January 22, 2026

સર્વોદય ગ્રુપ ટ્રસ્ટ અને ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે કરવામાં આવી ઉત્તરાયણની ઉજવણી

અમદાવાદ:  વટવાના આવેલ સ્લમ વિસ્તારના બાળકોને સર્વોદય ગ્રુપ ટ્રસ્ટ  દ્વારા આજે પતંગ, ફિરકી, ચીક્કી અને મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું.

વટવા વિસ્તારમાં ચાલતી ફૂટપાથ શાળાના બાળકોના સંચાલક વિરાટ શાહ અને તેઓની શાળાના શિક્ષકગણ સાથે ડ્રીમ ફાઉન્ડેશનના સભ્યોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

50 જેટલા બાળકોએ રંગબેરંગી પતંગો અને ફિરકી અને ચીક્કી મેળવી ખૂબ જ ખુશ થયા હતા.