ગુજરાત, એપ્રિલ 2025 : ગુજરાતી સિનેમામાં હવે વાર્તાઓમાં નવા જોનર અને નવા કન્ટેન્ટ એક્સપ્લોર થઈ રહ્યાં છે. કાંઈક નવા જ વિષય વસ્તુ સાથે સની દેસાઈ પ્રોડક્શન્સ અને રમાય એન્ટરટેઇનમેન્ટ લાવી રહ્યાં છે ફિલ્મ “સરપ્રાઈઝ”. સચિન બ્રહ્મભટ્ટના નિર્દેશન હેઠળ બનેલ આ ફિલ્મ થકી પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કરી રહ્યાં છે. વત્સલ શેઠ સાથે ટેલિવિઝન જગતની મશહૂર અભિનેત્રી હેલી શાહ જોવા મળશે. ફિલ્મના મેકર્સ દ્વારા ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે.
સની દેસાઈ પ્રોડક્શન્સ અને રમાય એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ વિરલ દવેના એસોશિએશન સાથેની આ ફિલ્મ ક્રાઇમ, મિસ્ટ્રી અને થ્રિલર ફિલ્મ છે, જે 16મી મે, 2025ના રોજ રિલીઝ થઈ રહી છે. પોસ્ટર લોન્ચ થતાની સાથે જ લોકોમાં આ ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધી ગઈ છે અને લોકો વત્સલ શેઠ અને હેલી શાહને આ ગુજરાતી ફિલ્મમાં જોવા માટે આતુર છે. પોસ્ટરમાં ફિલ્મની રહસ્યમય અને થ્રિલિંગ ટોન પ્રસ્તુત થાય છે.
ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો, સરપ્રાઈઝ બે આકર્ષક ચોરોના ગોવા ભાગી જવાની વાર્તા છે, જેમણે એક ધનિક વ્યક્તિને લૂંટી પોતાની લૂંટેલી સંપત્તિ સાથે અદૃશ્ય થવાનું નક્કી કર્યું છે. પરંતુ તેમની યોજના ખોરવાય જાય છે જયારે તેઓ એક અજાણ્યા વ્યક્તિનો સામનો કરે છે – અને પછી શરૂ થાય છે એક ઘાતક રમત, જેમાં છુપાયેલા છે અનેક રહસ્યો, જે ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.
વત્સલ શેઠ જણાવે છે કે, “”હંમેશાંથી ગુજરાતી ફિલ્મ કરવા ઈચ્છતો હતો અને હવે તે શક્ય બની રહ્યું છે! ફિલ્મની શાનદાર ટીમ સાથે કામ કરીને ખૂબ આનંદિત અનુભવું છું.
હવે દર્શકો ફિલ્મના ટીઝર અને ટ્રેલરની પણ રાહ જોઈ રહ્યા છે.
ફિલ્મ “સરપ્રાઈઝ” રિલીઝ થઇ રહી છે, 16 મે, 2025ના રોજ સિનેમાઘરોમાં

More Stories
ફિલ્મ રિવ્યૂ: કિંગ ઓફ સાળંગપુર : જ્યારે શ્રદ્ધા, ઇતિહાસ અને આધુનિક યુવા પેઢીની સંવેદનાઓનો સંગમ થાય, ત્યારે ‘કિંગ ઓફ સાળંગપુર’ જેવી હૃદયસ્પર્શી અને દિવ્ય કૃતિનું નિર્માણ થાય
“આકાશ શિવાનીના જીવનમાં કદાચ સૌથી શાંત સ્વભાવનો વ્યક્તિ છે, પરંતુતેની ભૂમિકા જ રાયનાની નથી”: શેમારૂમીના ‘હજુ વાત ચાલે છે’ વિશે રૌનક કામદાર
‘લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે’ની તુલસી એટલે કે રીવા રાચ્છનું ‘અંબા’માં જગદંબા સ્વરૂપ; ગીરના સાવજ અને માનવના અનોખા સહજીવનની ગાથા રજૂ કરતી ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