અમદાવાદ, જુલાઇ 2024 – દર વર્ષની જેમ આ વર્ષે પણ અસાઢી બીજના દિવસે અમદાવાદમાં ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે યાત્રાને – ઝીરો વેસ્ટ રથયાત્રા બનાવવા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), કોલગેટ પામોલિવ અને નેપ્રાના સહયોગથી, કચરાના વ્યવસ્થાપનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.147મી રથયાત્રા, એક મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગ અને જગન્નાથ પુરી પછી દેશની બીજી સૌથી મોટી રથયાત્રા, કાર્યક્ષમ અને પર્યાવરણ-મિત્ર કચરા વ્યવસ્થાપન માટે શહેરની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે.
AMC શહેરમાં કચરાના વ્યવસ્થાપનમાં હંમેશા આગળ રહે છે, તેના હેઠળ અનેક પહેલો કરવામાં આવી છે,જેમાં “મારું શહેર મારું ગૌરવ” પ્રોગ્રામ હેઠળ RRR અને ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન ઝુંબેશનો સમાવેશ થાય છે. આ નવીનતમ પહેલ એ સુનિશ્ચિત કરવા માટે AMCના સમર્પણને પ્રતિબિંબિત કરે છે કે મોટા પાયે ધાર્મિક કાર્યક્રમો અને મેળાઓ પણ ઝીરો-વેસ્ટ-ટુ-લેન્ડફિલ ઇવેન્ટ્સ છે.
અમદાવાદની 147મી રથયાત્રામાં લાખો લોકોએ હાજરી આપી હતી અને માત્ર એક જ દિવસમાં 10,000 કિલોગ્રામથી વધુ કચરાનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. એકત્ર કરાયેલા કચરામાં પ્રસાદના પડીયા, પાણીની બોટલ, મલ્ટી લેયર પેકેજીંગ વગેરે જોવા મળ્યો હતો. આ પહેલઅંતર્ગત 300 કિલોગ્રામથી વધુ કાર્બન એમીસન્સને ઘટાડવામાં મદદરૂપ થઇ હતી. આ પહેલની સફળતા મોટાભાગે કોલગેટ પામોલિવ અને નેપ્રા ફાઉન્ડેશનના 100 થી વધુ સ્વયંસેવકોના સમર્પિત પ્રયત્નોને કારણે હતી જેઓ રથયાત્રાની સાથે હતા, તેમને કચરા વ્યવસ્થાપનની જાગૃતિ કરી,સફાઈ કરી અને રસ્તાનો કચરો એકત્રીત કર્યો હતો. તેમનું કાર્ય સંગ્રહ પર અટક્યું ન હતું; કચરાને અલગ કરી અને સફળતાપૂર્વક નિકાલ માટે મોકલવામાં આવ્યો હતો. આ પહેલ નિર્મળ ગુજરાતના વ્યાપક ધ્યેયો અને સ્વચ્છ ભારતના વિઝન સાથે સંપૂર્ણ રીતે સંરેખિત છે, જે જાહેર અને ખાનગી સંસ્થાઓ, એનજીઓ અને શહેરના સમુદાય વચ્ચેના મજબૂત સહયોગને પ્રતિબિંબિત કરે છે.
AMCના નવીન અને અસરકારક કચરા વ્યવસ્થાપન પદ્ધત્તિ અમલમાં મૂકવાથી, અમદાવાદ શહેર દેશના બાકીના ભાગો માટે પર્યાવરણીય સ્થિરતા તરફ એક સીમાચિહ્નરૂપ છે.
More Stories
અમદાવાદમાં સમારા આર્ટ ગેલેરી ખાતે 19થી 29 ડિસેમ્બર દરમિયાન યંગ આર્ટિસ્ટ્સ વિઆના અને વામિકાના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજાશે
સતપથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રત્નકરંડ શ્રાવકાચાર ક્વિઝ સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે 22 થી 25 ડિસેમ્બર 2024 સુધી યોજાશે
અમદાવાદમાં 2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનો પ્રારંભ