March 23, 2026

યામાહા મ્યુઝિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે એકેડેમી એવોર્ડ વિજેતા સંગીતકાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ મ્યુઝિક આઇકોન એ.આર. રહેમાનની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂકની ઘોષણા કરી

ચેન્નાઈ, ભારત | 22 માર્ચ 2026: એકેડેમી એવોર્ડ વિજેતા સંગીતકાર અને વૈશ્વિક સ્તરે આદરણીય મ્યુઝિક આઇકોન, એ.આર. રહેમાને ભારતીય સંગીતને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની સંગીત યાત્રા ભારતીય પ્રતિભાની વૈશ્વિક ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે – એક એવું વિઝન જે ભારતમાં સંગીત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટેની ‘યામાહા મ્યુઝિક ઇન્ડિયા’ની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે. આ જોડાણ ભારતના સંગીત ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે યામાહા મ્યુઝિક ઇન્ડિયાની લાંબા ગાળાની કટિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે.

યામાહા મ્યુઝિક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી યામામોટો તાકેતોશીએ જણાવ્યું હતું કે, “સંગીત એ યામાહાની ફિલસૂફીના હાર્દમાં છે. ભારતનો સમૃદ્ધ સંગીત વારસો વૈશ્વિક ઓળખને પાત્ર છે. અમારા ‘મેડ ઇન ઇન્ડિયા’ અભિયાન અને એ.આર. રહેમાન સાથેના અમારા જોડાણ દ્વારા, અમારો ઉદ્દેશ્ય સંગીતકારોની આગામી પેઢીને પ્રેરણા આપવાનો અને સમગ્ર ભારતમાં સુવ્યવસ્થિત સંગીત શિક્ષણનો વિસ્તાર કરવાનો છે.”

સેલ્સ યુનિટ હેડ, શ્રી ર્યોજી મારુયામાએ ઉમેર્યું હતું કે, “અમારું લક્ષ્ય માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ્સના વેચાણ પૂરતું મર્યાદિત નથી. અમે વર્કશોપ, શાળાઓ સાથેના જોડાણ અને ગ્રામીણ આઉટરીચ કાર્યક્રમો દ્વારા સંગીત સમુદાયોને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છીએ. આ ભાગીદારી દરેક ઉભરતા કલાકાર માટે સંગીતને સુલભ બનાવવાના અમારા વિઝનને વધુ મજબૂત કરે છે.”

એ.આર. રહેમાને તેમના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “યામાહા હંમેશા ચોકસાઈ અને વિશ્વસનીયતાનું પ્રતીક રહ્યું છે. મને એવી બ્રાન્ડ સાથે જોડાતા ગૌવર થાય છે જેનો વારસો સંગીતની ઉત્કૃષ્ટતામાં રહેલો છે અને જેનું ‘મેડ ઇન ઇન્ડિયા’ પરનું ધ્યાન ગુણવત્તાયુક્ત વાદ્યોને વધુ સુલભ બનાવી રહ્યું છે. આ પહેલનો લાભ મારી પોતાની ‘કેએમ મ્યુઝિક કન્ઝર્વેટરી’ અને ‘ધ સનશાઇન ઓર્કેસ્ટ્રા’માં તાલીમ લઈ રહેલી યુવા પ્રતિભાઓને મળી રહ્યો છે. જો આપણે યુવા કલાકારોને માર્ગદર્શન આપવાનું અને સંગીત શિક્ષણને મજબૂત કરવાનું ચાલુ રાખીશું, તો ભારતીય સંગીતકારો વૈશ્વિક મંચ પર નેતૃત્વ કરી શકશે.”