શૈક્ષણિક કંપની ફિઝિક્સવાલાહ (પીડબ્લ્યુ) દ્વારા દાહોદના ઝાલોદ રોડ પર નવા ટેક-એનેબલ્ડ પ્યોર ઓફલાઇન પીડબ્લ્યુ વિદ્યાપીઠ સેન્ટરના ઉદ્ઘાટન સાથે ગુજરાતમાં તેની હાજરી વિસ્તારી છે.
પીડબ્લ્યુ વિદ્યાપીઠ ટેક-એનેબલ્ડ ઓફલાઇન સેન્ટરો ઓફર કરે છે, જ્યાં વિદ્યાર્થીઓને અનુભવી શિક્ષકો દ્વારા પ્રેરિત ક્લાસિસમાં રૂબરૂ હાજરી આપે છે. નવું પીડબ્લ્યુ વિદ્યાપીઠ સેન્ટર 3જો માળ, યુનિવર્સલ સ્ક્વેર, ઝાલોદ રોડ, જનાની હોસ્પિટલ નજીક, જીવનદીપ સોસાયટી, સિધપુર, દાહોદ, ઉસરવન પાર્ટ, ગુજરાત – 389151 ખાતે સ્થિત છે.
ફિઝિક્સવાલાહ (પીડબ્લ્યુ)ના વિદ્યાપીઠ-ઓફલાઇનના સીઈઓ અંકિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, “પીડબ્લ્યુમાં અમે વિદ્યાર્થીઓનો ભણવાનો અનુભવ બહેતર બનાવવા માટે ક્ષિતિજો શોધવાનો સતત પ્રયાસ કરતા રહીએ છીએ. અમે માનીએ છીએ કે વિદ્યાર્થીઓએ ગુણવત્તાયુક્ત શિક્ષણની તલાશમાં અન્ય શહેરોમાં પ્રવાસ ન કરવો જોઈએ, કારણ કે તે તેમના માટે ભાવનાત્મક અને નાણાકીય રીતે તણાવપૂર્ણ બની શકે છે. દાહોદમાં પીડબ્લ્યુ વિદ્યાપીઠ સેન્ટર શરૂ કરીને અમે ટેક-અભિમુખ ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમના ઘરની નજીક લાવવાનું અને દેશભરમાં વધુ શૈક્ષણિક કેન્દ્રો નિર્માણ કરવાનો લક્ષ્ય રાખ્યો છે.”
પીડબ્લ્યુ વિદ્યાપીઠ ટેક-અભિમુખ ઓફલાઇન સેન્ટરો છે, જ્યાં વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા ભણાવવામાં આવતા રૂબરૂ ક્લાસિસમાં હાજરી આપે છે. આ સેન્ટરો જેઈઈ/એનઈઈટી/ફાઉન્ડેશન માટે વ્યાપક અભ્યાસક્રમ પ્રદાન કરે છે અને ઓલિમ્પિયાડ્સ જેવી પરીક્ષાઓ પર પણ કેન્દ્રિત છે, તેમજ રેકોર્ડ કરેલાં લેક્ચર્સ, એનસીઈઆરટીની સામગ્રી સાથે સહાય, ઓફલાઇન શંકા સમાધાન, રોજિંદા વ્યવહારની સમસ્યાઓનો ઉકેલ, વિશિષ્ટ મોડ્યુલ્સ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, ગયા વર્ષોના પ્રશ્નો અને પીડબ્લ્યુ-એઆઈટીએસ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. સેન્ટરો સ્ટુડન્ટ સક્સેસ ટીમ (એસએસટી) અને વિદ્યાર્થીઓની પ્રગતિ અંગે અપડેટ્સ માટે પેરેન્ટ્સ-ટીચર ડેશબોર્ડ સિસ્ટમ માટે સમર્પિત ડેસ્ક પણ ધરાવે છે.

More Stories
WIRCના ચેરમેન CA સૌરભ અજમેરા અને હોદ્દેદારોની ICAI અમદાવાદ શાખાની મુલાકાત
સીએ નરેશ કેલા દ્વારા ફ્રેન્કફર્ટ બુક ફેર ૨૦૨૬ પહેલાં ‘ઇન્ડિયા: અ નેશન રાઇઝિંગ’ પુસ્તકનું વિમોચન
અટીરા અને જીટીયુ વચ્ચે એમઓયુ: પીએચડી સંશોધન, કૌશલ્ય વિકાસ અને ઇનોવેશનને મળશે પ્રોત્સાહન