7 જાન્યુઆરી, 2025: નવા વર્ષમાં પ્રવેશતા જ ઉત્તરાયણના તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે. આ ઉત્સાહ સાથે જોશને જોડવા માટે અપકમિંગ ગુજરાતી હોરર-કોમેડી ફાટી ને?ના મેકર્સ દ્વારા ફિલ્મનું પહેલું સોંગ “આઘો ખસ” રિલીઝ કરવામાં આવ્યું છે. “આઘો ખસ”નો હાઈ-એનર્જી ટ્રેક ઓથેન્ટિક ગુજરાતી વાઇબ્સને મોડર્ન ટ્વિસ્ટ સાથે બખૂબીથી જોડી દે છે. ડાયનેમિક ડાન્સ મૂવ્સ અને અસાધારણ ધૂનના કારણે આ ગીત લોકોના હોઠે ગણગણાતું જોવા મળી રહ્યું છે. ટ્રેડિશન અને ટ્રેન્ડનું પરફેક્ટ કોમ્બિનેશન એવું આ ગીત “આઘો ખસ” આ ઉત્તરાયણ પર પતંગ બાજી સાથે દરેક ઘરના ધાબા પર ગૂંજવા માટે તૈયાર છે.
રંગો અને જોશની છોળો વચ્ચે લીડ એક્ટર્સ હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા પર ફિલ્માવામાં આવેલ આ ગીતમાં બન્ને એક્ટર્સના ઇલેક્ટ્રિફાઈંગ મૂવ્સ અને દેશી અવતાર જોવા મળી રહ્યાં છે, જેના કારણે સ્પુકી હોરર અને લાઇટ-હાર્ટેડ હ્યુમરનો અનોખો સંગમ ધરાવતી આ ફિલ્મને લઈને દર્શકોમાં આતુરતા જોવા મળી રહી છે. પોતાના અનુભવને શેર કરતા હિતુ કનોડિયા જણાવ્યું, ‘આઘો ખસ‘ એક ગીત કરતાં વધુ છે – તેમાં આધુનિકતાની સાથેસાથેની આપણી ગુજરાતી સંસ્કૃતિની પણ ઝલક છે. આ ગીતનો શૂટિંગનો સમય અમારા માટે સાચે જ રોમાંચક રહ્યો, અને દરેક જણને આ ગીત પર ડાન્સ કરતા જોવાને લઇને હું મારી જાતને રોકી શકતો નથી. તેમાં ઉમેરો કરતા સ્મિત પંડ્યાએ જણાવ્યું,‘આઘો ખસ‘ ગીત ટોટલ ગેમ ચેન્જર છે! પારંપરિક ધૂન અને આધુનિક વાઈબનું ફ્યુઝન કંઇક એવું છે કે જે દરેકને આકર્ષિત કરી રહ્યું છે. મેં આ ગીતને ફિલ્માવવામાં અદભૂત વિતાવ્યો છે અને તેને દર્શકો સમક્ષ રજૂ કરવાને લઇને આતુર છુંચ!”
ગાયક ઉમેશ બારોટે જણાવ્યું કે, ‘આઘો ખસ‘ ગાવું એ મારા માટે એક રોમાંચકારી અનુભવ રહ્યો. તેની લય અને ધૂનમાં એક અનોખું આકર્ષણ છે, જે મને લાગે છે કે આ ગીત તમામ લોકોને પસંદ આવશે, અને તે ઝડપથી લોકપ્રિય બની જશે.
