિનીને રૂ.૩૦૦૦/- પ્રતિવર્ષે આપવાનો રોકડ પુરસ્કાર જાહેર કરેલ.
આ સમારંભના અધ્યક્ષ અને ટ્રસ્ટના ચીફ પેટ્રન શ્રી હરગોવિંદભાઈ પી સોલંકી એ સૌ તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવી ,ઉચ્ચ અભ્યાસ માટે યોગ્ય દિશામાં મહેનત કરી ભવિષય નિર્માણ માટે કટીબદ્ધ થવા આહવાન કરી , આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનો આભાર પણ માન્યો હતો.
સંસ્થાના પ્રમુખશ્રી મોતીભાઈ વણકરના સ્વાગત પ્રવચનથી શરૂ કરેલ આ કાર્યક્રમનું સુચારૂ સંચાલન ટ્રસ્ટના મહામંત્રી શ્રી સુભાષભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ અને ટ્રસ્ટી શ્રી કે.પી.અમીન એ કરેલ આભાર વિધિથી કાર્યક્રમ સંપન્ન થયેલ હતો.
More Stories
ટીચ ફોર ઈન્ડિયાએ 2026ની ફેલોશિપ માટે અરજીઓ મગાવીઃ ભારતમાં ક્લાસરૂમ્સમાં ‘લીડ વિથ લવ’ માટે અજોડ તક
ફિલિપ મોરિસ ઇન્ટરનેશનલના ભારત સ્થિત સહયોગીએ ‘ટેલેન્ટનું વિકાસ – વ્યવસાયનું વિકાસ’ પ્રતિબદ્ધતા ફરી દોહરાવી.
ઈડરમાં OBC,SC,ST એકતા મંચ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા નિઃશુલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું