- CTM ક્રોસ રોડ ખાતે Honda BigWing CTM Cross Road શો-રૂમનું ભવ્ય ઉદ્ઘાટન ૨૮ નવેમ્બરે કરાયું
અમદાવાદ: હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) ગુજરાતમાં પોતાના પ્રીમિયમ બિગ બાઇક નેટવર્કનો વિસ્તાર કરી રહી છે. આ દિશામાં મહત્વનું પગલું ભરતાં અમદાવાદના CTM ક્રોસ રોડ ખાતે નવું Honda BigWing શો-રૂમ શરૂ કર્યો છે.
આ અત્યાધુનિક શો-રૂમનું ઉદ્ઘાટન તા.28 નવેમ્બર,2025 (શુક્રવાર) એ કરાયું હતું. ઉદ્ઘાટન સમારોહમાં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) ના ઉચ્ચ અધિકારીઓ તથા શ્રી જયદીપભાઈ ત્રિવેદી, મેનેજિંગ ડિરેક્ટર, માનસી વિંગ્સ હોન્ડા ગ્રુપ ઉપસ્થિત રહ્યાં હતા અને શુભ હસ્તે શો-રૂમનું લોકાર્પણ કર્યું હતું.

શ્રી જયદીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “અમદાવાદ અને ગુજરાતના ગ્રાહકો હંમેશા ઉચ્ચ ગુણવત્તા અને ટેક્નોલોજીની સાથે પ્રીમિયમ અનુભવની અપેક્ષા રાખે છે. Honda BigWing દ્વારા અમે તેમની આ અપેક્ષાઓને પૂરી કરવા તૈયાર છીએ. ગુજરાતના બિગ બાઇક ઉત્સાહીઓને હવે પોતાના સપનાના બાઇક માટે બીજે શહેર જવું નહીં પડે.”
Honda BigWing શો-રૂમમાં હોન્ડાની સમગ્ર પ્રીમિયમ મોટરસાયકલ શ્રેણી ઉપલબ્ધ છે, જેમાં Gold Wing, CBR સિરીઝ, CB350 સિરીઝ તથા અન્ય શક્તિશાળી મોડેલ્સનો સમાવેશ થાય છે. આ શો-રૂમ ગ્રાહકોને વિશ્વકક્ષાનું વાતાવરણ, ટેસ્ટ રાઇડની સુવિધા તેમજ પ્રીમિયમ સેલ્સ અને આફ્ટર-સેલ્સ સેવા પૂરી પાડે છે.

More Stories
ATIRA ખાતે NTTM હેઠળ ટેકનિકલ ટેક્સટાઈલ્સ અને કમ્પોઝિટ્સ પરના સ્કીલ ડેવલપમેન્ટ કોર્સનું સમાપન
અર્બુદારણ્યમાં 29 જુલાઈથી શ્રી સુરભિ હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવ
હવે વિદેશી બ્રાન્ડ્સને ટક્કર આપશે શ્રીજી રેમેડીઝ નું ૧૦૦% આયુર્વેદિક ‘સ્વદેશી હર્બલ ઇન્હેલર’