ગીતના શબ્દો વિશે વાત કરતાં સ્વેગી ધ રેપરે જણાવ્યું કે, ‘આઘો ખસ‘ના શબ્દોમાં ગુજરાતનો ધબકતો જુસ્સો જોવા મળી રહ્યો છે. અમે કંઈક એવું સર્જન કરવા ઈચ્છતા હતા કે જેની સાથે લોકો એકદમથી જોડાઈ જાય અને તેની સાથે ઝૂમી ઉઠે, અને અંતે જે સર્જન થયું તેને લઈને હું ખૂબ જ રોમાંચિત છું. કોરિયોગ્રાફી વિશે વાત કરતાં અવની મિસ્ત્રીએ જણાવ્યું, ‘આઘો ખસ‘ ગીતને કોરિયોગ્રાફ કરવું એ મારા માટે એક અવિશ્વસનીય સફર રહી. તેના ડાન્સ મૂવ્સ એ ટ્રેડિશનલ અને મોડર્ન સ્ટાઇલનું જબરજસ્ત ફ્યુઝન છે, જે દરેકને ડાન્સ કરવા માટે મજબૂર કરી દેશે. દર્શકો તેને પસંદ કરી રહ્યા હોય તેના સાક્ષી બનવા માટે ખરેખર ખૂબ જ હું ઉત્સાહિત છું”
આ સોંગ મૌલિક હાસ્ય સાથે ભયાનક તત્વોના સંગમ સાથે એક અનોખા સિનેમેટિક એક્સપિરીયંસનું વચન આપવા સાથે ફિલ્મના રસપ્રદ ડ્યુઅલ ટોનની ઝલક પણ આપે છે. સોશિયલ મીડિયા પર ફેન્સ પહેલાથી જ આ ટ્રેકને વખાણી રહ્યાં છે અને આગામી બિગ ગુજરાતી એન્થમ તરીકે પ્રચારિત કરી રહ્યા છે. ઘેલું લગાડતા આ ગીતની જબરજસ્ત એનર્જી તેના આઇકોનિક મૂવ્સના રીક્રિએશન્સ માટે ફેન્સને લલચાવી રહી છે. મોડર્ન ગ્રુવ સાથે ગુજરાતના પોતીકાપણાને સમાવી લેતું આ ગીત “આઘો ખસ” પર તમારી મનગમતી રીતે ડાન્સ કરવા તૈયાર થઈ જાઓ.
ઉમેશ બારોટના કંઠે ગવાયેલ, સોહમ નાઈક દ્વારા કમ્પોઝ કરાયેલ અને સ્વેગી ધ રેપર દ્વારા લિખિત આ સોંગ ટ્રેડિશનલ ગુજરાતી રિધમને કન્ટેમ્પરરી બીટ સાથે સહજ રીતે મર્જ કરીને આકર્ષક અને અવિસ્મરણીય બંને પ્રકારનો ટ્રેક રજૂ કરે છે. અવની મિસ્ત્રી દ્વારા કોરિયોગ્રાફ કરાયેલ આ ડાન્સ નંબરની મોડર્ન કોરિયોગ્રાફી ગુજરાતી વાઇબ સાથે જોડાયેલી હોવાથી આ ગીત ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે.
ફાટી ને?ની ગ્રાન્ડ રીલિઝની તૈયારી વિશે વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો!
“ફાટી ને?” ફિલ્મ ફૈસલ હાશમી દ્વારા દિગ્દર્શિત અને લિખિત તેમજ ફેનિલ દવે દ્વારા લિખિત છે. એસપી સિનેકોર્પ અને સન આઉટડોર્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનું નિર્માણ કેનસ ફિલ્મ્સ, કેશ્વી પ્રોડક્શન અને ફુલપિક્સલ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે વર્લ્ડવાઇડ ડિસ્ટ્રિબ્યૂશન રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને એસપી સિનેકોર્પ સિનેમેટિક વેન્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.
More Stories
થ્રિલર ગુજરાતી ફિલ્મ “ભ્રમ” 16મી મેના રોજ થશે રિલીઝ : એક અનોખી ઇન્સ્ટાગ્રામ ગેમ સાથે મેકર્સે કરી પ્રમોશનની શરૂઆત
સાવનાથ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ગુજરાતી લોકકથાથી પ્રેરિત હોરર ફિલ્મ “બહેરૂપિયો”નું પોસ્ટર રિલીઝ કરાયું
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિતએસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘’Celebration of Success-2025’ તેમજ Oorja-The Telent show યોજાયો