- ગોવામાં પ્રથમ આવી વર્કશોપની સફળ શરૂઆત બાદ, ડુકાટીએ અમદાવાદમાં તેની ખાસ સર્વિસ-ઓન્લી સુવિધાનું ઉદ્ઘાટન કરીને ભારતમાં તેના પ્રીમિયમ આફ્ટર-સેલ્સ નેટવર્કને વધુ મજબૂત બનાવ્યું છે.
- આશરે 2,800 ચોરસ ફૂટમાં ફેલાયેલી આ અત્યાધુનિક સુવિધામાં બે ઓટોમેટેડ સર્વિસ ઝોન, ડેડિકેટેડ એપેરલ સેક્શન અને ગ્રાહકો માટે લાઉન્જની સુવિધા છે, જે સર્વિસના અનુભવને વધુ શ્રેષ્ઠ બનાવશે.
- અમદાવાદના મકરબા વિસ્તારમાં વ્યૂહાત્મક રીતે સ્થિત આ વર્કશોપ, ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં ડુકાટીના વધતા જતા રાઇડર્સ સમુદાય પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અમદાવાદ, માર્ચ 2026: લક્ઝરી મોટરસાઇકલ બ્રાન્ડ ડુકાટીએ ગુજરાતના અમદાવાદમાં તેની નવી વિકસાવેલી ‘સર્વિસ-ઓન્લી’ (Service-Only) સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે, જે ભારતમાં તેના આફ્ટર- સેલ્સ નેટવર્કનો વિસ્તાર કરશે. ફ્યુઅલમોટો વર્ક્સ, એલ.જે. કોલેજ રોડ, મકરબા, અમદાવાદ – 380051 ખાતે સ્થિત આ સુવિધા, આ વિસ્તારમાં ડુકાટીના ખાસ એક્સક્લુઝિવ સર્વિસ-ઓન્લી સેટઅપની શરૂઆત દર્શાવે છે.
આશરે 2,800 ચોરસ ફૂટમાં ફેલાયેલી આ આધુનિક સુવિધા બે ઓટોમેટેડ સર્વિસ ઝોન, ડુકાટીના ઓરિજિનલ મર્ચેન્ડાઇઝ પ્રદર્શિત કરતો એક ખાસ એપેરલ સેક્શન અને ગ્રાહકો માટે આરામદાયક લાઉન્જ ધરાવે છે, જે ડુકાટીના માલિકોને પ્રીમિયમ અને સરળ સર્વિસનો અનુભવ પૂરો પાડે છે. મકરબામાં તેનું વ્યૂહાત્મક સ્થાન અમદાવાદ અને સમગ્ર ગુજરાતના ડુકાટિસ્ટી માટે સરળ સુલભતા સુનિશ્ચિત કરે છે.
આ સુવિધા રૂટિન મેન્ટેનન્સ, સ્પેર પાર્ટ્સ, અકસ્માત પછીના રિપેરિંગ સહિતની વ્યાપક સેવાઓ પ્રદાન કરશે. આ સાથે જ અહીં ડુકાટીના ઓરિજિનલ પાર્ટ્સ અને એક્સેસરીઝનું પ્રદર્શન તથા ફિટમેન્ટ પણ કરવામાં આવશે, જે સુનિશ્ચિત કરે છે કે દરેક ડુકાટી મોટરસાઇકલને ઉચ્ચતમ સ્તરની સંભાળ અને સર્વિસ મળે.
ડુકાટી ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર બિપુલ ચંદ્રએ નેટવર્ક વિસ્તરણ અંગે જણાવ્યું હતું કે, “અમદાવાદમાં અમારી ‘સર્વિસ-ઓન્લી’ સુવિધાનો પ્રારંભ એ ભારતમાં ડુકાટીના આફ્ટર-સેલ્સ ઇકોસિસ્ટમને મજબૂત કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. ઉત્સાહી રાઇડિંગ સમુદાય અને પ્રીમિયમ મોટરસાઇકલ પ્રત્યેના વધતા શોખ સાથે અમદાવાદ અમારા માટે એક નિર્ણાયક બજાર છે. ફ્યુઅલમોટો વર્ક્સ દ્વારા સ્થાપિત આ નવો સર્વિસ સેટઅપ માત્ર ગુજરાતના ડુકાટિસ્ટી માટે ડુકાટીના પ્રખ્યાત સર્વિસ ધોરણોને વધુ નજીક લાવે છે એટલું જ નહીં, પરંતુ ગ્રાહકોને અજોડ ઓનરશિપ અનુભવ પ્રદાન કરવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે. અમને ફ્યુઅલમોટો વર્ક્સ સાથે ભાગીદારી કરતા ખૂબ જ આનંદ થાય છે, જેઓ ઉત્કૃષ્ટતા અને ગ્રાહક સંતોષ માટેના અમારા વિઝનને વહેંચે છે.”
ફ્યુઅલમોટો વર્ક્સના ડીલર પ્રિન્સિપાલ હર્ષ સોનીએ જણાવ્યું હતું કે, “ડુકાટી સાથે ભાગીદારી કરીને અમદાવાદમાં આ ડુકાટી ઓથોરાઈઝડ સર્વિસ-ઓન્લી સુવિધા લાવતા અમે અત્યંત ગૌરવ અનુભવીએ છીએ. ફ્યુઅલમોટો વર્ક્સની અમારી ટીમ ડુકાટીના સર્વિસ અને ચોકસાઈના વૈશ્વિક ધોરણોને જાળવી રાખવા માટે સમર્પિત છે. અમે સમજીએ છીએ કે ડુકાટી રાઇડર્સ તેમની મોટરસાઇકલ પ્રત્યે કેટલો લગાવ ધરાવે છે, અને અમે તેમને એક્સપર્ટ કેર અને અસાધારણ સર્વિસ અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સુવિધા એ બ્રાન્ડ ડુકાટી અને ગુજરાતમાં વધતા જતાં ડુકાટિસ્ટીકોમ્યુનિટી પ્રત્યેની અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.”
આ નવી સુવિધા માત્ર પ્રીમિયમ મોટરસાઇકલ વેચવા પૂરતી જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં મજબૂત, સુલભ અને ઉચ્ચ સ્તરની સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ડુકાટિસ્ટીના સમૃદ્ધ સમુદાયને ટેકો આપવાની ડુકાટીની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે.

More Stories
GIFA 2025 – 10મુંવર્ષભવ્યસફળતાસાથેપૂર્ણ
super.money Breeze ગુજરાતની ઉભરતી D2C બ્રાન્ડ્સના વિકાસને આપી રહ્યું છે નવી ગતિ
CA ફાઇનલ જાન્યુઆરી-2026 પરીક્ષાનું પરિણામ જાહેર